________________
( ૨૫૪) જમીન તથા નિપજ–જમીન રસાળ છે. તેમાં ઘઊં, ડાંગર, બાજરી, જુવાર, તંબાકુ, શેરડી, જવ, મગ, મકાઈ, કપાસ અને કઠોળ નિપજે છે. ઈશાન કોણ તરફના ભાગમાં કોઈ કોઈ ઠેકાણે ડુંગરમાં બાવળ વિગેરેના ઝાડનાં રાજ છે. વળી ખજુરી, નારંગી, અંજીર, અને શેતુરનાં ઝાડ પણ ઘણાં છે.
જનાવર-વગડામાં વાધ ચિત્તા, દીપડા, રીંછ, અને હરણ વગેરે છે. ગામના પશુમાં ઊંટ, ભેસ, ગાય, પાડા, બળધ, ઘોડા, વગેરે હોય છે. પરંતુ ઊંટ વિશેષ કરીને દક્ષિણ ભાગમાં હોય છે.
લોક-શીખ, જાટ, ગુજર, રજપુત, વિગેરે હિંદુ તેમજ મુસલમાનો છે. ભાષા–ઉર તથા જાટકી છે.
રેલવે—દિલીથી લાહોર સુધી જે રેલવે બાંધી છે. તેનો થોડો ભાગ આ રાજ્યના ઈશાન કોણમાં છે. મુખ્ય શહેર–પતી આલા એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકે માહારાજા રહે છે. એ શહેર અંબાલાના રેલવે સ્ટેસનથી વશ માઈલ છેટે નિરૂત્યકોણમાં છે.
ઈતિહાસ–પતી આલા આ રાજ્ય શીખ રાજ્યોમાં સર્વથી મોટામાં મોટું છે. પતીઆલાના મહારાજા શીખ જાતના છે. પતઆલાના રાજ્ય કર્તા પલખન જાતના છે કારણ કે તેઓ પલધરીના વંશજ છે. અહીંના મહારાજાને મુળ પુરૂષ ચોધડીયલ નામને એક ખેડુત હતો, તેણે સતરમા સૈકાના મધ્ય ભાગમાંના નાભા મુલકમાં એક ગામ વસાવ્યું.
ધરીપલને તીલક અને રામ નામના બે છોકરા હતા. આમાંના મોટા બેકરા તીલકના વંશજે હાલ ઝીંદ અને નાભાના મુલકમાં રાજ્ય કરે છે. અને બીજા બેકરા રામે પતી આલાના રાજ્યની સ્થાપના કરી અને તેના વંશજે હાલ પતી આલામાં રાજ્ય કરે છે. અહીંના રાજ સીંધુ જાટ જાતના શીખ છે.
બીજી જાટ જાતોની પેઠે સીધુ જાતે રજપુત છે અને તેઓ જઈસલના વંશજ છે. જઈસલ ભટી રજપુત છે અને તેણે જઈસલમેરનું રાજ્ય અને શહેર વસાવ્યું. તેને ઈ. સ. ૧૧૮૦માં બળવો થવાથી પોતાને દેશ બેડી નાશી જવું પડ્યું. સીધું જઈસલને વંશજ છે. સાંગર સીંધુને વંશજ છે. સાંગરે બાબરને પાણીપતની લડાઈમાં મદદ કરી હતી તેથી તેના છોકરા બરીઆમને બાબરે ચોધરી (મુલકને ઉપર) બનાવ્યો. પલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com