________________
(૧૨૬) ને છે. ગંગા નદીને મળે છે. નર્મદા એ નદી દક્ષિણમાં અમરકંટક - ગળના ડુંગરમાંથી નીકળી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી જઈ ખંભાતના અખાતને મળે છે. તાંન્સ એ આ રાજ્યના નૈરૂત્ય કોણ તરફથી નીકળી ઈ શાન કોણ તરફ વહેતી જઈ અગાડી જતાં જમનાં નદીને મળે છે.
જમીન તથા નિપજ–પાણીની સારી આમદાનીને લીધે દેશનો જમીન રસાળ છે. નિપજમાં ડાંગર, ઘણું, બાજરી, મકાઈ, શેરડી, કેપાસ, તમાકુ, ગળી અને કઠોળ વગેરે થાય છે. હવા સારી છે. વદ ઈશાન કોણ તરફથી આવે છે.
જનાવશે–જંગલોની અંદર વાઘ, વરૂ, ચિત્રા, સાબર, હરણ વગેરે જંગલી જાનવરો છે. લોકોમાં મુખ્ય કરને રજપુત વધારે છે, શિવાય, બીજી પરચરણ જાતના હિંદુ તથા મુસલમાનો પણ છે. ભાષા હિંદુસ્તાની છે.
મુખ્ય શહેર–રેવા એ આ રાજ્યના વાવ્યકોણના ભાગમાં ટોન્સ નદીના ઉગમણા કિનારા ઉપર છે. એ શહેર રાજધાનીનું હોવાથી તેમાં મહારાજા રહે છે.
દત્તકની સનદ-આ રાજાને માટે જે મહારાજ કંઈ પણ ફરજંદ વગર મરણ પામેત વગર નજરાણું આપે હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી શેનશાહી વાવટો સને ૧૮૭૭ ની સાલમાં નામદાર મહારાણી વિકટોરીઆએ આપેલો છે. સિવાય બંધુગડ, માઉગંજ, મુકુંદપુર, રાજગડ અને સિમિરીયા એ મોટાં ગામ છે.
ઈતિહાસ–જ્યારે પૃથ્વી અસુરોના કુકમથી ઘણે ત્રાસ પામી ત્યારે બ્રહ્મા પાસે જઈ તેણે વિનંતી કરીકે મારા ઉપર વસનારા રાક્ષસોને નાશ કરે એવો કોઈ ક્ષત્રી ઉત્પન્ન કરો. આ વખતે બ્રહ્મા સૂર્યની પૂજા કરતા હતા. તેમણે હથેળીમાં જળ લઈ કહ્યું કે આમાંથી કોઈ ક્ષત્રી ઉત્પન્ન થાઓ. આ ઉપરથી તેમાંથી એક હથી આર સહીત સણગારેલો પુરૂષ ઉત્પન્ન થયો. તેને બ્રહ્માજીએ કહ્યું કે તમને અશોનો નાશ કરવાને ઉત્પન્ન કર્યા છે, માટે તે પ્રમાણે કરો. આ પ્રમાણે કહી બ્રહ્માએ તેને મૃત્યુ લોકમાં મૂળ્યો. આ પુરૂષ પોતાની હથેળીમાંથી ઉત્પન્ન થયો માટે તેનું નામ ચાલુક્યદેવ પાડવું અને તે સૂર્યના કિરણને લીધે ઉત્પન થયો માટે તે સૂર્યવંશી કહેવાય. તેના વંશમાં કેટલીક પેઢીએ સેલંક દેવ નામે રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com