________________
(૧૪૧) ભક્તિ બતાવી આપી હતી અને તે દિવસે પોતે ૧૫ કેદીઓને
છૂટા કર્યા.
હીઝહાઈનેસ મહારાજા શ્રી આનંદરાવ પવાર કે. સી. એસ. આઈ. ને દત્તક લેવાને હક છે. મહારાજાની ઉમર ૪૪ વર્ષની છે. તેમને હલકા રજાની સત્તા છે અને તે અંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૫ તોપ ફોડી માન આપવામાં આવે છે. અહિંના લશ્કરમાં ૨૭૬ ધોડેસ્વાર, ૮૦૦ પાયલ, એ લડાઈની તપ અને ૨૧ ગોલંદાજ છે.
ધાર—એ રાજધાનીનું શહેર છે. અને તે નિથી બોડના રસ્તા પર મોથી પશ્ચિમમાં ૩૩ માઈલ અને બરોડથી પૂર્વમાં ૧૮૩ માઈલને છેટે છે, આ શહેરની આસપાસ કોટ છે. તેમાં સારાં સારાં મકાન આવેલાં છે. તેમાં મુખ્યત્વે કરીને રાતા પથ્થરથી બાંધેલી બે ખવાઈ ગએલી મસીદ છે. આ શહેરમાં નાનાં મોટાં ૧૦ તળાવ છે. શહેરની બહાર મેદાનમાં ૪૦ ફુટ ઉંચો એક કિલો છે, તેની આસપાસ ૩૫ ફુટ ઉંચાઈનો કોટ છે. અને તેના ઉપર ચાર ગેળ અને બે ચોખંડા મીનારા છે. જેમાંના મોટા ઉપર રાજાનો મહેલ છે. દરવાજે પશ્ચિમ તરફનો છે. શહેરની ઉંચાઈ દરીઆની સપાટીથી ૧૮૦૦ ફુટ છે. તેમાં વસ્તી આશરે ૧૫૦૦૦ માણસની છે તેમાં ૧૧૦૦૦ હિંદુ ૩૦૦૦ મુસલમાન અને બીજી પરચ૨ણ જાતો છે. આ શહેરમાં ટપાલ ઓફીસ, દવાખાનું અને અફીણ તોળવાનો સાચો છે.
દેવાસ. આ રાજ્ય માળવાના દક્ષિણ ભાગમાં છે. તેમાં બે રાજકતા છે અને તે પવાર જાતના રજપુત છે. તે બંને મહારાવરાજાની પદ્ધિથી ઓળખાય છે.
સામા–આ રાજ્યની ઉત્તરે તથા વાવ્ય અને અગ્નિકોણે સિંધિ સરકારનો ઉજાણ પ્રાંત અને નૈરૂત્યકોણે તથા પશ્ચિમે હોલકર સરકારને ઇંદોર પ્રાંત છે. આ રાજ્યમાં ૨૫૭૬ ચોરસ માઈલ જમીન ર શહેર અને ૪૫૫ ગામ તથા તેમાં આશરે ૧૪૨૦૦૦ માણસની વસ્તી છે. વારસિક ઉપજ રૂ૫૦૦૦૦૦ (છ લાખ)ને આશરે થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com