________________
(૮). શિવાય આખા હિંદુસ્થાનનો ઘણેખ મુલક દિલ્હીને તાબે થઈ ગયો હતું. તે પણ મહમદ તઘલખ ગાંડા જેવો હતો તેથી તેના વખતમાં કેટલાંએક મુસલમાની સ્વતંત્ર સંસ્થાન બંધાયાં. ઠેકાણે ઠેકાણે બંડ ઉડ્યાં. તેણે ઘણુઓને કતલ કર્યા. તે લડાઇઓમાં દોડા દોડ કરતે હતો. તે છેવટ સિંધની એક લઢાઈમાં ભરાયો.
તઘલખવંશને છેલો પાદશાહ મહમદશાહ થયો. તે મંદ બુદ્ધિને હતો. તેના વખતમાં પ્રાંતોના સુબેદાર સ્વતંત્ર થઈ બેઠા. ઇ. સ. ૧૩૯૮ માં તિમુરલિંગ નામે મુગલ પાદશાહે તારી દેશથી આવીને દિલ્હી ઉપર સ્વારી કરી. તેણે પ્રથમ દેશને લૂટયો તથા બાળ્યો અને હજારો માણસનાં ખુન કર્યા. પાદશાહ ગુજરાત તરફ જતો રહ્યો અને તૈમૂરલિંગ દિલ્હીમાં પેઠો. તેણે પાંચ દિવસ સુધી દિલ્હીમાં લૂટ અને કતલ ચલાવી. તેના ગયા પછી પાદશાહ ગૂજરાતથી પાછો આવ્યો પણ બો અમલ ઇકબાલખાં ચલાવતો હતો તેથી મહમદશાહ “નામનો પાદશાહ રહ્યો. તે ઈ. સ. ૧૪૧રમાં મરણ પામ્યો. અને તે વખતથી તઘલખ વંશને છેડો આવ્યો. - ઈ. સ. ૧૪૧૪ સુધી દિલ્હીની પાદશાહી ખાલી રહી અને તેજ વરસમાં મુલતાનને સુબો ખીજરખાં દિલ્હી આવી ગાદીએ બેઠો. ખીજરખાં સૈયદx વંશને પહેલો પાદશાહ હતો. તેના પછી મુબારક, મહમદ, અને આલમ શાહ એ નામના પાદશાહ તેના વંશમાં અનુક્રમે થયા. સૈયદ વંશના બધા પાદશાહ આળસુ હતા તેથી મુગલોએ અને માળવાના સુલતાનોએ તેમના પ્રાંત જીતી લીધા. છેલા પાદશાહ આલમ શાહે લાહોરના સુબા બહલોલ લોદીને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને પોતે ગાદીને હક મુકી દી.
બહીલેલ લોદી ઈ. સ. ૧૪૫૦ ગાદીએ બેઠો. તે લોદી વંશનો ૫હેલો પાદશાહ હતો. તેના પછી તેના વંશમાં સિકંદર અને ઈબ્રાહીમ એ
એક વખત એવું બન્યું કે લડાઈમાં તેનો દાંત પડી ગયો ત્યારે તેણે તે પર એક ભપકાદાર કબર ચણાવી. તેણે કાગળના કડક પૈસા , તરીકે ચલાવ્યા.
* મહમદ પેગંબરના વંશજો સાદ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com