SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૪, વિસ્તારપૂર્વક ફરીથી - ધરસેન ૨ જાનાં બંટીયાનાં પતરાં ગુ. વ. સં. ૨૫૭ 4. વ. ૧૫ (ઈ. સ. ૫૭૩) વોટસન મ્યુઝિયમનું દફતર તપાસતાં અપ્રસિદ્ધ વલભીના દાનપત્રનાં બે પતરાંની છાપ મળી આવી હતી. સ્વ. વલભજી આચાર્ય જે પ્રથમ વોટસન મ્યુઝિયમમાં કયુરેટર હતા તેમણે છાપ ઉપર આવી નેધ કરી હતી કે આ પતરાંની છાપે ઈ. સ. ૧૯૦૪ માં તેમને કાઠિયાવાડની નૈઋત્યમાં બાટવા તાલુકાના ગામ ખન્ટિઆના ગુજરાતી મહેતાજીએ આપી હતી. એમ જણાય છે કે તેઓ તે અસલ પતરાં મેળવી શકયા ન હતા, અને તે તે મેળવવા માટે મારે પ્રયત્ન પણ સફળ થયા નહીં. પરંતુ લેખની ઉપયોગિતા ધ્યાનમાં લઈ છાપ ઉપરથી તે પ્રસિદ્ધ કરું છું. છાપ બરાબર લેવાએલી ન હતી અને ફાઈલમાં લગભગ ૨૨ વર્ષ સુધી રહ્યાથી કાગળ બહુ જ બટકણે થઈ ગયે હતે. એમ જણાય છે કે પતરાં સુરક્ષિત છે. દરેક પતરાનું માપ ૧૨ ઇંચ લંબાઈ અને ૮ ઇંચ પહોળાઈ છે અને કડી માટે બે કાણું છે. પહેલા પતરામાં ૧૭ પંક્તિ છે અને બીજામાં ૧૫ છે. લિપિ વલભી દાનપત્રોમાં વપરાતી છે. દાન આપનાર રાજાનું નામ બીજા બધામાં હોય છે તેમ ધરસેન નહીં, પણ ધર્સેન લખેલ છે. જીહામૂલીય અને ઉપધમાનીયને ઉપગ પં. ૧૫ અને ૩૦ માં થએલે છે. મુજા શબ્દ છે. ૩૦ માં દુમિન્વજુષા પછી કેતરવા માટે છોડી દેવામાં આવેલ છે. દાનપત્ર એકંદર રીતે ભૂલ વગરનું છે. લેખ યલથી કે જયાંથી દાન આપવામાં આવ્યું હતું તે શખથી શરૂ થાય છે. પછી વલભી વંશના સ્થાપક ભટાર્કથી શરૂ કરી, દાન દેનાર ધરસેન ૨ જા સુધીના રાજાઓનું દરેકનું કવિતા. ભય લ છે. આ વર્ણન બીજા ધરસેનના તામ્રપત્રમાં છે તેને મળતું આવે છે, જેને દાન આપ્યું છે તે મૈત્રાયણ શાખા અને શાંડિલ્ય ગાત્રને દેવદત્ત નામને બ્રાહ્મણ છે (૨૦). સુરાષ્ટ્રમાં કૌડિન્યપુરની ઉત્તરમાં આવેલું ભટ્ટક( અથવા ભદ્રક)પત્ર(દ્ર?) ગામ દાનમાં આપેલું છે (૫. ૧૧, ૧૭, ૧૮). બ્રાહ્મણને આપેલાં દાનમાં હોય છે તેમ એમાં દાન આપવાને આશય પંચમહાયજ્ઞ નિભાવવાનો છે (૫. ૨૦). અધિકારીઓનાં નામ અને દાનની સાથે આપેલા હકો આ ધરસેનના સં. ૨૫ર ના દાનપત્રમાં મળે છે તે જ છે. સંધિવિગ્રહના અધિકારી સ્કન્દભાટે લેખ લખે છે (૫. ૩૧) અને દૂતક ચિખિર છે (પં૩૨). લેખની સાલ મુ. વ. સં. ૨૫૪ વૈશાખ વદિ ૧૫ છે. (પં. ૩૨) તે દિવસે સૂર્યગ્રહણ હતુ (૫. ૨૨). ધરસેન ૨ જાનાં ૨૫૨ ની સાલનાં સાત દાનપત્રોમાં જે દૂતક અને લેખક છે તે આમાં પણ છે. સં. ૨૬૯ ના દાનપત્રમાં દૂતક જૂદો આપેલ છે. - ' લેખમાં આપેલાં સ્થળો પૈકી વલભી તે હાલનું કાઠિયાવાડમાંનું વળા છે. કૌડિન્યપુર તે કાઠિયાવડની દક્ષિણે આવેલું કેડીનાર માની શકાય. સુરાષ્ટ્રમાંનું ગામ ભકપત્ર( 4) ઓળખી શકાયું નથી. - ૧ એ. ઈ . ૨ પા. ૧૭૯ કી. બી. ડીલકર ૨ તેનું નિવાસસ્થાન આપેલ નથી ૭ એઈ . ૫, ૮૦ ૪ નોટ ન. ૩ જુએ લેખ ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy