________________
(૨૦) બેઠો તા. ૧૧મી ઓગસ્ટ સને ૧૮૧૫ના રોજ વાગડના લુંટારાઓએ, કપ્તાન મિકમએ ઘાટીલા પાસે છાવણું કરી હતી તે લુંટી; જેથી રાવ વાગડ ઉપર ચઢયા અને કનલ ઈષ્ટની સરદારી નીચે તા. ૧૪મી ડિસે
મ્બર ના રોજ ૪૦૦૦ અંગ્રેજી અને બીજા ગાયકવાડી સ્વારોનું લશ્કર આવ્યું. કેટલાએક લુટારાઓ તાબે થયા અને હુશેન મીયાં વગેરે કેટલાએક સામે થયા તેથી તા. ૨૫મી ડીસેમ્બરને રોજ લડાઈ ચાલી. આખરે હુશેનમીયાં તાબે થયો તથા અંજાર પ્રગણું ઈગ્રેજોએ જીતી લીધું. આ પ્રગણું ઈ. સ. ૧૮૨૩માં અંગ્રેજોએ રૂ. ૮૮ હજાર લેવા કબુલ કરી રાવને સોંપ્યું. કચ્છની ખટપટ મટી નહિ અને તોફાન ચાલતાં રહ્યાં તેથી કચ્છ ખાતે સને ૧૮૧૮ના જાન્યુઆરી માસથી ઈગ્રેજ સરકાર તરફથી રેસીડન્ટની નીમનોક થઈ. પહેલે રેસીડેન્ટ જેમ્સ મિકમ નીમાયો હતો.
રાવ ભારમલજીથી રાજ્યનો બંદોબસ્ત બરાબર રહી શકે નહિ. તેથી તેમને સને ૧૮૧૯ની સાલના હુનાળામાં ગાદીએથી પદભ્રષ્ટ કરી કેદમાં રાખી તેમના ત્રણ વરસના કુંવર દેશલજીને બેસાડ્યા. કુંવરની બાલ્યાવસ્થાને લીધે સરકારે રાજ્ય ચલાવવાને રેસીડેન્ટ, દિવાન અને બીજા ચાર સરદારો મળી ૬ મેમ્બરોની કમીટી નીમી. અંગ્રેજ સરકારે બાળરાજા રાવ દેશલજીને સારી કેળવણી આપી અને તે જ્યારે ૧૯ વરસની ઉમરના થયા એટલે તા. ૮મી જુલાઈ સને ૧૮૩૪ના રોજ રાજ્યને કુલ અધિકાર સોપી દી. કચ્છમાં અંગ્રેજ સરકાર તરફથી રેસીડેન્ટ નામનો અધિકારી રહેતો હતો તે હેદો બદલી સરકારે તા. ૧લી એપ્રીલ સને ૧૮૪૦થી પોલીટીકલ એજંટ એમાં ઠરાવ્યો. જાડેજાઓ દીકરીઓને દુધ પીતી કરતા હતા તે ચાલ દુર કરવા રાવ દેશલજીના રાજ્યના વખતમાં એક ફંડ થયું. જેમાંથી જે જોડે ગરીબ માલમ પડે તેને દીકરી પરણાવતી વખત ૪૦૦ કરી આપવી એમ છે. ઈ.સ. ૧૫૧ માં એક દવાખાનું તથા નિશાળ બ ધાવ્યાં. ઈ. સ. ૧૮૫રમાં ગુલામોના વેપાર તથા સતી સમાધ વિગેરેના દુષ્ટ ચાલ બંધ કરાવ્યા. તેમના વખતમાં પ્રથમ કુશળચંદ ત્યાર પછી મહેતા અંબારામ ત્યાર પછી ઠકર નાનજીએ દિવાનગીરી કીધી. તેમના પછી આગ્રાના મુનશી બિહારીલાલને બોલાવી તેમને દિવાન બનાવ્યા. તે રાજકારભારમાં એટલો બ કુશળ હતો કે તેના ઉપર રાવ પોતાનો અને પ્રજાનો બહ યાર હતો.
२७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com