________________
( ૫ ) કરવા મોકલ્યો. આ વખત દિલ્હીના પાદશાહ અને મરેઠાઓની વચ્ચે દક્ષિણમાં લડાઈ ચાલતી હતી. બંદીના રાજાએ મલ્હારરાવને મરેઠી લશ્કરમાં મોકલ્યા. નસીબ પગે મલ્હાવરાવે પાદશાહ તરફના નિજામ ઉલમુલ્કના લશ્કરમાંના એક સરદારને માર્યો, તેથી તે એકદમ અજવાળામાં આવ્યો.
તેના મામા નારણજીએ તેની આ બહાદુરી ઈપિતાની પુત્રી ગતમ બાઈ કે જે ધણી ખુબસુરત તથા બહાદુર અને બુદ્ધિશાળી હતી તેની સાથે એનું લગ્ન કર્યું. પહેલા બાજીરાવ પેશ્વાએ ઉપલી તેની નોકરીની બુજ કરી તેને પાંચસે સ્વારનો ઉપરી બનાવ્યો. તેમજ બંદીના રાજાએ બંદીકુળનું નિશાન રાખવાની તેને પરવાનગી આપી ઈ. સ. ૧૭૨૪. આ નિશાન હેલકર સરકારના રાજ્યમાં આજ સુધી છે. તે ત્રિકોણાકારે છે તથા તેમાં ઘણા અને રાતા પટા છે. એ જ પ્રમાણે મરેઠી રાજ્યની સારી નોકરી બજાવી મહાવરાવ થોડી મુદતમાં પાયરી ઉપર પાથરી એમ વધવા માંડ્યો અને તેમ કરતાં તે મેરે દરજે ચડ્યો. ઇ. સ. ૧૭૨૮માં તેની નોકરીના બદલામાં પેશ્વાએ તેને નર્મદાની ઉત્તર તરફનાં ૧૨ કગણ બક્ષિશ આપ્યાં અને ત્યાર પછી ત્રણ વરસમાં તેમાં બીજા વીસ પ્રગણાનો ઉમેરો થશે. માળવા પ્રાંતમાં બાદશાહી સત્તા હતી અને તેના તરફથી એ પ્રાંતમાં ગિરધર બહાદુર નામે નાગર અમલ કરતો હતો. એ પ્રાંત ઉપર બાજીરાવ પેશ્વા તરફથી મહાવરાવ હલકર ગ અને ગિરધર બહાદુરને હરાવી કેટલોક ભાગ જીતી લીધું. આ વખતે પેશ્વાએ તેને તે અને તેના લશ્કરના ગુજરાતને માટે ઈદોર તથા છતાઅલા મુલકમાં ઘણે ભાગ આપ્યો. ઈ. સ. ૧૭૩૪માં આખો માળવા પ્રાંત પેશ્વાને તાબે થશે. બાજીરાવ પેશ્વાએ દિલ્હીના પાદશાહ મહમદશાહ પાસે ખંડણી અને ઘ મુલક માગ્યો તે આપવાની તેણે ના પાડી, તેથી બાજીરાવ અને મલ્હાવરાવ હેલકર દિલ્હી ગયા. બાદશાહની મદદમાં તેને દક્ષિણને સુબેદાર નિજામ ઉલ મુલ્ક આવેછે તેમ જાણી તેઓ દિલ્હીથી પાછા ફર્યા. બન્ને લશ્કરની ભોપાળની પાસે મુલા કત થઈ. આ વખત મરેઠી લશ્કરે નિજામના લશ્કરને ઘેરી લીધું. આ ઘેરામાંથી છૂટવા તેજ વખતે એટલે ઇ. સ. ૧૭૩૫-૩૬માં નિજામે બાદશાહની વતી આખો માળવા પ્રાંત, નર્મદા અને ચંબલ નદી વચ્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com