SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ध्रुव २जानुं नवं दानपत्र १४५ આ સાલ બ્રાતાની છેલ્લામાં છેલ્લી જાણવામાં આવેલી શ. સં. ૭૯ અને ત્યાર પછીના રાજની વહેલામાં વહેલી સાલ ૮૧૦૧ ની વચમાં છે. શ. સં. ૮૦૬ ની ધનુ સંક્રાન્તિ માર્ગશીર્ષ સુદિ બીજે દિવસે હતી. અધિક માસને લીધે તે સાલમાં તે સંકાન્તિ પૌષ માસને બદલે માર્ગશીર્ષમાં હતી. તેને મળતી ઇ. સ. ૮૮૪ તા. ૨૩ મી નવેંબરની તિથિ છે. પરિણામે આ ધ્રુવ બીજાની નવી સાલ મળી છે. અકાલવર્ષના દીકરા ધ્રુવ ધારાવર્ષની છાવણી શ્રી મેણું ટક( હાલનું ખેડા)માં હતી, ત્યારે કાપત્યના બૌદ્ધવિહારને ૮ ધધ્યાસહ » નું ગામ આપેલું, તેની નોંધ આ તામ્રપત્રમાં છે. આ દાતાના નાના ભાઈ દક્તિવમાં આ જ વિહારને સાત વર્ષ પહેલાં દાન આપેલ હતું. યુનાઈટડ પ્રોવીન્સીઝમાં કરુકાબાદ પરગણામાંનું પ્રાચીન કામ્પિત્ય આ દાનનું કાસ્પિલ્ય હશે, એવી જે કલ્પના ડો. ડી. આર. ભાંડારકરે કરી છે તે કરવાનું મન થઈ જાય એમ છે, પણ તેમાં સત્ય નથી. યુ. પી. માંનું કોમ્પિત્ય અતિ પ્રાચીન છે, જ્યારે આ કાર્પિત્ય તે નામના કોઈ બદ્ધ સાધુએ સ્થાપ્યું છે અને તે સુરતની પાસે કાન્તાગ્રામ હાલના કતારગામના પરગણામાં આવેલું છે. આ કાશ્મિભૂતીર્થ મહાપી નદીને કાંઠે હતું અને માપી તે સુરતથી દશ માઇલ દક્ષિણમાં વહેતી મિઘેલા (મઢાળા) નદી સંભવે છે. કા૫િયતીર્થ તે મિન્થલાના દક્ષિણકિનારે કતારગામની પૂર્વ ૨૫ માઈલ ઉપરનું કાસ્કિઆ હાય, એમ સૂચવું છું. તે કામ્પિત્યનું અપભ્રંશ હેય અગર તે પ્રાકૃત નામ હોય અને તેનું સંસ્કૃત રૂપાન્તર કોમ્પિત્ય થયું હોય. યુએન સ્વાંગની મુસાફરી વખતે પશ્ચિમ હિન્દમાં બૌદ્ધ ધર્મ આખર દશામાં હતું અને તેને લીધે તેની મુસાફરી પછી બૌદ્ધ ધર્મ માટેનાં દાનપત્રે બહુ થોડાં લેવામાં આવે છે. કામ્પિત્ય તેનું છેલ્લું મથક હોય અને તેમાં ૫૦૦ સાધુ રહેતા હતા, એમ લખેલ છે, પણ તેમાં કદાચ અતિશયોકિત હોય. આ વિહારના સ્થાપક સાધુ કામ્પિત્ય સંબંધી કાંઇ હકીકત મળી નથી. ઈ. સ. ૮૮૪ માં વિહારના મુખ્ય સાધુ સ્થિરમતિની માગણીથી દાન આપવામાં આવેલ છે. દાનપત્રના પહેલા શ્લોકમાં બુદ્ધના આદેશને નમસ્કાર છે. પછીના ૩૧ શ્લેમાં રાષ્ટ્રકૂટનું વંશવૃક્ષ આપેલ છે. પ્લે. ૨ થી ૧૬ સુધીમાં મૂળ વંશનું વર્ણન છે, અને બાકીનામાં ગુજરાત શાખાનું વર્ણન છે. ગોવિંદ ૧લાથી વર્ણન શરૂ થાય છે અને તેના પિતા ઈન્દ્ર અને પિતામહ દન્તિવર્મનને છોડી દીધા છે. આમાં કંઈ પણ લેક નવો નથી અને દક્તિદુર્ગ સિવાય કઈ પણ રાજાના પરાક્રમનું વર્ણન નથી. આ વર્ણન અમેઘવર્ષ ૧ લા સુધી આવે છે. આ દાનપત્રના સમયથી થોડા વખત પહેલાં ગાદીએ આવેલ કૃષ્ણ બીજાનું વર્ણન નથી, કારણ તે તરત જ ગાદીએ આવેલ હોવાથી તેની સ્તુતિના શ્લેક રાયા હશે નહીં. અને શાખા વચ્ચેનું વૈમનસ્ય તે વખતે યું હતું અને તેટલા માટે કણનું વર્ણન નથી, એમ સંભવતું નથી, કારણ તેના પિતા જે વૈમનસ્યના કારણરૂપ હતું તેનું વર્ણન છે. લેક ૧૭ થી વર્ણન વધારે વિસ્તારવાળું છે, કારણું ત્યાંથી ગુજરાત શાખા શરૂ થાય છે. તેમાં પણ કોઈ પણ બ્લોક નવો નથી. તે બધા તેના પિતામહના વડોદરાના દાનપત્રમાં અગર તેના પોતાના બગુમરાના દાનપત્રમાં મળી આવે છે. ગુજરાત શાખા સંબંધી કેટલીક ગેરસમજણું દૂર કરવા થોડી ચર્ચા જરૂરી છે. બીજાં કેટલાંક ૧ એ. ઈ. વ. ૬ પા. ૨૮૭ ૨ ઇ. એ. વ. ૧૩ પા. ૨૫ બગુમરાનું દાનપત્ર. ૩ આંહી વાકચરચના વિચિત્ર છે: પતરામાં રિયાતિનાના ભિક્ષા વક્ય ન પાઠ છે. આગળ પાછળના સંબંધ પ્રમાણે આંહી ચાથી વિભક્તિમાં શબ્દ હોવા જોઈએ અને અમુકની દેખરેખ નીચેના મને એમ અર્થ સંભવે તેને બદલે સ્થિરમતિથી ઉત્તેજિત થઈને અથવા પ્રેરાઈને એમ અર્થ થાય છે. • આ વૃજ પસંદ કરવું અગર સ્વીકારના અર્થમાં હોઈ શકે અને તેના અર્થ cવીકારાયું, એમ સંસવે છે” ( તંત્રી ). ૪ ઇ. એ. વ. ૧૨ પા. ૧૫૮, ૫ ઈ, એ. વ. ૧૨ પા ૧૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy