SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ નિં. ૧૪૯ અ કુમારપાલને બાલીન શિલાલેખ વિ. સ. ૧૨૧૬ શ્રા. વ. ૧ શુક્ર. ઈ. સ. ૧૧૬૦ રાજપુતાનામાં જોધપુર સ્ટેટ તાબે બાલી પરગણાના મુખ્ય શેહેર બાલીમાં બહુ અથવા બોલમાતાના મંદિરમાંના એકના સ્તભ ઉપર આ લેખ બદેલો છે. આર. એમ. રેલવે લાઈન ઉપર ખાલી સ્ટેશન છે. અત્યારે તે લગભગ ખંડિત સ્થિતિમાં છે, પણ અગાઉ મોટું શેહેર હતું. ચેહાણેનો એક વિભાગ બાલિઆ અગર બાલેયા આ બાલી ઉપરથી કહેવાય છે.? લેખની લંબાઈ ૪ ફુટ ૪ ઇંચ છે અને પહોળાઈ માત્ર ૪ ઇંચ છે. પક્તિ ૬ છે અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. પં. ચેથીમાં સંસ્કૃત પાર ને બદલે પ્રાકૃત બાર શબ્દ વાપર્યો છે. લેખની શરૂઆતમાં વિ. સ. ૧૨૧૬ શ્રાવણ વદિ ૧ વાર શકની તિથિ આપેલ છે. તે વખતે અણહિલપાટકમાં ચાલુક્ય રાજા કુમારપાલ રાજ્ય કરતો હતો અને મુખ્ય મંત્રી મહાદેવ બધા રાજ્યવહીવટ કરતે હતો. નટુલ( હાલનું નાડોલ )માં દણ્ડનાયક વયજલદેવ રાજ્ય કરતે હતો. વાલરી (હાલનું બાલી) ગામ શ્રી અણુપરમેશ્વર દેવને ભેટ આપ્યું હતું. વળી વાલરીમાં શ્રી બહરુણ દેવીની પૂજા માટે ગામની ભૂમિમાંથી એક હલ જેટલી જમીન અને વાડી વયજલદેવે દાનમાં આપ્યાં હતાં. છેલી પંક્તિમાં બે સાક્ષીના નામ છે. બહુસણ (બહઘણા) દેવી બાલીના એક બીજા વિ. સ. ૧૨૦૦ ના લેખમાં પણ આવે છે, જેમાં દેવીને પણ વસ્તભને દાન આપ્યાની હકીકત મળે છે. આ લેખમાંને દડનાયક વયજલદેવ તે ભાસ્કાના લેખમાં જાક હોવો જોઈએ. તે જ હેડ્ડામાં તે હોવાનું બીજા ત્રણ લેખમાં મળી આવે છે.૫ કુમારપાલે તેને નાડોલમાં ની હતે. બાલીના વિ. સ. ૧૨૦૦ના લેખમાંથી માહિતી મળે છે કે, ચાહમાને જે હમેશાં ચાલુકો સાથે લયાં કરતા હતા તેને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહે તાબે કર્યા હતા અને પિતાના ખંડિયા રાજા તરીકે અશ્વરાજને બાલીમાં રાખ્યા હતા. પરંતુ આ લેખ ઉપરથી એમ સમજાય છે કે, નાડેલના નવા પરગણામાં વયજલદેવને નીમ્યા હતે. સમ્ભવ છે કે ચાહમાનેએ ચાલોને નારાજ કર્યાંથી તેમને ગોડવાડમાંથી કાઢી મૂક્યા હોય અને ત્યાં રાજ્ય કરવાને વયજલદેવને નીમ્યો હોય. વળી એમ પણ કલ્પી શકાય કે આમાં વિ. સ. ૧૨૦૯ ના પાલીના લેખમાં અને વિ. ૧૨૯ ના કેરાડુના લેખમાં જે કુમારપાલના મુખ્ય મંત્રી તરીકે મહાદેવને ઉલ્લેખ છે તે વિ. સ. ૧૧૫ ના ઉજજનના લેખમાં સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી તરીકે આપેલા ૧ પુના એરિએન્ટાલીસ્ટ છે. ૧ નં. ૨ પા૪૪ જુલાઈ ૧૯૩૧ ડી. બી. દરકલાક. ૨ એન્યુઅલ રીપોર્ટ આકી. સ. વેસ્ટ. સ ૧૯૦૭-૮ પ. ૫૪ ૩ એ. ઈ. વો. ૧૧ પા. ૩૮ અને ૪૦ ૪ એ.પ. વ. ૧૧ ૫. ૩૩ ૫ એ. ઈ. વો. ૧૧ પા. ૭૦ ૬ એ. ઇ. વ. ૧૧ પા. ૬૯ ૭ એ, ઈ. . ૧૧ ૫, ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy