________________
(૯૭)
ઇ. સ. ૧૭૬૫માં ૭૬ વરસની ઉમરે મરણ પામ્યો. તેની હયાતીમાં ખડેરાવનું મરણ થયું હતું તેથી માલીરાવ ગાદીએ બેઠા. માલીરાવ ગાંડો હતો તેથી રાજકારભાર તેની મા અહલ્યા ખાઇ ચલાવતી હતી.
માલીરાવ ગાંડો હતો અને વળી ગાદીએ બેઠા ને નવ માસ થયા નહિ એટલામાં તેનુ મરણ થયું, તેથી અહલ્યાબાઇએ માધવરાવ પેશ્વાની પરવાનગીથી તુકાજી હેાલકર નામે અનુભવી અને બહાદુર જુવાનને ખેાળે લીધા. હાલકરના રાજ્યનો વહિવટ અહલ્યાબાઇ ચલાવતી અને સેનાપતિનું કામ તુકાજી કરતો હતો.
અહલ્યાબાઈ ૨૦ વરસની ઉમરથી વીધવા થઈ હતી. ત્રીસ વરસ સુધી તેણે ઈંદોરનુ રાજ કર્યું. એ બાઇ બુદ્ધિવાન, ભણેલી, સદગુણી અને ઉધોગી હતી. પોતે દયાળુ અને ભક્તિભાવવાળી હતી. પ્રજા તેના પર બહુ રાજી હતી. વખાણથી તે ફુલાઇ ન જતી. તેના વખતમાં રાજ્ય સ્માખાદ થયુ, લોક સુખી થયા અને ઈંદોર શહેર માબાદીપર આજ્યું. એ જીત્રતાં વખાણુાઇ અને મુચ્યા પછી દેવી તરીકે ગણાઈ. આજ પણ તેની મૂર્તિને લોક ખરા ભાવથી પૂજેછે.
એ સદગુણી ખાઇને માટે સરજૈન માલકમ પોતાના પુસ્તકમાં લખી ગયાછે કે—એ ખાઇ વિશે જેમ જેમ વધારે તપાસ કરીએ છીએ તેમ તેમ તેને માટે સ્થાપણામાં પ્રસંશા બુદ્ધિ વધતી જાયછે. એની સારી શક્તિની વિશેષ ખુબી એ છે કે રાજકારભારનું કામ તેણેજ માથે લીધું હતું. તે સંબંધી અંતઃકરણ અને સ્મૃતિ શ્રમથી ૩૦ થી ૬૦ વરસની ઉમર સુધી એકસરખી રીતે તેણે મહેનત લીધી હતી. તે અવકાશના વખતમાં ભક્તિ કરતી તથા ધર્મ દાન પણ કરતી. તે ખુલ્લી રીતે મેાલતી હતી કે “મારી સત્તાનો ઉપીયોગ હું જે કહ્યું તેને માટે ઇશ્વરને હું જવાબદાર ધું. ” તેની સંભાળ નીચે પરમેશ્વરે જે મોટો દેશ સાંખ્યા હતો તે દેશનો રાજવહવટ ચલાવવામાં એ ખાઈએ પોતાની મભૂત શક્તિ તથા ગુણ ખળ દેખાડ્યાં તેને માટે માપણામાં તે સદગુણી બાઇ વિશે મચબો અને પ્રસંસા બુદ્ધિ પ્રથમ તો ઉત્પન્ન થાયછે. પ્રથમ પોતાના ગાંડા પુત્રની સંભાળ રાખવામાં તથા તેને ઉછેરવામાં તેની કોમળતા વિષેની તથા તે પુત્રના મૃત્યુથી તેને લાગેલા કારી જખમ વિશેની વાતો આપણા જાણવામાં આવેછે. ત્યારે તે કરતાં પણ તેનામાં એક
..
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com