________________
નં. ૨૧૮ ગુજરાતના રાજા વીસલદેવના રાજકવિ
નાનાકની પ્રશસ્તિઓ.
અહીં પ્રસિદ્ધ કરેલી પ્રશસ્તિઓની નકલ આપવા માટે મારા મિત્ર શાસ્ત્રી વૃજલાલ કાલીદાસને હું આભારી છું. આ નકલે એમને માટે વડેદરા સ્ટેટના એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવ સાહેબ હરગોવિંદદાસ દ્વારકાદાસે કાઠિયાવાડમાં કેડિનાર(જૈન ઈતિહાસકારોના કેટીનાર પુર)માં એક પત્થરના ટુકડા ઉપરથી કરી હતી.
આના સંબંધમાં ભરસાદાર છાપને લાભ મને મળ્યું નથી. પરંતુ સુભાગ્યે પત્થરને સમયને શ્રી જ નશાન થયું છે અને તે સુવાચ્ય છે. પ્રશસ્તિઓ છેવટ સુધી છંદમાં સાચી છે. પણ પં.૧ લે. ૧૪ માં ગોવિંદની સ્ત્રી, નાગર બાઈ મૂહવાના નામમાં નકલ કરનારની ભૂલ થઈ છે.
પહેલી અને બીજી પ્રશસ્તિઓમાં વીસલદેવના દરબારના એક નાગર કવિ નાનાકે ખુલ્લાં મૂકેલાં સારસ્વતક્રીડકેતન અને સારસ્વત સાવરનું વર્ણન આપેલું છે. પહેલી પ્રશરિતમાં તારીખ નથી. પણ પહેલી હોવાથી તે બેમાં પહેલી તારીખની જણાય છે. તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વિ. સં. ૧૩૧૮ જ્યારે રાજા વીસલદેવ ગુજરી ગયે એના કરતાં મેડી છે; કારણ કે નં૦૧ માં વીસલદેવને રિવાજુદ્ધ અને મિત્ર” કહ્યો છે. વળી નં૧ માં નાનાકભૂતિને યુવાવસ્થાને સંપૂર્ણ ઉપભેગકરતે, ધનવાન, રાજદરબારને માનીતે વિદ્વાન, કવિ, તથા વિદ્વાનોના આશ્રય દાતા તરીકે વર્ણવ્યે છે. તેની આસપાસ કવિઓનું એક મંડળ હતું તેમાં“પ્રશસ્તિ” ને લેખક બાલ-સરસ્વતી હતે. તેને એક નીતિમાન પુત્ર તથા સ્વરૂપવાન, પ્રેમાળ, પવિત્ર અને પતિ પરાયણ સ્ત્રી હતી. તેને ભાઈ રાજ્ય દરબારમાં મેટી પદવી ઉપર હતે. છેવટે કવિ તેની પ્રશસ્તિ તે પ્રેમાળ દંપતિ તથા તેના પુત્રને આશીર્વાદના લેથી સમાપ્ત કરે છે. નં. ૨ માં પણ નાના પિતાની બુદ્ધિ કૌશલ્યથી ઉચ્ચ સ્થાનમાં સારી રીતે ગોઠવાઈ રહેતું હતું એમ વર્ણન છે. રાજા વીસલદેવે શ્રાદ્ધ કરવા માટે સેમિનાથ પટ્ટણમાં તેને મેટી પદવી ઉપર નિમ્યાનું કહ્યું છે, તેને સમય ધાર્મિક કાર્યોમાં વ્યતીત થાય છે. બીજા લેખ ઉપર તારીખ વિ. સં. ૧૩૨૮, એટલે રાજા વિસલદેવના મૃત્યુ પછી ૧૦ વર્ષની છે. આ બે પ્રશસ્તિ ઉપરથી કવિની આત્મકથા વિષે પૂરતી માહીતિ આપણને મળે છે. કુમારપાલના માસીઆઈ ભાઈ અને અર્થે રાજના પિતા તથા લવણપ્રસાદના પિતામહ ધવલહે સ્થાપેલ ધવલક્ઝક( ધેલકા)ને વાઘેલા વંશ કાવ્ય અને સાહિત્યના આશ્રયદાતા તરીકે પ્રખ્યાત છે. વિરધવલ અને લવણુપ્રસાદના દરબારમાં અથવા ખરૂ કહીએ તે વસ્તુપાલ અને તેજપાલના દરબારમાં દરેક જ્ઞાતિ અને ધર્મના કવિએનું નક્ષત્રમંડળ સદા રહેતું. આમાં કીર્તિકે મુદીને તો રાજપુરોહિત સેમેશ્વર હતો. આ બન્ને જૈન પ્રધાને પણ કવિઓ હતા એવું કહેવાય છે. વિરધવલ મૃત્યુ પામે છે, ઉગ્ર સ્વભાવના વિરમને પ્રધાન યુક્તિથી દૂર કરે છે, અને રાજશેખર મુજબ, વીસલદેવ વિ. સં. ૧૨૯૮ માં ધોળકામાં ગાદીએ આવે છે. આ કાન્તિ શાન્તિથી થઈ છે. પણ એક નજીવી તકરાર પ્રધાનની સત્તાને અંત લાવે છે. તેની જગ્યાએ નાગરમંત્રિ નાગડ અથવા નાગદેવ આવે છે.
૧ ઈ. એ. વો. ૧૧ ૫. ૯૮-૧૦૮ એચ. એચ. ધ્રુવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com