________________
(૨૧) શહેર ભુજનગરમાં રાજગાદી સ્થાપી. અને ઈ. સ. ૧૫૪૦ માં માંડવી બંદર વસાવ્યું જેડે આજ આખા કચ્છને વેપાર ચાલે છે. છછરબુટાએ જે કીમતી સેવા બજાવી હતી તેની બુજ કરી તેને સાત ગામ ઈનામમાં આપ્યાં તથા બીજા જે જે માણસેએ આફતના વખતમાં મદદ કરેલી તેમની પણ નોકરીની બુજ કરી તેમને ગામો આપ્યાં.
જામરાઓળને ખેંગારજી ઉપરનું વેર હમેશાં મનમાં આવતું હતું તેથી તેમણે નવાનગરમાં પોતાનો દરબાર ભરી લખપસાદે ઈનામનું બીડું ફેરવ્યું કે કોઈ ખેંગારજીનું માથે લાવે તેવો છે. જે લાવે તે તેને એ ઈનામ આપું. આ બી ૧૨ સખસેએ મળીને લીધું અને કચ્છમાં આવી પોતાનો વિચાર પાર પાડવાને માટે છૂપા ફરતા હતા. એક વેળા રાવ ખેંગારજી જંગલમાં એકલા શિકાર કરવા ગયા હતા ત્યાં પેલા ૧ર જણ જઈ પહોંચ્યા અને રાવ ખેંગારજીને ઘે; પણ આ વખતે તેમણે એવી હાથચાલાકી કરી તલવાર ચલાવી કે તે બારે જણને કતલ કયો.
રાવશ્રી ખેંગારજીને ભોજરાજજી અને ભારમલજી એ નામના બે કુંવર હતા. તેમાંના પાટવી ભોજરાજજી રાયધર હાલાની મદદમાં ગયા તે વખત એક તીર વાગવાથી ત્યાં મરણ પામ્યા હતા. તેમને કુંવર અળીયોજી હતો પણ તે રાવશ્રી ખેંગારજી ઈ. સ. ૧૫૮૫ માં મરણ પામ્યા ત્યારે તે કુંવરને પડતા મુકી ભારમલજી ગાદીએ બેઠા. રાવ ભારમલજીના વખતમાં ગૂજરાત પાદશાહ મુજફર ત્રીજો રાજ્ય ખોયા પછી કેટલાએક વરસ સુધી જુદે જુદે ઠેકાણે અથડાયો પણ છેવટ કચ્છમાં નાશી આવેલો તે પકડાયો, પણ રસ્તામાં જતાં અસ્ત્રાથી આપઘાત કરી મરણ પામ્યો અને ગુજરાતનું રાજ્ય દિલ્હીના પાદશાહ અકબરને તાબે થયું. અકબરશાહના મરણ પછી દિલ્હીની ગાદીએ તેનો પુત્ર સલીમશાહ બેઠો હતો તે ગુજરાતમાં આવ્યો ત્યારે રાવ ભારમલજીએ તેની મુલાકાત લીધી. આ મુલાકાત વખત ભારમલજીએ રૂપીઆ, મહેરો અને ૧૦૦ ઘોડા નજર કે તેના બદલામાં સિલીમે પોતાને બેસવાનો ધો, હાથી, ખંજર, તલવાર તથા જડાવની વીંટીઓ બક્ષીસ આપી તેમજ કેરીના ચલણનો સિક્કો પાડવાને પરવાનગી આપી હતી.
રાવ ભારમલજી ઈ. સ. ૧૯૩૧ માં મરણ પામ્યા. તેમના પછી કુંવર ભોજરાજજી ગાદીએ બેઠા. તેમના વખતમાં કંઈ જાણવા જેવા બનાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com