________________
(૧૧૦)
પ્પાઅરના મેમ્બર તથા કમ્પનીઅનના પદને પામ્યા હતા. હલકર તથા વાલિઅરના રાજકર્તા સિંધિઓને એક બીજા વચ્ચે વંશપરંપરાથી અણબનાવ ધારવામાં આવતો હતો. ને અણબનાવ ઈ. સ. ૧૮૭૪ થી તૂટી ગયો અને બંને રાજકર્તા વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ હતી. મહારાજાને બે પુત્ર છે, જેમાંના વડા શિવાજીવ ઉર્ફે બાળાસાહેબ અને બીજા જસવંતરાવ છે. શિવાજીરાવ, કરનાલનોરમન તેમજ ઇંદર રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ મી. મિકે પાસેથી અંગ્રેજી શીખ્યા છે.
મહારાજા તુકારાવ હોલકર તા. ૧૭મી જુન સને ૧૮૮૧ના રોજ સવારના અગીઆર વાગતે ૫૩ વરસની ઉમરે કલાસ વાસી થયા. તેમણે બધું મળીને ૪૨ વરસ સુધી રાજ કર્યું. ઈસ. ૧૮૫૭માં હિંદમાં મોટો બળવો થયો ત્યાર પછી ઈંગ્લાંડમાં તુકારાવ હલકર અને બાજીરાવ સિધિઓ એ બે રાજાઓનાં નામ જેવાં પ્રસિદ્ધ થયાં હતાં, તેવાં હિંદના એક પણ રાજાનાં થયાં નહોતા. તેમની અંગ્રેજી રે.જ્ય તરફની વફાદારી સિદ્ધ થઈ ચુકેલી છે. દેશી રાજ સંબંધી કોઈ પણ મોટું અગત્યનું કામ–રાજ્યના લશ્કર સબંધી, તેમની અંદરની રાજ્ય વ્યવસ્થા સબંધી તેમનો સિમા મુકરર કરવા સંબંધી, તેમના સરદારો અને જમીનદારોની સાથેના તેમના સબંધ સબંધી, અંગ્રેજ સરકારે મધ્ય એજન્સિના હોલકર અને સિંધિઓનાં બે મોટાં રાજ્યના પ્રથમથી વિચાર જાણ્યા વગર કઈ પણ નિકાલ કીધા નથી.
તુકાજીરાવ હલકર ડાહ્યા, વિચિક્ષણ અને હેશિઆર હતા. તેમના પછી તેમના વડા પુત્ર શિવાજીરાવ ઇંદોરમાં ગાદીએ બેઠાતે હાલના મહારાજા છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિક્ટોરીઆને રાજ કયાને ૫૦ વરસ થઈ ગઆથી તેની ખુશાલીમાં હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહત્સવ પાળવામાં આવ્યો હતો તેમાં ઈંદોરના મહારાજા શીવાજીરાવે સારો લાભ લી હતી. આ વખતે તેમણે શહેરમાં રોશની કરાવી હતી. અને ગરીબ લોકોને અને વસ્ત્ર આપ્યાં હતાં તથા કેટલાક કેદીઓને પણ છુટા કર્યા હતા. વળી તેમણે હાર્ડ રીપનો દાખલો લઈ પોતાની યિતને સ્થાનિક સ્વરાજ્યને હક આપ્યો હ. મહારાજ શિવાજીરાવ બ્રિટિશ છાવણીમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતિ અને ૧૮ તેપનું માન આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com