________________
નં. ૧૫૭ ક ભીમ ૨ જાને કિરાડુના શિલાલેખ
વિ. સં. ૧૨૩૫ વિ. સં. ૧૨૧૮ ને લેખ જે મદિરમાંથી મળ્યો હતો તે જ મન્દિરમાંથી આ લેખ મળ્યો છે. તે ૧ પુટ ૫ ઇંચ લાંબો અને ૨ ઇંચ ઉગે છે. તેમાં લખાણની સળ પંક્તિ છે. લખાણને લગભગ ત્રીજો ભાગ નીચેના ભાગમાં મધ્યમાંથી ઉખડી ગયો છે અને દરેક પંક્તિની મધ્યમાંના અમુક અક્ષરા ઘસાઈ ગયા છે. પરંતુ હકીકત બહ પ્રમાણમાં નષ્ટ થઈ નથી. લિપિ નાગરી છે અને લેખ સંભાળપૂર્વક કોતરવામાં આવ્યા છે. કેટલીક વાર પછીના વ્યંજન બેવડો લખ્યા છે. શિવની સ્તુતિને એક શ્લોક શરૂવાતમાં અને અન્તના શાપના બે શ્લેકે સિવાય બધો ભાગ ગદ્યમાં છે
શરૂવાતમાં શિવજીને નમસ્કાર છે. પછી શિવસ્તુતિને એક શ્લોક છે. ત્યાર બાદ વિ. સં. ૧૨૩૫ ના કાર્તિક સુ. ૧૩ ગુરૂવારની તિથિ આપી છે. પછી મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભદ્રારક ભીમદેવ બીજાના રાજ્યન વર્ણન છે. પછી કિરાટક૫( હાલના કરાડ )માં રાજ્યકd ખડિયા રાજા મહારાજપુત્ર મદન બ્રહ્મદેવનું નામ આપેલ છે. પછી તે રાજાના મુખ્ય મંત્રી અને સામત તરીકે નોકરી કરતા હતા તેજપાલનું વર્ણન આવે છે. તેની પત્ની જેનું નામ વાંચી શકાતું નથી તેણે અમુક દેવની (દેવનું નામ વાંચી શકાતું નથી, મૂર્તિના તુર્કોએ કરેલા ટુકડા જોયા, તેથી નવી મૂર્તિ કરાવી તેની પૂજા માટે તથા દીપના તેલ માટે અમુક દાન આપ્યું.
આમાંથી આ ઉપયોગી એતિહાસિક હકીક્ત નીકળે છે કે સોમેશ્વરની મૂર્તિ મુસલમાને એર તેડી નાંખી અને તેજપાલની પત્નીએ તે જ વર્ષમાં એટલે વિ. સં. ૧૨૩૫ માં તેમાં ફરી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ બનાવ મહમુદ ઘોરીના હુમલા સાથે બન્ધબેસતે આવે છે. કારણ તવારીખે ફેરીસ્તામાં મહમુદ ઘેરીનું આ તાળ પ્રદેશમાં થઈને જવાનું વર્ણન છે અને તેની સાલ હીજરી પ૭૪ એટલે ઈ. સ. ૧૧૭૮ એટલે વિ. સં. ૧૨૩૪-૩૫ આપેલ છે. આને અર્થે એ થાય કે ગુજરાત આવતાં રસ્તામાં જોધપુર રાજ્યના મિલાણી પરગણમાં થઈને તે પસાર થયે હશે. આ પ્રદેશ ઉડ રણના રૂપમાં છે અને તેમાં કિરાટકપ અગર કિરાતુ ઉપગી સ્થળ હેવાથી મુસલમાન બાદશાહે તેને સર કર્યું અને તેમાંના મુખ્ય મન્દિરમાંની મૂર્તિનું ખંડન કર્યું છે મુસલમાની ઇતિહાસની તારીખ આ લેખની તારીખ સાથે મળતી આવે છે.
મદન બ્રહ્મદેવ કેણ હતું તે જાણી શકાયું નથી. પાંચમી પંક્તિમાં મહારાજપુત્ર શ્રીઉદયરાજ શદ વાંચી શકાય છે. પણ બધા અક્ષરે સ્પષ્ટ નથી, તેથી તે પાઠ માટે હું બહુ ચેકસાઈથી કહી શકતો નથી. તે અટકળ ખરી ઠરે તે મદન બ્રહ્મદેવ કિરાતુના પરમાર રાજાને પુત્ર થઈ શકે. તેના બીને પુત્ર સામેશ્વર વિ. સં. ૧૨૧૮ ના લેખમાં મળી આવે છે. સંભવ છે કે મદન બ્રાવ સેમેશ્વર પછી કિરાડકુપને રાજા થયે હોય. તેને માટે ભાઈ જેમ કુમારપાળને ખંડિયે
મા ચાલકય ભીમ ૨ જાના ખંડિયે રાજ હતા. કિરાટક૫ને રાજ નામ માસલને ચાહમાન કીર્તપાલે હરાવ્યાનું સુન્ધા ટેકરીના લેખમાં છે (એ. ઈ. જે. ૯ પા. ૭ર) સંભવ છે. કે મદન બ્રહ્મદેવની પછીનો રાજા હોય.
૧ પુના એરીયાલીસ્ટ છે. ૧ - ૪ પા. ૪૧ નાનેવારી ૯૩૭ ડી. બી. ડિસ્કલકર. ૨ મુસલમાનો માટે અહી સુરત શબ્દ વાપર્યો છે, જ્યારે સાધારણ રીતે બધે તુરવા સબ્દ વપરાય છે. ૩ એ. ઇ. વ. ૧૧ ૫, ૭૨
લેખ ૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com