________________
(૧૫૮).
રાજગઢ. આ રાજ્ય માળવામાં ઓમતવાડાના ઉત્તર ભાગમાં છે. તેની ઉત્તરે રજપૂત સંસ્થાનમાંનું કોટાનું રાજ્ય, પૂર્વ અને પશ્ચિમે સિંધિયા સરકારને મૂલક અને દક્ષિણે નરસિંહગઢનું રાજ્ય છે. રાજ્યક–જાતના મત રજપૂત છે ને તે રાવતની પદ્ધિથી ઓળખાય છે. આ રાજ્યગઢ અને નરસિંગગત એ બે રાજ્ય મતવાડામાં છે. મતવાડાના મૂલકની લંબાઈ ઉત્તર દક્ષિણ ૫૦ મેલ ને પહોળાઈ ૧૫ મિલ છે તેમાંથી ઉત્તર તરફનો ભાગ રાજ્યગઢ તાવે છે. અને દક્ષિણ તરફને ભાગ નરસિંગ ગઢ તાબે છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૬૫૫ ચોરસ માઈલ જમીન અને ૩૩૮ ગામ તથા તેમાં આશરે ૧૧૭૦૦૦ માણસની વસ્તી છે. વાર્ષીક ઉપજ ૫૦૦૦૦ (પાંચ લાખ) ને આશરે થાય છે તેમાંથી રૂ ૮૫૧૭૦ સિંધિઆ સરકારને તાલીઅન પ્રગણાને માટે ખંડણીના આપે છે અને ૧૦૦૦ કાપી પ્રગણાને માટે ઝાલાવાડના રાજાને ખંડણીના આપે છે. દેશનું સ્વરૂપ-આ રાજ્યનો મૂલક ખાસ માળવામાં છે. મૂલક ઉંચાણમાં છે તથા તેનો ઉતાર ઉત્તર તરફનો છે મૂલક સપાટ અને ઘણે રસાળ છે. તેમાં નીપજ ઘઉં, તમાકુ, શેરડી, ગળી, કપાસ, કઠોર અને ખસખસ થાય છે. ખસખસના છોડવામાંથી અફીણ થાય છે. નદી નેવાજ અને પારવતી એ બે છે તે દક્ષિણ તરફથી આવી ઉત્તર તરફ જાય છે. લોક–રજપૂતા મરેઠા, પીંઢારા, ભીલ તથા થોડા મુસલમાન છે. મુખ્ય શહેર–રાજગઢ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજ્યક રાવત રહે છે. એ શહેર મંદસરના રેલવે સ્ટેશનથી પૂર્વમાં ૧૦૦ માઈલને છેટે છે. તેમજ રાજગઢથી નરસિંગગઢ અગની કોણે ૪૦ મિલ તથા ત્યાંથી ભોપાળનું રેલવે સ્ટેશન ૫૦ માઈલને છેટે છે.
ઈતિહાસ-આ રાજ્યના રાજ્યક રાવત કહેવાય છે. અને તેઓ ઓમત જાતના રજપૂત છે. અહીંના રાજ્યકર્તા ભોજરાજાના વંશજો છે. ઈ. સ. ૧૯૮૧ માં અહિંના સરદારનો છોકો દિવાન હતો તેણે પોતાના પિતાને રાજ્યના ભાગ પાડવાની જરૂર પડી. આથી દિવાનને ભાગ મૂલક આવ્યો તે નરસિંહગઢ કહેવાય છે. અને રાવતને ભાગ જે મુલક આmો તે રાજગઢ કહેવાય છે. અગાડી જતાં રાજગઢ સિંધિનું ખંડીયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com