________________
(૨૪)
પાસે છે. આ નદી ચીનાબ નદીને મળે છે. આ સિવાય ચિનાબ, છેલ૫ અને સિંધુ નદીઓ મુખ્ય છે.
પર્વતો-હિમાલય અને સુલેમાન મુખ્ય છે. જમીન નદી કાંઠાનો પ્રદેશ અને જ્યાં નદીનાં પાણી નેહેરની મારફતે લેવામાં આવ્યાં છે. તે બાતલ કરીએ તે દેશ રસાળ નથી. જાલંધર દોઆબને પ્રદેશ સૈથી સાળ છે.
નિપજ–ઘઉં, ડાંગર, બાજરી, જાર, જવ, ગળી, શેરડી, કપાસ ખસખસ, તમાકુ, કેસર વિગેરે છે.
જનાવર–વાઘ, સિંહ, દીપડા, રીંછ, હરણ, શાહુડી વિગેરે જંગલી પ્રાણીઓ પર્વત ઉપર માલમ પડે છે. ગામ ઢોરમાં, ગાય, ભેંસ, બળદ, ઘોડા, ઊંટ, વિગેરે છે. સિંધુ નદીમાં માછલાંની ઘણી ચી જાતો છે.
લોક–જાટ, સીખ, રજપૂત, મેગલ, પઠાણવિગેરે જાતે છે. ધર્મ હિંદુ, મુસલમાની, અને સીખ મુખ્ય છે. ભાષા-હિંદુસ્થાની, ઉર્દુ, અને જાટકી છે.
મુખ્ય શહેરો—દિલ્હી, અમૃતસર, લાહેર, મુલતાન, સુજાતાબાદ, અને દેશી રાજ્યોમાં કાશ્મીર, જમ્મુ, પતીઆળા, ભાવલપૂર, અહમદપુરા ઝીંદ, નાભા વિગેરે મુખ્ય શહેર છે.
કાશમીર. આ દેશના રાજકર્તા રજપુત ને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. એ દેશ હિંદુસ્તાનના છેક ઉત્તર ભાગમાં છે. તેની ચારેબાજુ કારાકોરમ અને હિમાલય પહો આવેલા છે. સીમા–તેની ઉત્તરે કાર કોરમ પર્વત, પૂર્વ તિબેટ દેશ, તથા દક્ષિણે અંગ્રેજ તાબાના સ્મિતી અને લાહુલ પ્રાંત તથા પંજાબ અને પશ્ચિમે પંજાબ પ્રાંત છે.
આ રાજ્યનો વિસ્તાર ૮૦૮૦૦ ચોરસ માઈલ જમીનનો છે અને તેમાં વસ્તી આશરે ૧૫૦૦૦૦૦ (પંદર લાખ) માણસની છે. વારસિક ઉપજ– સુમારે ૮૫૦૦૦૦૦ (પંચાસી લાખ) થાય છે.
દેશનું સ્વરૂપ–ચારે બાજુ ડુંગરો છે અને ત્યાંથી જમીન ઉતરતી ઉતરતી જઈ મધ્ય ભાગે સપાટ જમીન આવે છે. સપાટ જમીનની લેબાઈ ૫ માઈલ અને પહોળાઈ ૪૦ માઈલને આશરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com