________________
(૧૯) જામ વેહેણછ ઈ.સ. ૧૪૫માં મરણ પામ્યા તેમના પછી કુંવર મુલજી ગાદીએ બેઠા. મુલજીને કંઈ રોગ થવાથી તેમના શરીરના સાંધા સુઇ ગયા હતા અને તેથી તેઓ જાતે લડવા જવાને અશક્ત હતા તેથી તેમના બાપના વખતના સ્મએ તેમના ઉપર હુમલો કરવા માંડ્યો. પરંતુ ઈશ્વર કૃપાથી શરીરના સાંધા સારા થયા અને દુશ્મનો સાથે લડાઈનું કામ આરંવ્યું. જે જે તેમના ઉપર દુશ્મનાવટ રાખતા હતા તે તમામને વશ કર્યા પણ ઈ. સ. ૧૪૭૦માં કાઠીઓ સાથેની એક લડાઈમાં ભરાયા.
જામ મુલજી પછી કુંવર કાંજી ગાદીએ બેઠા. કોઈએ - તાના બાપને મારનાર કાઠીઓ ઉપરનું વેર મનમાં રાખી તેમને કછમાંથી કહાડી મુક્યા. અને ગેડીનો વાધેલો સરદાર જે કાઠીઓને પ્રથમ આશ્રય આપતો હતો તેને પણ માર્યો.
કયોજી ઈ. સ. ૧૪૯માં મરણ પામ્યા તેમના પછી કુંવર અને મરજી ગાદીએ બેઠા. જામ અમરજીના રાજ્યના વખતમાં કાબુલનો પાદશાહ કચ્છ ઉપર આવ્યો અને સ્વારી વેશે મા. પરંતુ તેમણે તે વાત કબુલ નહિ કરતાં લડાઈ આર ભી. તેમાં ભારે યુદ્ધ થયું અને મુસલમાનોને હરાવી પાછા કહાડ્યા. તે પણ તે લડાઈ વખતે તેમને એક જખમ લાગવાથી મરણ પામ્યાં ઈ. સ. ૧૫૧૦.
જામ અમરજીએ મરતી વેળા પોતાના કુંવર ભીમજીને કહ્યું કે તમે પાટવી છે; પરંતુ તમારી માને ઓધાન છે માટે જે તેને કેવર થાય અને તેને ગાદીએ બેસાડે તો મારો જીવ ગતે જાય. ભીમજીએ એ વાત કબુલ કરી અને બાઈને પુરે દિવસે કુંવર સાંપડ્યો જેનું નામ આમર આમરાણું પાડવું તથા તેના નામની વાઈ ફેરવી અને પોતે કારભાર કરવા માંડ્યો જ્યારે કુંવર ૧૫ વરસનો થયો ત્યારે ભાઈઓએ મળી વિચાર કર્યો કે આ કુંવર મંદ બુદ્ધિનો છે. અને તેનાથી રાજ્ય ચલાવાશે નહિ તેથી ભીમજીને કહ્યું કે તમે ગાદીએ બેશે પણ તેમણે કહ્યું કે પિતાજીનું વચન પાય નહિ ત્યારે ભાઈઓએ ફેર કહ્યું જે તમે ગાદીએ નહિ બેસશે તે દુશ્મનો રાજ્યને જીતી લેશે અને બાપનું નામ જશે. જ્યારે તેમનો અતિશય આગ્રહ દીઠે ત્યારે ભીમજી ગાદીએ બેઠા. ભીમજીના રાજ્યના વખતમાં બાડાવાળા જામરણજીના વંશમાં જામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com