________________
गुजरातना ऐतिहासिक लेख પ્રાગ્વાટ અન્વયને મુગટ, ચન્દ્રાવતી નગરીને નિવાસી, મોદી ગાંગા થઈ ગયો. તેણે ભૂમિતલનું પ્રશંસનીય કીર્તિથી પ્રક્ષાલન કર્યું હતું. તેના વ્રતમાં અનુરાગ વિષે સાંભળી કે પોતાનું શિર ડોલાવશે નહીં કે આનન્દ નહીં લે.
તેને ધરણીગ નામે સજજનેને પંથ અનુસરત, ગુણ હોવાથી પોતાના એગ્ય સ્થાનમાં રહેતા ગુણી હાર સમાન પુત્ર હતા.
તેને ત્રિભુવનમાં વિખ્યાત, શિલ સંપન્ન અને તેને અતિ પ્રિય ત્રિભુવનદેવી પત્ની હતી. આ બજીના દેહ જૂદા હતા પણું મન એક જ હતું.
તેઓએ પાવતી જેવા આચારવાળી સાક્ષાત દેવી સમાન તેમની પુત્રી અનુપમદેવીનું શ્રી તેજપાલ સાથે લગ્ન કર્યું. - સદાચાર રૂપી પુ૫ ધારતી દિવ્ય રજની, આ અનુપમદેવી મહામાત્ય તેજપાલની પત્ની જે ઉદારતાનું નિત્ય નિવાસ સ્થાન હતી તે પોતાના આખા કુલને નય, વિનય, વિવેક, ઉચિતતા, અને દાક્ષિણ્યથી ચંદ્ર માફક ઉજજવળ કરતી.
આ બજેને આ પુત્ર લાવણ્યસિંહ દુષ્ટ અોની નિરંકુશ ગતિ પર અંકુશ રાખો અને કામદેવથા પૂણે અરક્ષિત યૌવન અવસ્થામાં પણ સદાચારને પંથે ચાલતા.
તેજપાલના ભાગ્યવંત પુત્ર લુણસિંહના અતિધનથી મલિન થવાનો સંભવવાળા સદ્દગુણે તે બુદ્ધિમાનથી તેના યશનું રક્ષણ કરનારા છે. T સગુણથી પૂર્ણ આ પાત્ર જે સર્પ જેવા દુષ્ટ જનોથી ઢંકાઈ ગએલું નથી તે તેને સન્મુરુષ ઉપભેગ કરતા હોવા છતાં સદા વૃદ્ધિ પામે છે.
મલ્લાદેવ મંત્રીને પૂર્ણસિંહનામે પુત્ર હતો, જેને (પૂર્ણસિંહને) અહણદેવીથી પેથડ નામે રૂપવાન પુત્ર હતો.
તેજપાલ મંત્રીને અનુપમા પત્ની હતી. લાવણ્યસિહ તેમને આયુષ્યમાન પુત્ર હતે. નિજ પુત્ર અને નિજ પત્નીના શ્રેયાર્થે તેજપાલે અર્બર પર્વત પર નેમિનાથનું આ મંદિર
બાંધ્યું.
પૃથ્વીપર સચિમાં શ્રેષ્ઠ તેજપાલે, શંખ જેવા શ્વેત પથરોથી, ઉજવળ ઈદુસમાન અને ખીલેલા કુડ પુષ્પ સમાન, રમ્ય ઉંચા મંડપવાળું નેમિનાથનું આ મંદિર બંધાવ્યું. તેની સમીપમાં બાજુપર જિનેનાં પર (બાવન) ગૃહ અને અગ્રે બલાનક ઉભાં કર્યા.
શ્રીમાન ચ૭પને ચડુપ્રસાદ નામે પુત્ર હતું. તેને સામપુત્ર હતો. તેને અશ્વરાજ પુત્ર હતા તેને પવિત્ર હૃદયવાળા, જિનમતમાં પરાયણ અને ધર્મકાર્યોના પ્રભાવથી વાદળાને પણું નમાવનાર શ્રીમાન હિંગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ પુત્ર હતા.
મંત્રીશ્વર વરતુપાલને પુત્ર જૈત્રસિંહ અને તેજપાલને પુત્ર ધીમત લાવણ્યસિંહ દિગ્નાયકે સમાન હતા. અને હાથી પર આરહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ ) પુત્રીઓ રમ્ય લાગે છે. - સાલકી નૃ૫ વરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મંદિરમાં આ પુત્રીઓનાં () હાથીપર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કરાવ્યાં.
સરવર સમીપમાં ફલ સહિત આમ વૃક્ષ સમાન તેની પત્નીને આધાર, તેજપાલ નિજપત્ની સહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે.
વાપી, કુપ, જલાશય, વૃક્ષઘટા, તડાગ, મંદિર, સત્ર આદિ સુંદર અસંખ્ય સ્થાને આ બે ભાઈઓએ દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક માર્ગ અને દરેક પર્વત પર બંધાવેલાં અને જુનાં સ્થાન ને જીર્ણોદ્ધાર કરીને પૃથ્વીને રમ્ય બનાવતાં. એ સ્થાનેનું વર્ણન કોણ કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com