SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ गिरनारना लेख नं. ६ ४१ આશારાજના પુત્ર વસ્તુપાલ ગ્લાસ્થ્ય કેમ ન હેાય? કારણ કે સમાન શક્તિવાળા જમણી બાજીપર પ્રકાશતા તેના ભાઈ સાથે અને પાતે ડાબી તરફ રહી હિંગ્યાત્રા કરવા પીરધવલ નૃપથી સાંપાયેલા રાજ્યકારભારના રથના માટેા ભાર સુખેથી પેાતાના સ્કંધ ઉપર વહે છે. $6 રાત્રિના તિમિરને હણનાર શિશ સમાન વદનવાળા તેના માટેા ભાઈ જે લાવણ્યાંગ શબ્દ પેાતાની ઘતિ વ્યક્ત કરી સત્ય કરનાર હાવાથી લુણીગ કહેવાતા ( લાવણ્યગ=રમ્ય દેહ ) અને હું શંકા કરૂં છું કે તેને સ્વર્ગાંગનાચ્યા કામદેવને શિવે કાપથી અનંગ કર્યાં માની અને આ પુરૂષ કામદેવ સાક્ષાત્ દેહ ધારી છે તેમ માની ઉપાડી ગઈ. તેના બીજો ભાઈ મલ્લદેવ આ જગમાં રાજહંસ જેવા પ્રકાશે છે. કારણ કે તે પક્ષી જેમ રક્તચરણવાળું છે અને રમ્યગતિસંપન્ન પણ્ છે તેમ તે સત્કાર્યોને જોડાએલે છે. તે પક્ષી બ્રહ્માનું વાહન હાઈ તેની ભક્તિપરાયણ છે તેથી મહાયશ સંપાદન કર્યાં છે તેમ તેણે બ્રહ્માના ભક્તાના નાયક બની, મહા યશ પ્રાપ્ત કર્યાં. હંસ મલિન પંથ મુકી નિર્મળ માનસ સરોવરમાં આનન્દ લે છે તેમ તે પણ વિમલ મનમાં આનંદ લે છે, અને હંસને બે શ્વેત પક્ષ છે તેમ અને પણ ( માતૃ અને પિતૃ) એ શુદ્ધ પક્ષ છે. વિખ્યાત વસ્તુપાલ સુધિરહસ્ય કવિતાપરાયણ, સ્થિરમતિથી મધુર મેધ આપનાર, અને સત્કાર્યો કરનાર છે. સ્વર્ગ, તેના જ્ઞાનના કમળના પ્યાલામાં ભ્રમર સમાન છે અને તેના યશના ચંદ્રમાં હરણુ સમાન છે. અને તેના મહિમાના સાગરમાં વિષ્ણુ સમાન છે. તેના યશના પચેાધિમાં ઈન્હેં જલબિંદુ સમાન છે. સ્વર્ગની સરિતા ( ગંગા ) ફીણુના સમૂહ જેવી છે, પ્રભાપતિ વિદ્યુમના કિરણ સમાન છે, અને વિષ્ણુ સાગરને આવૃત કરવા નભ સમાન છે. કૈલાસ, ઐરાવત, શિવ, અને હિમવાળા પર્વતા મૌતિક સમાન અને કૌમુદ્ધિ તે રેતીના કહ્યુ સમાન છે. જેવી રીતે બુદ્ધિ ઘણા ગજવાળાશત્રુ નૃપને ઉન્નતિમાં વિન્ન રૂપ છે તેમ હાથીના ભયવાળા વિધ્યા પર્વતની મહાન વૃદ્ધિ અટકાવી, સૂર્યને નિર્વિન્ન માર્ગ દેનાર લેપામુદ્રાના નાથની બુદ્ધિ સાથે તુલના કરાય તેવી બુદ્ધિવાળા, જ્ઞાનના અનુરાગમાં અતિમહાન, અતિ લક્ષ્મીની દક્ષિણાથી સર્વે મનારથ પૂર્ણ કરનાર તે તેજપાલ વિરાજે છે. ભૂમિપર મહૂદેવના પૂણ્યશાળી પુત્ર પૂર્ણાસહ, શ્રી વસ્તુપાલને મહાયશવાળા પુત્ર ચૈત્રસિંહ અને તેજપાલના પુત્ર લાવણ્યસિંહ છે. કલિયુગમાં એક ચરણવાળા ધર્મને આ ત્રણ, ચાર ચરણવાળે મનાવે છે. “ નાગેન્દ્ર ગચ્છના શ્રી ભટ્ટારક ઉદયપ્રભસૂરિના આ રચેલા છે. “ ચૈત્રસિંહ આદિ લખનાર 66 ‘કુમારસિંહ આદિ કાતરનાર વગેરે વગેરે. લેખ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy