________________
નં. ૧૫૫
કુમારપાલને પ્રાચીન શિલાલેખ
કાઠિયાવાડમાં સોમનાથ પાટણની પૂર્વ પંદર માઈલ ઉપર પ્રાચીથી ઉત્તરે બે માઈલ છેટે એકાન્ત જગ્યામાં ભીમના દેવળ તરીકે ઓળખાતું મોટું મન્દિર છે. તે સરસ્વતી નદીના ડાબે કહે છે. પાંડવોને સરસ્વતીમાં સ્નાન કરવાની સલાહ શ્રી આપી હતી તેથી પાંડવ ભીમ ઉપરથી આ મદિરનું નામ પડયું હોય અગર ચાલુક્ય ભીમ ઉપરથી કે તેના મોટા કદ ઉપરથી પણ નામ પડ્યું હોય એવો સંભવ છે. પ્રાચીમાં ચાલુક્ય સમયના ઘણા અવશેષ મળે છે. મદિર કયા દેવેનું હશે તે કાંઈ ખબર પડે તેમ નથી, કારણ તે ખંડિત થઈ ગયું છે. ચાળીસ વર્ષ પહેલાં મનિદરને સમારકામ કરાવતી વખતે આ લેખનો કટકે મળી આવ્યો હતો. તેના બીજા કટકાનું શું થયું તે ખબર નથી. આ કટકે અત્યારે જુનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યે છે.
ડાબી બાજુથી જમણી બાજુ તરફ લા ઇંચ જેટલો ભાગ સુરક્ષિત છે. ઉપરથી નીચે સુધીની લમ્બાઈ પત્થર તૂટી ગયે હોવાથી અટકળી શકાય તેમ નથી. લેખ સંસ્કૃત સેકમાં સારી રીતે કોતરેલો છે. લિપિ નાગરી છે અને બહુ જ શુદ્ધ છે. ૨ ની પછીને વ્યંજન બેવડ લખે છે અને પૃષ્ટ માત્રા વાપરવામાં આવી છે.
- કુમારપાળ સુધીની ચાલુક્ય રાજાઓની વંશાવળી તેમાં નીચે મુજબ આપેલ છે. મૂળરાજ જેનું નામ તૂટેલા ભાગમાં નષ્ટ થયું છે, ચામુંડરાજ પં. ૩ માં દુલભરાજ ૫. ૪ થીમાં ભીમ દેવ ૧ લો પ. ૪ કર્ણદેવ પં. ૬ જયાસિંહ પં. ૬ અને કુમારપાલ ૫. ૮ માં આવે છે. રાજાએ કકુલના
કરા ગમદેવને સેમિનાથ પાટણમાં સુબો ની હોં. તેણે ધમૌદિત્ય (?) માટે આશ્ચર્યકારક હીંચકે બનાવ્યું હતું. નીચેનો ભાગ ખંડિત છે, તેથી તેમાંથી કાંઈ ઉપયોગી હકીકત મળતી નથી. લેખમાંના ધર્માદિત્ય માટે કાંઈ ખબર મળી શકતી નથી.
તેરમી પંક્તિમાં આહીર જાતિને ઉલ્લેખ ઉપયોગી છે. કુમારપાલના સૂબા ગુમદેવે તેને તાબામાં રાખેલ. સોમનાથ પાટણના રાજાઓના લશ્કરમાં તે લેકે હેવા જોઇએ. મહમુદ ગઝનીના મુસલમાની થાણુ પાસેથી તે જગા તેઓએ પડાવી લીધી હશે.
૧ પુના ઓરીએન્ટાલીસ્ટ .૧ નં. ૪ પા.૩૮ ને ૧૯૩૭ ડી. બી. હિરલકર ૨ કાઠિયાવાડ ગેઝેટીઅર ૫.૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com