________________
(૧૬)
ચિરકારી. આ રાજ્ય રજપૂત રાજાના તાબામાં છે, અને રાજકર્તા “મહારાજ સીપેહદાર-ઉલ-મુલ્ક”ના પદથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉતરે સુરીલા નામનું સ્થાન, દક્ષિણે ગુરહર સંસ્થાન,નિત્યકોણમાં અલીપુરા અને અગ્નીકોણમાં પહેરી તાબાને મુલક આવેલો છે. આ રાજ્ય બુદેલખંડના ઉત્તર ભાગમાં છે. તેમાં ૭૭ પોરસમૈલ જમીન તથા ૨૮૭ ગામ છે તેમાં આશરે ૧૪૩૦૦૦ માણસની વસ્તી છે. તેમાં ૧૩૫૦૦૦ હિક ૬૦૦૦ મુસલમાન વિગરે પરચુરણ જાતો છે. વાર્ષિક ઉપજ ૫૦૦૦૦૦ (પાંચ લાખ) ને આશરે થાય છે. ખંડણી રૂ ૮૫૮૩ ભેના અને ચંદાલ પ્રગણુંને માટે આપે છે.
દેશનું સ્વરૂપ-મુલક ઘણું કરીને સપાટ પણ પથરીયા છે. પાણીની આવદાની સારી છે. આ દેશમાં ઝાડી અને જંગલો છેજ નહિ. હવાગરમ પણ સુખદાયક છે. જમીન રસાળ છે. તેમાં ઘઉં, બાજરી, જુવાર, કપાસ, શેરડી, ગોળ અને કઠેર વગેરે નીપજે છે. જનાવર–લે ઉપપોગી ભશે, ગાય, બળદ વિગેરે છે. લોક મુખ્ય કરીને બુદેલા, આહીર, ચંદેલી ધંધેલી, મરાઠા અને ગુજર છે મુખ્ય શહેર-ચિરકારી એ રાજધાનીનું શહેર છે. તેમાં મહારાજા રહે છે. એ શહેર બાંદેના રેલવે સ્ટેશન નથી ઘણું કરીને નિત્યકોણમાં ૩૦ મિલને છેટે છે. અને તેમાં પોસ્ટ ઓફીસ છે. દતકની સનંદ-આ રાજ્યને માટે જે પછાડી વારસ પુત્ર ન હોય તે વગર નજરાણાં આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ અંગ્રેજ સરકારે આપેલી છે. તેમજ સેનશાહી વાવટો સને ૧૮૭૭ ની સાલમાં મળ્યો છે.
ઈતિહાસ–જ્યારે અલી બહાદુરે બુદેલખંડપર ચઢાઈ કરી ત્યારે વિજય બહાદુર તેની સાથે ગયો હતો તેના બદલામાં તેને ચિરકારીનો મુલક મળ્યો. વિજય બહાદુરે અંગ્રેજનું ઉપરીપણું પહેલ વહેલું કબુલ કર્યું. તેથી ઈ. સ. ૧૮૦૪ અને ૧૮૧૧ માં તેને સનંદ કરી આપવામાં
આવી. આથી ચિરકારી અને બીજા ગામની તકરાર પતી ગઈ વિજયસિંગ ઈ. સ. ૧૮૨૯ માં મરણ પામ્યો. તેની પછી તેને છોકરો રતનસિંગ ગાદીએ બેડે આ રાજાએ બળવાની વખત સારી મદદ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com