________________
વાઘેલા વંશના લેખો
નં૨૦૬ આબુગિરિ ઉપર દેલવાડાનો રાજા વીરધવલના સમયને શિલાલેખ
વિ. સં. ૧ર૬૭ ફાગણ વદ ૧૦ સોમવાર આબુ પર્વત ઉપર એક હાનાં દેલવાડાના ગામમાં શ્રી આદિનાથના મંદિરની જમણી બાજુની ધર્મશાળાની એક ભીંતમાં ચણી લીધેલા કાળા આરસના એક ટુકડા ઉપર આ લેખ કતરેલો છે. તે પત્થરની સપાટીનું માપ ૩૯ ફૂટ૪૩૧ ફૂટ છે, અને તેમાં સંસ્કૃત ભાષામાં લખેલા ૭૪ ગ્લૅકેની ૪૭ પંક્તિ છે. લિપિ હાલની દેવનાગરિ છે. પત્થર તથા લેખ બને સુરક્ષિત છે. અણહિલવાડના રાજાઓના પ્રધાને વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુંકસમારકામતથા સુધાર કરાવ્યાનું લેખમાં લખ્યું છે. તે વખતે ગુજરાતના એક ભાગમાં રાજ્ય કરતા રાજા વરધવલની વંશાવલી પણ આપી છે. તે લકી વંશની વાઘેલા શાખાને હતે. તેને પિતા ગુજરાતના ભીમદેવ ૨ જાને મુખ્ય પ્રધાન હતું. તેમાં પરમાર વંશના અમુક છ પુરુષનાં નામ પણ આપ્યાં છે. તેમાં કૃષ્ણરાજ વિરધવલને સમકાલીન અને યશેધવલ કુમારપાલને સમકાલીન હોવાનું જણાય છે. બે જૈન પ્રધાનેએ બંધાવેલાં મોટાં સાર્વજનિક તથા ધાર્મિક બાંધકામોનું ફરીથી વર્ણન કર્યું છે. લેખની તારીખ, સંવત ૧૨૬૭ એટલે ઈ. સ. ૧૨૧૧ ની છે.
૧ પ્રા. સં. ઈ. પા. ૧૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com