________________
(૨૧) રોજ મુંબાઈમાં નામદાર મહારાણીના પાટવી શાહજાદા પ્રીન્સ ઓફ વેસની મુલાકાત લીધી હતી. તા. ૧ લી જાન્યુઆરી સન ૧૮૩૭ના રોજ લેડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો, તે વખત મીરઅલી મુરાદખાન દિલ્હી ગયા હતા. એ દરબારમાંથી તેમને તેમના રાજ્યને માટે ઈંગ્લીશ શહેનશાહી વાવટો આપવા ઠરાવ થયો હતો. પોતે પોતાના મુલકમાં કુલ સત્તા ભોગવે છે.
નામદાર અમીર મીરઅલી મુરાદખાન બ્રિટિશ છાવણીમાં જાય તે વખત તેમને લશ્કરી સલામતી અને ૧૫ તોપ ફોડી માન આપે છે હાલ તેમની ઉમર ૩૪ વરસની છે.
ખેરપુર–એ રાજધાનીનું શહેર છે. તે સિંધુ નદીથી પુર્વમાં ૧૫ માઈલ અને રોહરીથી દક્ષિણમાં ૧૭ માઇલને છેટે છે તે મરવા નામની નહેર પર આવેલું છે. શહેરની બાંધણી સારી નથી. ત્યાં તાપ ઘણો પડે છે અને જમીન ભીનાશવાળી હોય છે તેથી હવા ગીષ્ટ છે. રાજમહેલ બજારના મધ્ય ભાગમાં છે. શહેરની બહાર બે મુસલમાન ધર્મ ગુરૂની કબર છે. તેમાં વસ્તી આશરે ૨૫૦૦૦ માણસની છે.
સાંવતવાડી. આ રાજ્ય કોકણને છેક દક્ષિણ છેડે છે. અને તેના રાજ્યકર્તા ભોસલા કુળના મરેઠા છે. તથા તે સહેસાઈની પદિથી ઓળખાય છે. સીમાઆ રાજ્યની ઉત્તરે રતાગીરી છો, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણે પોટુંબીજનું ગોવા પણું, અને પૂર્વે કોલ્હાપુર તથા બેલગામ છલ્લો છે.
આ રાજ્યનો વિસ્તાર ૯૦૦ ચોરસ મિલ જમીન જેટલો તથા તેમાં ૧ શહેર અને ૨૫ ગામ છે. વસ્તી ૧૭૫૦૦૦ (પોણાબે લાખ) માણસની છે. વાર્ષિક ઉપજ રૂ૩૨૫૦૦૦ (ત્રણ લાખ પચીસ હજાર)ને આશરે થાય છે. દેશનું સ્વરૂપ-મુલક છેક ઊંચો નીચો છે. તેમાં ડુંગરા, નાળાં, નદીઓ, અને જંગલ ઘણાં છે. તેમાં સરસ જાતને સાગ થાય છે. અને પર્વતોમાંથી લોઢાના ગુચ્છા જડે છે. પૂર્વ તરફનો ભાગ ઘાટના પશ્ચિમ ઉતાર ઉપર હેઇને ઘોડોક ઘાટને મથાળે ગએલો છે. હવા શરદ છે. વરસાદ ઘણો પડે છે. જમીન ભેજવાળી છે. નિપજડાંગર, ઘઉં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com