SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ कुमारपालना सरनो जोधपुर ताबे रतनपुरको शिलालेख १७९ ભાષાન્તર ભૂ ભૂવા અને વર માં ફરતા અને પીઠપિનાકિન કહેવાતા શિવને નમસ્કાર કરું છું. તેને કલ્યાણ માટે જે સંભારે છે ... • પહેલાં .. • બધા રાજાએથી શોભાયમાન, મહારાજા પિરાજ બધા લડવૈયામાં શ્રેષ્ઠ, પરમેશ્વર, પિતાના બાહુબળથી રણસંગ્રામમાં ... ... હરાવનાર પાર્વતીપતિ પાસેથી વરદાન મેળવવાથી જેને પ્રતાપ બહુ પ્રઢ હતા, એવા શ્રી કુમારપાલ દેવના કલ્યાણકારી અને વિજયી રાજ્યમાં, શ્રીશંકરના પ્રસાદથી તે મહારાજ ભૂપાલ શ્રી રાયપાલ પાસેથી ૨નપર -રાસીમાં મોટું આસન પ્રાપ્ત કર્યું હતું, એવા શ્રી પૂનપાલદેવની મહારાણી શ્રી ગિરિજાદેવી, સંસારની અસારતાને ખ્યાલ કરીને અને પ્રાણીઓને અભયદાન આપવું એ મોટું દાન છે એમ જાણીને નગરમાં રહેતા બધા બ્રાહ્મણો, આચાર્યો, મહાજને તેબાળીએ અને કન્ય કરનારી પ્રજાને સંબોધિને હુકમ બહાર પાડે છે કે આજથી અમાસના પર્વને દિવસે પ્રાણુને અભયદાન આપવામાં આવે છે. રનાન કરીને, દેવ, પિતૃ અને મનુષ્યનું તર્પણ કરીને વારંવાર નગરના દેવતાની (પૂજા કરીને) આ લેક તેમ જ પરલોકમાં ફલની પ્રાપ્તિ માટે મૃત્યુ પછી યશની વૃદ્ધિ માટે દરેક માસના બન્ને પક્ષની અગીયારસ, ચૌદસ અને અમાસ તેમ જ પુણ્યતિથિએ પ્રાણીઓને જમીનના દાન સહિત અભયદાન આપવામાં આવે છે. અમારા તેમ જ ભવિષ્યમાં ગવનારા અમાત્ય તેમ જ લડાઈ અને સલેહના અમલદારો તથા પુરોહિત વિગેરે તેમ જ બધા ઠાકરેને માલુમ થાય છે .. .. ... ... મહારાજનની સંમતિથી રાજા અમલ કરે છે અને તેઓને (પ્રજાને) દંડ કરીને ભયમાં રાખે છે. આ હુકમ ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ સુધી પાળવામાં આવશે તેને કેઈએ ભંગ કર નહી. મહાભારતમાં વ્યાસે કહ્યું છે કે સગર • • ઈત્યાદિ. રામચન્દ્ર બધા ભાવિ નૃપને . . ઈત્યાદિ. મહારા વંશમાં ઉત્પન્ન થશે તેની સાથે હું જોડાએલે છઉં તેથી તેઓએ મારો હુકમ તેડવા નહીં. અમાવાસ્યાના પુણ્ય દિવસે ગામના કુંભારાએ પણ નિભાડા સળગાવે નહીં. બહીક વિનાનો થઈને તે દિવસે કોઈ પ્રાણીની હિંસા કરશે તે તેને ૪ દ્રમ્મ દંડ થશે. નલપુરમાં સારે શ્રાવક અને ધાર્મિક શુભકર નામને પ્રાગ્વાટ વંશને રહીશ હતા. તેના પતિ અને સાલિગ નામના બે દીકરા હતા. આ પ્રાણી તરફ કૃપા બતાવનારે હુકમ તેમની દ્વારા બહાર પાડવામાં આવેલ. શ્રી પૂનપાક્ષદેવના હસ્તાક્ષર છે. પારિ૦ લક્ષમીધરના પુત્ર ઠકકર જસપાલે આ લખ્યું અને તેમાં સાક્ષી કરી. લેખ ૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy