________________
( ૧૫૩ ).
જહાન પાદશાહની કચેરીમાં ગયો હતો ત્યારે પાદશાહે તેને બાપની નેકરીની બુજ કરી તેને એક જાગીર બક્ષિસ કરી. રતનસિંગ પોતાની જાગીરને કબજો લેવા માળવામાં આવ્યો અને ત્યાં એક ગામ વસાવી તેનું નામ પોતાના નામ ઉપરથી રતલામ પાડયું અને ત્યાં પોતાની રાજગાદી કરી. આ પછી એરંગજેબ અને તેના ભાઈઓ વચ્ચેની એક લડાઈમાં તે મરાયો. તેની પછી તેનો પાટવી કુંવર રામસિંહ ગાદીએ બેઠે. તે ૨૦ વરસ રાજ કરી મરણ પામ્યો. તેની પછી શીવસાહ ગાદીએ બેઠે. તે અપુત્ર મરણ પામ્યો. તેની પછી ગાદીને માટે તકરાર ઉઠી પણ આખરે તેને અનારસ પુત્ર કેશોદાસ ગાદીએ બેઠો. આ રાજાને દિલ્હીના પાદશાહ સાથે અણબનાવ થયો તેથી તેણે તેને પદભ્રષ્ટ કર્યો. અને છત્રસાખિતાબ આપ્યો હતો. તેમને ૧૭ કુંવરો હતા. તેમાંના ઘણાએ જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં તેમાં મુખ્યસેવિંદગઢ, રતલામ, કિસનગઢ અને પીસનગઢ છે. ઉદયસિંહની પછી જોધપુરની ગાદીએ સુરસિંહ, ગજસિંહ, જસવંતસિંહ, અજીતસિંહ, અભયસિંહ, અને રામસિંહ થયા. આ મહારાજા પાસેથી તેના કાકા વખતસિંહે જોધપુરનું રાજ્ય લઈ લીધું. વખતસિંહ પછી તેનો કુંવર વિજયસિંહ ગાદીએ બેઠે. તેમના પછી ભીમસિંહ ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૦૪ માં મરણ પામ્યો. તેમના પછી માનસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં આ રાજ્યને અંગ્રેજો સાથે પહેલ વહેલો સંબંધ થયો. આ મહારાજાએ પોતાના જીવતાં પોતાના કુંવર છત્રસિંહને ગાદીએ બેસાડ્યો. મહારાજા છત્રસિંહ ઈ. સ. ૧૮૧૮માં મરણ પામ્યો તેથી પાળે રાજ્યનો કબજો માનસિંહે લી. માનસિંહ ઈ. સ. ૧૮૪૩ માં મરણ પામ્યો. તેને પુત્ર નહે તેથી મહીકાંઠા એજન્સીના અહમદનગરના રાજા તખતસિંહ દતક થઈ ગાદીએ બેઠા. આથી અહમદનગરની ગાદી ખાલી પડી તે ઈડરના રાજ્ય સાથે જોડી દેવા ઇગ્રેજે ઠરાવ કર્યો. મહારાજા તખતસિંહ ઈ. સ. ૧૮૭૩ માં મરણ પામ્યા. તેમના પછી વડા કુંવર જસવંતસિંહ ગાદીએ બેઠા. તે જોધપુરના હાલના મહારાજા છે આ મહારાજાને ૧૮ તોપનું માન અને લશ્કરી સલામતી મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૫૦ ૨૦ પેદલ, ૩૫૪૫ વાર, ૨૭૦ તપ અને ૨૪૦ ગેલ દાજ રાખવાની સત્તા છે. હિ. રાજપુતાણા પા. ૧૯
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com