SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૧૪૮ અ. કુમારપાલને પાલીનો શિલાલેખ વિ. સ. ૧૨૯ જે. વ. ૪ રાજપૂતાનામાં જોધપુર સ્ટેટ તાબેના પાલી ગામમાં સોમનાથના મંદિરના સભામંડપમાં નિજમંદિર પાસેના સ્તંભ ઉપર આ લેખ છે. તેમાં ૨૦ પંકિત છે અને ૧ કુરુ ૫ ઇંચ લંબાઈમાં અને ૧ ફુટ ૪ ઇંચ ઉંચાઈમાં લખેલ છે. લેખને ઘણેખરે ભાગ ઘસાઈ ગયે છે, તેથી આરંભની સાત પંકિત વાંચી શકાય છે. બાકીના ભાગમાંના છૂટક છૂટક અક્ષરે કાંઈ ઉપયોગી હકીક્ત આપી શકતા નથી. લેખની શરૂવાતમાં વિ. સ. ૧૨૦૯ ના જ્યેષ્ઠ વદિ ૪ તિથિ તરીકે આપેલ છે. ત્યાર પછી પલ્લિકા એટલે હાલના પાલી ગામનું નામ આવે છે અને ચોથી પંક્તિમાં ચાલુક્ય રાજા કુમારપાલનું નામ આપેલ છે. તેના વર્ણનાત્મક જૂદાં જુદાં બિરૂદ પૈકી શાકંભરી ભૂપાલ એટલે કે ચાહમાન અરાજનેર હરાવ્યા બાબતનું ઉપયોગી છે. આ બિરૂદ બીજા લેખેમ પણ કુમારપાલને લગાડે લાં છે. તેના મુખ્ય મંત્રી મહાદેવનું નામ ત્યાર બાદ આપેલ છે. પંક્તિ છઠ્ઠીમાં પાલિકાવિષય કે જ્યાં ચામુંડરાજ રાજ્ય કરતે હવે તેની હકીકત છે પણ તે સંબંધી વિશેષ માહિતી આમાં કે બીજે કયાંઈથી મળી શકતી નથી. પંક્તિ ૧૮ મી માં કત્તા શબ્દથી અટકળ થાય છે કે કોઈ દાન સંબંધી આ લેખ હેવો જોઈએ. આ લેખની સાલ બરાબર બે તારીખે આવે છે, કારણ તે સાલમાં જ્યેષ્ઠ બે હતા. જે અધિક જેઠ લઈએ તે ઈ. સ. ૧૧૫૩ ના મેની ૧૩ મી તારીખ અને બુધવાર આવે છે અને બીજે જેઠ લઈએ તે ૧૧૫૩ ના ૧૨ મી જુન અને શુક્રવાર આવે છે. अक्षरान्तर १ औं सं० १२०९ ज्येष्ठ वदि ४ अोह श्री पल्लिकायां श्रीमदणहिल२ पाटकाविष्टितसमस्तराजावलीविराजितपरमभट्टारकमहारा३ आधिराज परमेश्वर उमापतिवरलब्ध प्रौढप्रतापनिजमुजविक्रमरणांग४ णविनिर्जितशाकंमरीभूपालश्रीमत्कुम( मा )रपालदेवकल्याणविजयरा५ ज्ये तत्पादपद्मोपजीविनि [ महामात्य श्रीमहादेवे ] श्री श्रीकरणादि । सम ६ स्तं व्यापारान् परिपंथयति [ सतीत्येवं काले प्रवर्तमाने ] अयेह श्रीमत्पल्लिकावि ૭ [ ?] સમસ્ત ... ... ... ... .. શીવાણુવતિ ૮ [૧ ] . • • • બાકીને ઘણે ખરો ભાગ ઘસાઈ ગયા છે. ૧ પુના એરિયેન્ટાલીસ્ટ છે. ૧ નં.૨ પા.૧ જુલાઈ ૧૯૩૬ ડી. બી. દીસલકર ૨ એ. ઇ. વ.૨ પા. ૨૨ અને ઈ. એ. વ.૪૩ પા. ૧૫. ૩ જુઓ ભીમદેવ ૨ નાનું દાનપત્ર વિ. સ. ૧૨૯૬ નું ઈ. એ. વ.૧૮ પા. ૧૧૩ 1 સુપરીન્ટડર આર્કિઓલોજીકલ સર્વે વેસ્ટર્ન સરકલ પુનાની ઓફિસમાંના રબિંગ ઉપરથી. ૫ ચિહ્નરૂપે છે. ૬ ૪૫ પછી કા શબ્દ ઉમેરા ૭ આ નામ બહુ અસ્પષ્ટ છે, પણ તેની સાલના કેરાડુના લેખ (એ. ઈ. વ.૧૧ પા. ૪૩) માં નામ સ્પષ્ટ વેચાય છે. ૮ ના દડ નકામે છે. ૯ થTICન પછી મુદ્રા ઉમેરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy