SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख દાન ભૃગુકચ્છમાંથી આપવામાં આવ્યું છે, જે હાલના ભરૂચનું સંસ્કૃતમય રૂપ છે. શક ૭૮૯ નાં ધ્રુવરાજ બીજાનાં ખણુમરાનાં પતરાંમાં' તેમ જ ખીજે પણ તે નામ વપરાયું છે. અક્રૂરેશ્વર વિષયમાં અર્જુનદેવી ગામ દાનમાં અપાયું છે. અક્રૂરેશ્વર તે ભરૂચ પરગણા તાબેના અંકલેશ્વર તાલુકા હાઈ શકે, પણ અર્જુનદેવી ગામ એળખી શકાયું નથી. દાન લેનારના નામમાં છેકછાક થઈ છે, તેથી ખાતરીપૂર્વક વાંચી શકાતાં નથી. તે નીચે મુજબ જણાય છે. સૌરૂપમાં રહેતા તાત્રિના પુત્ર બ્રાહ્મણ ભટ્ટટ વરમેવિમાં રહેતા, ચરમશર્મનને પુત્ર બ્રાહ્મણુ જખ ગુણ્ણાના આધારભૂત હતા અને જેણે પાંચ મહાશબ્દ મેળવ્યા હતા, તે હવે પછીના બધા રાજાઓને, મહત્તરાને, અને વાસાપકાર ઇત્યાદિને સમજાવે છે કે, २३६ ૫.૧૧-૧૯ તમને બધાને ખખર થાય કે શ્રી ભૃગુકચ્છમાં રહેતા હતા ત્યારે માતા પિતાના તેમ જ મારા પુણ્ય અને યશની વૃદ્ધિ માટે સૌજ્ઞપદ્રમાં રહેતા અધ્વર્યુ, કૌડિન્ય ગેાત્રના, માધ્યન્દિની શાખાના, વાજસનેયી સંહિતા જાણનારા, તાવિના પુત્ર બ્રાહ્મણ ભટ્ટ બૂટને અક્રૂરેશ્વરવિષયમાં આવેલા અર્જુનદેવી ગામના ચેાથેા ભાગ સૂર્યગ્રહણને દિવસે મેં (સંકલ્પના) જળપૂર્વક આપ્યા છે ( દાનમાં ). તેમ જ ચેાથે। ભાગ ત્રિવેદી, માથર ગાત્રના અને માધ્યન્તિનિ શાખાના વરમેવિના રહીશ ચરમશર્મનના પુત્ર બ્રાહ્મણુ જબને આપ્યા હતા. તેવી રીતે આ અર્જુનદેવી ગામ સૂર્યગ્રહણ પ્રસંગે ત્રિવેદીના કુટુંબના, સૌજ્ઞપદ્રમાં રહેતા, અસુરાયન ગોત્રના, માધ્યન્દિનિ શાખાના અધ્વર્યુ, વાજસનેયી સીહતા ભણનાર ભટ્ટ વા... ના પુત્ર બ્રાહ્મણ ભાટલને સંપના જળ પૂર્વક આપવામાં આવ્યું હતું. ૫. ૧૯–૨૫ ચાલુ શાપાત્મક શ્લોકા ૫. ૩૨-૩૬ ભટ્ટ વત્સવના પુત્ર વલભી (માંથી આવેલા) ભટ્ટ કે આ લખ્યું છે. આછા વધતા અક્ષરા હાવા છતાં આ પ્રમાણભૂત છે. ભૃગુકચ્છમાં રહેતી વખતે ભટ્ટ ાલ્લુવ દૂતક હાઈને આ દાન શ્રી નાગાવલેાકના વિજયમાન રાજ્યમાં મેં આપ્યું છે. સંવત્સર ૮૧૩ માં લખ્યું. ૧ ઈ. એ, વેા. ૧૨ પા, ૧૮૧, ૨ બહારના આવનારાઓને રહેવાની જગ્યા બતાવનાર અધિકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy