________________
गिरनारना लेखो नं. ४ “વિરાથનને પુત્ર તેનું દાન ભલે આપે; ભાસ, વ્યાસ વગેરે તેમની કવિત્વ શ્રી, પૃથુ, રઘુ આદિ વીરવ્રત અને દેવેની સેનાને ગુરૂ તેની બુદ્ધિ ઉછીની આપે, પણ વસ્તુપાલ અમને સમજાતું નથી કે તેં તારે મદ વિનાને વિવેક કયાંથી પ્રાપ્ત કર્યો છે,
“જેનાં દાન (ભેટ અને દડ) જે અર્થિઓને અને રિપુઓને સરખાં ચાલુ છે તે વસ્તુ પાલનાં અદ્દભુત કૃત્યે ખરા સ્વરૂપમાં કશું જાણે છે?
જેના દાનની વિધિથી દારિદ્રયની મુદ્રાને સત્વર નાશ થાય છે અને અખિલ વિશ્વમાં દાતા અને આર્થન એવા શબ્દને સૂત્રથી બાંધી દીધા છે અને નિરૂપયેગી બનાવી દીધા છે તે માહામાત્ય વસ્તુપાલના મહિમાની ક્યા નામથી સ્તુતિ કરીએ?
પહેલાં દીધેલા દાનથી તુષ્ટ થઈ પુનઃ આગમન કરવા નહીં ઈચ્છાવાળા વાચકને પોતે ડું આપ્યું છે એમ માની, તેમને કર પ્રસારી પહેલાં કરતાં ઘણું જ અધિક આપવા બેલાવતે ઉભું રહ્યું.
જગતને કલિના પિંક જેવા દેશોથી બગડેલું માની અને અસ્થિર ગુણે પદેપદે સંચરવા માટે પંથ ન હોવાથી ખલિત થશે, એમ માની તે માહામાત્યે જુના ધર્મને ગમન માટે પત્થર જડેલા માર્ગ જેવાં દાનનાં સ્થાને બંધાવ્યાં.
વસ્તુપાલને યશ કયાં નવીન રૂપ નથી ધારતે? તેઓને કમળપરના ભ્રમર જેવું સંદર્ય છે, સરોવરમાં ફિણના ઠગની ઉજજવળતા છે. સાગરતટના વિમલ મૌક્તિકની રમ્યતા છે. કુમુદગણુમાં જ્યારના સમાન દેખાય છે અને ગૃહના ઉદ્યાનમાં ૫૫ જેમ વેત પ્રસરે છે.
* અફસોસ! સ્વર્ગના પતિ ! મહાન આપ! તું કેણુ છે? (તે કહે) સ્વર્ગના ઉદ્યાનને રક્ષક. તે પૂછે છે-“તારે ખેદ શું છે? “ભગવાનના ઉદ્યાનમાંથી કઈક કલ્પતરૂ લઈ ગયું છે?” તે ઉત્તર કરે છે-“ના એમ ન કહે. મેં માનની કરૂણથી તેને ભૂમિપર વસ્તુપાલના નામથી માકર્યું છે.
“મહામાત્ય વસ્તુપાલના યશના ઉંચાનીચા તરંગથી સર્વ સરિતા મંડળ શ્વેત બની જવાથી, પવિત્ર ગંગાના યાત્રા કરનારા દરેક નદીને ખરેખર ત જળવાળી ગંગા ભલથી માની વિકળ થએલા મનથી અને શ્રમિત અને મંદ થએલાં ગાવાળા યાત્રાળુઓ અહીં ત્યાં ભ્રમણ કરે છે.
A “જેનું મુખ દર્શન માત્રથી દારિદ્રયને નિર્ગમન આજ્ઞા સમાન છે અને જેના પ્રસાદવાળા દષ્ટિપાત પ્રયિઓને, મિત્રને અમૃતવૃષ્ટિ સરખા છે જેના પ્રેમાલાપ સરળ અને અતુલ પરબ્રહ્મ સંવાદ તરફ સદા વળે છે તે વસ્તુપાલ સમીપમાં હોય ત્યારે કેણુ સદભાગી નથી?
તેને વિજયી અનુજ કદિ પણ નયનમાં અપવિત્ર કેપ દેખાડતો નથી. અને તેના આશ્રયથી સજ્જને આપદમાંથી સત્વર મુક્ત થાય છે. તે તેજપાલના નામથી જાણીતા છે અને આ પૃથ્વી પર ગુણસમૂહના સૌંદર્ય જે દેખાય છે.
તે શ્રીને આકર્ષણ છે, વિપત્તિને વિક્વરૂપ છે, જગતના આશયને વશ કરનાર છે. અને દિશાના પ્રાન્ત યશ મોકલનાર છે. તે શત્રુઓનાં પરાક્રમોને મૂચ્છિત કરે છે અને અન્યાય રુપી શેરને મૃત્યુ સમાન છે. આ સચિવમાં આ છ ગુણે સ્વનિર્મિત છે.
“ મલધારિ નરેન્દ્રસૂરિના..........આ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com