________________
બે પાદશાહ થયા. સિકંદરના વખતમાં ઈ. સ. ૧૪૯૮ માં પોર્ટુગીઝ લોક હિંદુસ્તાનના કાલીકટમાં આવ્યા. બહલોલ લોદીએ ઘણું પ્રાંત પાછા મિળવ્યા; પણ ઈબ્રાહીમના વખતમાં કાબુલથી બાબર આવ્યો અને તેણે દિલ્હીની ગાદી લઈ લીધી.
બાબર ઈ. સ. ૧૫૨માં દિલ્હીની ગાદીએ . એ મુગલ વંશને પહેલો બાદશાહ હતો. તેના વંશજોએ ઘણી પેઢી સુધી દિલ્હીની પાદશાહી ભોગવી. બાબર પછી ઈ. સ. ૧૫૩૦માં હુમાયુ અને તેની પછી ઈ. સ. ૧૫૫માં પ્રતાપી અકબરશાહ દિલ્હીનો પાદશાહ થયો. તેણે હિંદુ અને મુસલમાન બંને પ્રજાને સરખી ગણી હતી. જાણી જોઈને તે કોઈના પર જુલમ કરતો નહોતો. તે હિંદુઓને પણ મોટા મોટા હોદાની જગાઓ આપતો. તે છતાએલા દુશ્મન પર કેદી જુલમ કરતો નહિ પણ તેમને પોતાના પક્ષમાં મેળવી લેતો. તેણે ઘણા પ્રાંત કબજે કરી પોતાના રાજ્યમાં ઘણો વધારો કર્યો. એના સગુણ વિશે લખવા માંડીએ તો એક પુસ્તક થાય પણ તે લખવાને અહિ જ નથી તેથી ટુંકાવવું પડે છે. ઈ. સ. ૧૬૦૫ સુધી અકબરે, ઈ.સ. ૧૯૨૭ સુધી જહાંગીરે, ઇ. સ. ૧૬૫૮ સુધી શાહજા હે, અને ઈ. સ. ૧૭૦૭ સુધી ઔરંગજેબે (આલમગીર) રાજ કર્યું. એરંગજેબ ઘણો નિર્દય હતો. તેણે હિંદુઓ પર ઘણે જુલમ કર્યો. એના વખતમાં દિલ્હીની પાદશાહીની ખરેખરી ચઢતી થઈ. પરંતુ તેના મરણ પછી રાજની ભાગતી થવા માંડી. કરના સુબાઓ સ્વંતત્ર થઈ ગયા અને તેમણે નવાબની પદિ ધારણ કરી રાજ કરવા માંડયું.
આવા વખતમાં મરેઠાઓને ઉપદ્રવ વધી પડ્યો. મરાઠી રાજ્યને સ્થાપનાર શિવાજી ઈ. સ. ૧૯૨૭માં જ હતો. તેણે ઈ. સ. ૧૯૬૪માં મહારાજ એવું પદ ધારણ કર્યું અને રાજગાદી રાયગઢમાં સ્થાપી. તે ઈ. સ. ૧૬૮૦માં મરણ પામ્યો. તેની પછી તેને પુત્ર સંભાજી ગાદીએ
• શિવાજીનો વાવટો ભગવા રંગનો હતો તેનું કારણકે તેને રામરવામી કરીને એક સાધુનો સમાગમ થયો હતો. તે સ્વામીએ તેની મુખ મુદ્રા જોઈને કહ્યું કે “રાજ મળવીશ” અને તે પ્રમાણે થયું તેથી તેની યાદગીરી દાખલ શિવાજી ભગવા રંગનો વાવટો રાખતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com