________________
गिरनारना लेखो नं. ३
૨૭ ચલય નૃપના હે સચિવ ! તારા સમાન શૂર, ઉદાર, અને મધુર વાણીવાળે અન્ય પુરૂષ કેઈ સ્થળે છે કે નહીં, એ ભ્રમ થવાથી તેને નિર્ણય કરવા તારો યશ ઘેરે ઘેર અને શહેરે શહેરમાં સર્વ દિશામાં તપાસ માટે ગયો છે.
“ અફસોસ, ત્રણ યુગ કંઈ પણ વીતી ગયા અને સજજની ઉત્પત્તિ અટકી છે. ઋષિજનેને દુઃખ આપતે અને જેમાં માણસે સત્કૃત્ય આચરતા નથી અને શઠે ખેલે છે તે કલિકાળ પ્રસર્યો છે. આ સંજોગોમાં, હે વસ્તુપાલ ! શિવે સાંભળ્યું છે કે તારું ચિત્ત વિશ્વની વિપત્તિ દૂર કરવામાં જ ફક્ત દેરાયું છે. તેને ગમે તે તું કર.
ભૂમિમાં ધનને સંચય મૂકી, યમના ધામમાં કેણ નથી ગયું? પણ તે વસ્તુપાલ! તું સર્વ દિશામાં સર્વત્ર ફરતા ભૂખ્યા માણસોને તે (ધનનિધિ) આપવામાં આનદ લે છે.
હે વરાહપતિ ? તારા દંતમાં તું વસુધા ધારણ કર ! એ સૂર્ય તે તેને પ્રકાશિત કર ! આ વાદળ! તમે તેના પર જળ સિંચો અને તે વસ્તુપાલ ! તું તારાં ઉદાર દાનથી તેનું રક્ષણ કર! કારણ કે વિધાતાએ એ ફરજો તારે શિર મૂકી છે.
“હે વતુપાલ! શિવની પ્રતિમાઓ સ્પષ્ટ રીતે તારામાં રહી છે, કારણ કે તું જગતને આત્મા છે. પવન માફક તારો યશ સદા પ્રસરે છે. તારું મુખ કમળ જેવું (નભ જેવું ) છે. હે મંત્રીવર! તારી મૈત્રી ભૂમિ જેમ સ્થિર છે. વારે યશ જળ સમાન મધુર છે. તારું ધર્ય સૂર્ય જેમ તિમિર હણનાર છે અને ચંદ્ર સમાન અમૃત પ્રભાવવાળે તારે કર અને અગ્નિ જે તારે દેહ ઉજજવળ કેણે નથી કહ્યો?
વૈદિક જ્ઞાન કેઈ સ્થળે સૈભાગ્ય પ્રાપ્ત કરતું નથી, કોઈ શ્રુતિને શબ્દ પણ કાનમાં લેતું નથી, નૃપે કૃપણ છે અને ગૃહમાં અતિશય વ્યય હોય છે, છતાં વસ્તુપાલ છે ત્યાં સુધી મને કઈ જ ચિંતા નથી.
તું દુષ્ટોને શબ્દ પણ સાંભળતો નથી, કોધ પ્રદર્શિત કરતું નથી, અગ્ય ચીજમાં તારી તૃષ્ણ દોરતા નથી. આથી તે વસ્તુપાલ ? તું ભૂમિપર વસતે હેવા છતાં કલિને તારા ચરણ નીચે કચરે છે.
“બહુધા (સાધારણ નિયમ પ્રમાણે ) સંતતિ તેના પિતાને અનુસરે છે. તે વસ્તુપાલ ! તારા સર્વ દેહમાંથી તારી કીર્તિ જન્મેલી છતાં બ્રાન્તિવાળી કેમ હોઈ શકે?
“દાનના અમૃતથી ભૂમિપર સિંચન કરવા વિખ્યાત વસ્તુપાલ સચિવથી બલિ અને ક૯પતને ગર્વ ઘણે એ થઈ ગયો છે.
ગજ સમાન નૃપના દરબારીઓમાં વસ્તુપાલ ભદ્રના સ્વભાવવાળો છે કારણ કે તેનામાં થી અતિમદ ઝરતા છતાં ઉન્માદ નહીં બનેલા ભદ્ર માફક સદા દાનને પ્રવાહ વહે છે, છતાં કદિ પણ પ્રમત્ત ભાવ પ્રકટ કરતા નથી.
ઘણું દેથી સાગરમાંથી ફક્ત એક જ હાથી પ્રાપ્ત થયું હતું, પણ તે વસ્તુપાલ! એક સુજ્ઞ જનથી (તારામાંથી ) સાગરમાંથી (સાગરતટના દેશમાંથી) ઘણું હાથી પ્રાપ્ત થયા છે. વસ્તુપાલ ! તેં તારા રવામિને પ્રથમ ધનપ્રવાહથી અને પછી અોથી પ્રસન્ન કર્યો છે. હવે તું જે સકૃત્યોને સિંધુ છે તેણે તેને અસંખ્ય ગજેથી પ્રસન્ન કર્યો છે.
વસ્તુપાલ ! તે ખરે સાગરની ગંભીરતા માપી છે. કારણ કે તે તેમાંથી અસંખ્ય હથી લઈ તારા સ્વામિના દ્વાર આગળ મૂકયા છે.
આ શ્લેકે ગુર્જરેશ્વરના પુરોહિત ઠાકુર સેમેશ્વરે (ચેલા) છે.
વાલિગના પુત્ર સહજિગના પુત્ર આટકના સુત વાજડના પુત્ર સ્તભપુરનિવાસી કાયસ્થ જયતસિંહ ધ્રુવ” વગેરે વગેરે વગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com