________________
(૧૬૧) શહેરથી ઉંચાણમાં ટેકરી પર એક કિલ્લો બાંધેલો છે. તે ઈ. સ. ૧૦ માં અચલસિંગે બાંધ્યો હતો. આ કિલ્લામાં રાજ મહેલ છે અને ત્યાં રાજા રહે. છે. આ શહેરમાં પણ આફીસ અને દવાખાનું છે.
– –
ઝાબુવા આ રાજ્ય માળવાના નિરત્યકોણ તરફના ભાગમાં છે. તેના રાજકતા રાઠોડ જાતના રજપુત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે વાંસવાડાનું રાજ્ય, ઇશાન કોણ અને પૂર્વ દિશાએ ધારનો મુલક, જેબટ અને આલી રાજપુરને મુલક અને પશ્ચિમે ગુજરાત પ્રાંતના પંચમહાલ જીલ્લાનું દાહોદ પ્રગણું છે. આ રા
જ્યના તાબામાં ૧૭૩૬ ચોરસ મિલ જમીન તથા તેમાં ૮૫ ગામ છે. તેમાં ૧૦૦૦૦૦ (એક લાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ સુમારે ૨૦૦૦૦૦ (બે લાખ) થાય છે તે પૈકી હેલકર સરકારને ખંડણી ભરે છે.
દેશનું સ્વરૂપ–મુલક ઝાડી અને ડુંગરોથી ભરેલો છે. વસ્તી પણું કરીને ભીલ જેવા આળસુ જાતને લક વિશેષ છે તેથી ઘણી જમીન પડતર રહે છે. દક્ષિણ ભાગમાં વિધ્યાદ્રિ પર્વતની ઓળછે. નિપજ–ધ તમાકું, શેરડી, કપાસ, ડાંગર, મગ, અડદ, મકાઈ, બાજરી, જુવાર અને કાર થાય છે. લોકમાં મોટો ભાગ ભીલ લકનો છે. તેથી થોડા - જપૂત વગેરે હિંદુ અને મુસલમાનો છે. મુખ્ય શહેર ઝાબુવા એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. એ શહેર રતલામના રેલવે સ્ટેશનથી રત્યકોણમાં ૫૦ મિલને છેટે છે તેમજ દાહોદથી પૂર્વ અને અગ્નિકોણના ભાગ તરફ ૨૦ મેલને છેટે છે.
ઇતિહાસ–અહીંના રાજકર્તા રાઠોડ જાતના રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. તેઓ જોધપુરના રાજકતાના કુટુંબીઓ છે. ઝાબુવા અઢીસે વરસપર કાબુ નાયક નામના એક પ્રખ્યાત બહારવરીઆનું રહેઠાણ હતું. અને તે પરથી તેનું નામ ઝાબુઆ પડયું છે. ઝાંબુનાયકે તે પહાડી મુલક લઈ ત્યાં કિલ્લો બાંધ્યો હતો. હાલના રાજાના વડીલ ક્રિશ્નદાસે દિલ્હીના બાદશાહ અલાઉદ-દીનને ઝાબુવાના ભીલ સરદારો જેમણે ગુજરાત ના હાકેમના એક કુટુંબીને મારી નાંખ્યો હતો
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com