________________
( ૧૨૩)
કાલ્હાપુર.
કાલ્હાપુરના રાજા એ સુર્યવંશી મરેઠા છે તથા તે ‘મહારાજાની’ પદિવથી ઓળખાય છે.
સીમા—મા રાજ્ય દક્ષિણ મહારાષ્ટ દેશમાં છે. તેની ઉત્તરે વરના નદી આવેલી છે અને તેથી તે સતારાના મુલકથી જુદો પડેછે. ઈશાન કોણે ક્રિશ્ના નદી માવેલી છે તેથી તે સંગલી, મીરજ અને કુર્દવાડથી જુદો પડેછે. પુર્વે તથા દક્ષિણે ખેલગામ છઠ્ઠો અને પશ્ચિમે સિંહાદ્રિ પર્વત છે તેથી તે સાવતવાડીનાં રાજ્ય તથા રત્નાગીરીથી જુદો પડે છે.
આ રાજ્યના વિસ્તાર ૨૮૧૬ ચોરસમાઇલ જમીનનેા છે અને તેમાં પાંચ શહેર અને ૧૦૫૬ ગામ છે. વસ્તી આશરે ૮૦૦૦૦૦ (આઠલાખ) આશરે થાયછે.
માણસની છે. વારસિક પેદાસ ૨૨૨૦૦૦૦ (ખાવીસ લાખ વીસહાજારને) દેશનું સ્વરૂપ—દેશ પહાડી અને જંગલાથી ભરેલો છે. ડુંગરનો ઘાટ છે તે ઘાટને મથાળેથી પુર્વ તરફ દેશ ઉતરતા જાયછે. પુર્વ તર*નો ભાગ જરા ખુલ્લો છે.
નદીઓ—ક્રશ્ના એ મહાબળેશ્વરના ડુંગરમાંથી નીકળી અગ્નિ કોણ તરફ સતારા છઠ્ઠો અને ગ્મા રાજ્યના ઇશાનકોણના ભાગમાં વહીને અગાડી ખેલગામ જીલ્લામાં થઈ ત્યાંથી સોલાપુર અને ધારવાડ એ છઠ્ઠાએની સરહદ કરી ત્યાંથી હેદરાખાદ (નિામ)ના મુલકમાં પ્રવેશ કરી અગાડી મદ્રાસ ઇલાકાના પુર્વ કિનારે ખગાળાના ઉપસાગરને મળેછે. ક્રુષ્ણા નદી એ કોલ્હાપુરનું રાજ્ય અને મહારાષ્ટ્ર દેશની જાગીરાની વચલી સીમાએ છે. ૨ વારણા એ નદી પશ્ચિમના મોટા ઘાટમાંથી નીકળી સાંગલી પાસે કૃષ્ણાને મળેછે. વારણા એ મા રાજ્ય તથા સતારા જીલ્લાની વચલી સીમા ઉપર છે. સિવાયની ખીજી અનેક નાની નદી ધારની ઓળના ડુંગરોમાંથી નીકળી પુર્વ તરફ ઉપલી નદીઓને મળેછે. હવા. સુખદાયક એટલે નિરોગી છે. વરસાદ ધણા અનેતે નૈરૂત્યકોણ તરફથી વરસે છે.
જમીન તથા નિપજ—નદીમાના કાંઠાની જમીન ધણીરસાળ અને એ શિવાયની સાધારણ છે. નિપજમાં મુખ્ય કરીને જુવાર, ડાંગર, શુંરડી, તમાકુ, કપાસ, મરચાં કસુખે અને તમામ ાતનાં કુંડાળ થાયછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com