________________
गिरनारना लेखो नं. १
ભાષાન્તર
સર્વત્તને નમન નેમિજિન...................જેનું.......... ............... સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત્ ૧૨૮૮ ફાગુણ સૂદિ ૧૦ બુધવારે
શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્વાટ અન્વયને ઠકુર ચંડપ, તેને પુત્ર ચણ્ડપ્રસાદ, તેનો પુત્ર સેમ અને તેને પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલો પુત્ર લુણિગ અને માલદેવના અનજ અને તેજપાલને ૪ બધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ, તેના પુત્ર શ્રી લલિતા દેવીની સરવર સમાન કુખથી રાજહંસ સરખો જયતસિંહ જ પે. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયસિંહ રતભતીર્થમાં મદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયક પદથી, ચૌલય કળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વિરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરમાં મૂખ્ય ધવલકક છે તેમાં શ્રદ્ધાળ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અબુદાચલ વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, તંભતીર્થ, દર્ભવતી, ધવલકકક આદિ નગરોમાં તથા અન્ય સ્થાનમાં કોટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા. - તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુ જ્યના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ, તંભનપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કમીરમાં અવતાર શ્રી સરસ્વતીની વિખ્યાત મૂર્તિ - આ ચાર દેવ અને બે જિન અમ્બા, અવલોકના, શાખ અને પ્રદ્યુમ્રનાં ચાર શિખર પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દે–અશ્વપર આરોહણ કરેલા પિતાના પિતામહ શ્રી સેમ અને પિતા શ્રી આશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથ દેવ, તેને પૂર્વજો, જ્યેષ્ટ બન્યુ, અનુજ પુત્રો આદિની મૂર્તિઓવાળે સુખદદ્યાટનક સ્તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભુતિ અનેક કીર્તનપરંપરાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે શ્રીમદ્ ઉજયંત મહાતીર્થમાં પિતાના અને પોતાની પત્ની પ્રાગ્વાટ વશના શ્રી કાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રી લલિતા દેવીના પગ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્ર ગચછના ભદ્રારક શ્રી મહેંદ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રી શાન્તિસરિના શિષ્ય શ્રી આનંદસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટાર શ્રી હરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રી વિજયસેન સૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ વીશ તીર્થંકરથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીર્વાવતારનું ભવ્ય નવું મંદિર -આ સવે બાંધ્યું.
(કલેક) અમૃતના પૂરમાં અને સચીવેશ્વર વસ્તુપાલમાં આટલો તફાવત છે. પહેલું (અમૃત) મરેલાંને સજીવન કરે છે, બીજે (વસ્તુપાલ) ભૂમિપર મરતાંને જીવાડે છે.
લહમીના દાતા કુબેર, લક્ષમીપતિ વિષ્ણુ અને પ્રભુવર શિવ જ્યાં હોય ત્યાં ભલે હોયકારણ કે શક્તિમાન હોવા છતાં દીનને વૈભવના ભંડારથી તેઓ સંતોષતા નથી; જ્યારે વિખ્યાત વસ્તુપાલ પ્રતિદિન દારિદ્રયના અગ્નિથી કરમાએલી પૃથ્વીને નવા વાદળ માફક સુવર્ણથી સચે છે. હે ભાઇ! લેકે તારક ઈર્ષા સિવાય બીજી કઈ મનમાં નથી તેવા પાપી અને છ મંત્રીઓની વાત કરવામાં શે સાર છે? શ્રી વસ્તુપાલ જે પુરાતન સમયના કર્ણની માફક વિશ્વના શ્રેયના વ્રતનું પાલન કરે છે તેના ગુણેનું ગાન સર્વ એકત્ર થઈ કરે. સૂર્ય કરતાં અધિક ભેજ રાજાના
લેખ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com