SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ गुजरातना ऐतिहासिक लेख ૩. મ્યુલરની લેખસંબંધી નોંધ આ દેહદનો લેખ પ્રસિદ્ધ કરીને મી. ધ્રુવે બહુ જ ઉપયોગી સેવા બજાવી છે. પંચમહાલની હદ ઉપરના ગામ સંબંધી હકીક્ત તેમાં મળે છે. તે વખતે પણ ગાધરા પરગણુનું મુખ્ય શેહર હતું. ત્યાં વળી સેનાપતિ નીમવામાં આવતા હોવા જોઈએ અને તેના અમલ દાહોદ સુધી હોવા જઈએ. ગુજરાત-માળવા વચ્ચે રસ્તે ગોધરા થઈને જતો અને દેહદ માળવાની સરહદ ઉપર માળવા અને ગુજરાત વચ્ચેનો સંબંધ ચાલુકાના સમયમાં પ્રતિસ્પર્ધીના જે હતો. આ બધી હકીકત ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. ચામુંડથી વિસલદેવ સુધીના લેખમાં પરમારાની ગુજરાત ઉપર અને ચાલુકાની માળવા ઉપર અનેક ચઢાઈઓનાં વર્ણન મળે છે. ભીમદેવ ૧ લો કર્ણદેવ, જયસિહ અને કુમારપાળના સમયમાં ચાલકની ચઢતી હતી. અને પરમારાને હરાવી માળવા ગુજરાત સાથે નડી દીધું હતું. જયસિંહે ગોધરામાં નિર્મલા સેનાપતિનું ઉપયેગીપણું ઉપરની હકીક્તથી વધુ સ્પષ્ટ થાય છે. જયાસિંહદેવ ૧૨૦૨ સુધી હતા, એમ આ લેખ ઉપરથી મી. ધ્રુવ ઠરાવવા માગે છે, તેમાં હું સંમત નથી. પ્રબંધચિંતામણિમાં મેરૂતુંગે જયસિંહના અવસાનની સાલ ૧૧૯ આપેલ છે. વિચારશ્રેણિમાં જયસિંહના મૃત્યુની તિથિ ૧૧૯૯ ના કાર્તિક સુ. ૩ આપી છે અને તેની પછીના રાજાની રાજ્યારોહણની તિથિ ૧૧૯ માગશર સુ. ૪ આપેલ છે. સિદ્ધરાજ અને કુમારપાળના ચમકાલીન રામચંદ્ર અને બીજા લેખકના આધારે ઉપરની તિથિઓ આપવામાં આવી છે અને તેને આ લેખના આધારે ખોટી ઠરાવવી ચોગ્ય નથી. તેનું સમાધાન નીચેના ખુલાસાથી થઇ શકે તેમ છે. મળ લેખ જયસિંહના રાજ્યમાં ૧૧૯૬ માં લખાયા હોવા જોઈએ, જ્યારે પાછળનો ભાગ ૧૨૦૨ માં જયસિંહદેવના મૃત્યુ બાદ ઉમેરાયો હોય, એમ સંભવે છે. આ કલપનાના પુરાવા માટે મૂળ લેખની લિપિ સરખાવવી જોઈએ અને જે પહલી ૯ પંક્તિની લિપિ છેવટની ચાર પંક્તિથી સહેજ પણ પ્રાચીન માલુમ પડે તો મહારે ખુલાસો પુરવાર થઈ શકે. રબિંગ બારીકીથી તપાસતાં તે ખાસ તફાવત માલુમ પડતા નથી.' શ્લેક પાંચમાને મી. ધ્રુવે જે અર્થ કર્યો છે તેને હું મળતું આવતું નથી. હું તેને અર્થ નીચે મુજબ કરું છું. આ દધિપદ્રમાં નિમાયેલા અને (જયસિહથી) મંત્રી બનાવેલાએ પોતાની માતાના શ્રેય માટે ગાગનારાયણનું મંદિર બંધાવ્યું ” મારા મત મુજબ આ દેવળ બંધાવનાર સેનાપતિ કેશવ હોવા જઈએ. નહિતર નો અર્થ જેને મંત્ર અને દીક્ષિત અનાગ્યે, અગર જેને મંત્રિ તરીકે સ્થાપે, એમ કરવો જોઈએ. ૧ માત્ર છ વર્ષના ગાળામાં લિપિમાં ઘણે તફાવત થાય, એ બનવાજોગ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy