SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ गुजरातना ऐतिहासिक लेख એવા કવ ૧ લા, કૃષ્ણ ૧ લા અને ધ્રુવ બીજાનું તેમાં વર્ણન નથી. એમ લાગે છે કે મૂળ દાનપત્રની નકલ કરનારને મોકલવામાં આવી ત્યારે એકાદ તાડપત્ર કે જેમાં આ ત્રણ રાજાઓનું વર્ણન હશે તે ગુમ થયું હોય, અને ત્યારપછી કેઈએ તે ભૂલ સુધારવાની તસ્દી લીધી નહીં. લૈ. ૧૯ માં બીજા દાનપત્રમાં લવ સૂકુંવરગના હોય છે તેને બદલે મૂવ પૂરઃ જિર્મન કાણાતાજા લખેલ છે. આ પતરાં ઉપરથી એમ સાબીત થતું નથી કે ધ્રુવ પછી ગાદીએ આવનાર કૃષ્ણ અકાલવ દક્તિવર્મનનો દીકરો હતે. આ દાનપત્ર બતાવે છે કે ધ્રુવ ૨ જે ઈ. સ. ૮૦૬ સુધી રાજ્ય કરતું હતું, જેથી તેની અને ત્યારપછી શ સ. ૮૧૦ માં ગાદીએ આવનાર કૃષ્ણ બીજા વચ્ચે ચાર વર્ષને જ સમય રહે છે અને તેટલા સમયમાં દક્તિવર્મને વચમાં રાજ્ય કર્યું હોય એ સંભવતું નથી. કૃષ્ણ અાલવર્ષના બગુમરાના દાનપત્રમાં દક્તિવર્મનનું નામ આપેલું છે, પણ તેણે રાજ્ય કર્યું એમ લખ્યું નથી. લો. ૧૯ પછી એક ત્રટક અને બે પૂર બ્લોક કુણુ અકાલવર્ષ સંબંધીન છે. દક્તિવર્મનનું નામ અસંબદ્ધ રહે છે. આ દાનપત્રમાં હજુ સુધી ન જણાએલા ધ્રુવ બીજાના પુત્ર, કર્કરાજનું નામ છે અને તે દૂતક તરીકે છે. શ. સં. ૮૦૬ માં તે ઉમર લાયક હે જોઈએ અને તેને યુવરાજ તરીકે વર્ણવેલ નથી, તેથી એમ માની શકાય કે તેને બીજે માટે ભાઈ હોવા જોઈએ.' ધ્રુવ ૧ લાંને પુત્ર કૃષ્ણ અકાલવર્ષ અને પૌત્ર ધ્રુવ બીજે હતે. ધ્રુવ ૨ જાના હેટા પુત્રને તેના પિતામહનું નામ કૃષ્ણ અકાલવષ આપવામાં આવ્યું હોય, એ અસંભવિત નથી. પણ આ કૃષ્ણ અકાલવર્ષનું સુરક્ષિત દાનપત્ર મળે નહીં ત્યાં સુધી આ પ્રશ્નને નીવેડે આવી શકે નહીં. આ દાનપત્રમાં સ્થળનાં નામ આપેલ છે, તે પૈકી કોમ્પિત્ય, કાન્તારગામ અને મહાપી નદી સંબંધી ચર્ચા થઈ ગઈ છે. મહુવા અને બારડેલી તાલુકાના નકશામાંથી જાણી શકાય છે કે દાનમાં અપાએલું ગામ ધણ્યાસહ તે વડોદરા રાજ્યના નવસારી પ્રાંતમાં મહુવા તાલુકામાંનું ઇરસા ગામ હોવું જોઈએ. તેની દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વે અનુક્રમે પુરાવી નદી, લિતહાગિકા, પઢમ શણ અને વડવલ્લી હતાં. અને તેને હાલનાં પૂર્ણા નદી, શંકરdલરી, પથરણું અને વલેહમાની શકાય. શ્રી ખેણુક શ્રીખેટકને બદલે ભૂલથી લખાયું લાગે છે. સેમેશ્વરતીર્થ શેધવું મુશ્કેલ છે. પ્રભાસ સિવાય બે સેમેશ્વર તીર્થો છે, એક પાટણ પાસેના સિદ્ધપુરમાં છે, જ્યાં ગંગા જમના અને સરસ્વતીનો સંગમ મનાય છે, બીજું ચાંદોદ પાસે કરનાલમાં છે જ્યાં નર્મદા અને ઓરસંગ મળે છે. પ્રભાસ અને પહેલું સંભવિત નથી, પણ આ બીજું કરનાલી પાસેનું સાય, એવા સંભવ છે. કવરિકા અને અહિલા હજ ઓળખાયાં નથી. [ છંદ– હે. ૧, ૧૩, ૧૫, ૩ર, ૩૫ અને ૩૬ અનુટુમ્ ; શ્લો. ૨-૫,૭, ૯, ૧૪, ૧૮, ૧૯ અને ૨૧ વસન્તતિલકા; à. ૬ ગીતિ; શ્લે. ૮, ૧૬, ૨૩-૨૭ ૨–૩૧ અને ૩૯ આર્યા . ૧૦ અને ૧૩ સધરા; શ્લો. ૧૧ અને ૨૦, ઉપજાતિ, . ૧૨, શાર્દૂલવિક્રીડિત, શ્લે. ૨૨, ઇંદ્રવંશ, લે. ૨૮ પૃથ્વી; વ્હે. ૩૩-૩૪ ઈન્દ્રવજા; . ૩૭ શાલિની અને પ્લે. ૩૮ પુપિતાગા. ] ૧ ૫. સં. ૮૦૬ ના રાજ્યના અનનો વખત હતો અને ત્યારપછીનો રાઝ છે. સં. ૮૧૦ માં ગાદી ઉપર આવેલ તેથી કને યુવરાનસિક ન થયે હેય માટે તેને યુવરાજપદ ન લખ્યું હોય, એ સંભવતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy