SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ राजकवि नानाकनी प्रशस्ति ગુજરાત કોલેજના પ્રો. એ. વી. કાથવટેને મળી આવેલા એક અજ્ઞાત નામવાળા લેખ ઉપરથી જણાય છે કે લવણુપ્રસાદ ભીમદેવ ૨ જાને પ્રધાન હતા અને વિરધવલ તેને યવરાજ હતે. આના, સેલંકી રાણા લુણપસૌ અને તેના પુત્રે સ્થાપેલાં ધાર્મિક સ્થાને તેજ રાજાએ આપેલાં દાને ઉપરથી આ હકીકત સાબીત થાય છે. ભીમદેવ મૃત્યુ પામે છે. વીરધવલના મૃત્યુ પછી વીસલ છેલકામાં ગાદીએ આવ્યું છે. લવણુપ્રસાદ વૃદ્ધ હોવાથી પોતાના પ્રિય પુત્ર વીરમને ગાદી આપવા માટે બોલાવે છે. પણ તે પોતાના વૃદ્ધ પિતાનું અપમાન કરે છે. એટલે તેને પિતા પોતાને વિચાર ફેરવે છે. આ વખતે નાગડ પાટણમાં છે. તેને કુમાર વીસલદેવને લઈ આવવા મોકલ્યા છે. તેને ગુજરાતના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. ની ધોળકા મટી પાટણ થાય છે અને નાગડ આ નવીન રાજ્યમાં તેને પ્રધાન થાય છે. કદાચ પોતાના પુત્ર તરફ ફરીથી પ્રેમ ઉપજ થાય એ બીકથી લવણુપ્રસાદને દૂર કરવામાં આવે છે. વી૨મને વીરમગ્રામની લાંચ આપવામાં આવે છે, પણ છેવટે તે પોતાની મૂર્ખતાને લીધે પોતાનો વિનાશ કરે છે. નાગડ અથવા નાગદેવના ઉદયથી નાગરજ્ઞાતિને ઉદય થાય છે. કવિ સંમેશ્વર પુરોહિત હાઈ કાવ્યને પણ વીસલદેવના દરબારમાં સત્કાર થાય છે. રાજા પિતાની જન્મભૂમિ દર્ભાવતી( ઈ)માં યજ્ઞ કરે છે, અને ત્યાર બાદ નાગરેની શાખાઓને વીસલનગરા, ષટ્રપદ્રા (અથવા સાઠેદ્રા), કૃષ્ણપુરા (અથવા કૃષ્ણરા), ચિત્રપુરા (અથવા ચિત્રોડા) અને પ્રાશ્નિકા ( અથવા પ્રારા ), એમ વિભાગ કરીને તેના ઉપયોગ માટે બ્રહ્મપુરીઓ બંધાવી. આ જ્ઞાતિઓ તેનાં સાહિત્યનાં જ્ઞાન માટે પ્રખ્યાત છે. રાજશેખર પણ પોતાની પ્રબન્ધચતુર્વિશતી” માં ( જે ઇ. સ. ૧૪૦૫ માં લખેલી હતી) જણાવે છે કે કેટલાક નાગર તેમ જ આપણું પ્રશસ્તિને નાયક નાનાક પણ વીસલદેવના દરબારમાં રહેતો હતે. એટલે ૧ લી પ્રશસ્તિના લેખકે નાગર જ્ઞાતિ તથા નાનાકની બહુ પ્રશંસા કરી છે તેમાં નવાઈ નથી. બીજી પ્રશસ્તિમાં નાનાક વિસલદેવના દરબારમાં ગયો છે ત્યારે વેદ તથા શાસ્ત્રના વિષયમાં હતે તે પણ ખ્યાતિ થયેલી તેની પરીક્ષાનું વર્ણન આપ્યું છે, જે હકીકત માટે રાજશેખરમાં પણુ પુરા મળે છે. . આ પ્રમાણે નાનાક એક સુવિખ્યાત રાજકવિ છે એમ કહ્યું છે. તેને ભાઈ મહયું જે વેગ શાસ્ત્રમાં પ્રવીણું હતું તે પણ ખ્યાતિ મેળવે છે. રાજા તેના ઉપર પુરાણનાં વાંચનને લીધે પ્રસન્ન થાય છે. તે સોમનાથ પાટણની યાત્રાએ લઈ જઈ તેના પગ પૂજી તેને રહેવા માટે બ્રહ્મપુરીમાં મહેલ આપે છે. અને સામેવરની પૂજા કરવાની આજ્ઞા કરે છે. પાર્વથી શ્રાદ્ધ માટે બગસરા નામને ગામ પણ ભેટ આપે છે. તથા ગણ શ્રી વીરભદ્રથી એક બીજા ગામને ઉત્તમ સાતમા ભાગને ભાગીદાર પણ તે થાય છે. નાનાક વેદવેદાંગમાં પારંગત હતો તથા તેનું આખું કુટુંબ પણ જ્ઞાન તથા ધાર્મિક ભાવના માટે પ્રખ્યાત છે. તેઓ મૂળ નગર અથવા આનંદપુર( હાલનું વડનગર )ના રહેવાસી હતા, પરંતુ ચૌલુક્ય રાજાએ (ઘણું કરી જયસિહદેવે) વૈજપાપ ગોત્રનાઓને પ્રધાનપદે સેવાકરવા બદલ, આપેલા ગુંજામાં આવી વસ્યા હતા. “ચતુર્વિશતીમાં તે વીસલનગરા નાગર હોવાનું જણાવ્યું છે. આ વંશના સ્થાપનાર કાપિછલ ગોત્રના ઉપાધ્યાય સોમેશ્વર વિષે કંઈક કહેવું જોઈએ; કારણકે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી જણાય છે. બીજી પ્રશસ્તિમાં તેને “ધર્મેદ્વારધુરંધર” કહ્યો છે. આ પ્રમાણે ઈક્કાબ આપવાનું કારણ કદાચ જયાસિંહદેવના મિત્ર અને કવિ શ્રીપાલ તથા તેના પુત્ર સિદ્ધપાલ અને દ્વારકાના શંકરાચાર્ય દેવી સરસ્વતીની કુમારપાલના સમયના લેખ ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy