SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નિં. ૨૩૮ પરમાર રાજ સીયકનું તામ્રપત્ર પતરૂં બીજું વિ. સં. ૧૦૨૬ આસુ. વ. ૧૫ ઈ. સ. ૯૭e ખેડાના એક વકીલે આ તામ્રપત્ર અમદાવાદના કંસારા પાસેથી મેળવ્યું હતું અને સાત વર્ષ પહેલાં ગુજરાત પુરાતત્વ મંદિરના મુનિ જિનવિજ્યજીને આપ્યું હતું. તેના તરફથી પ્રસિદ્ધિ માટે મળેલું છે. આ બીજું પતરું છે અને તેમાંનાં બે કાણું 3 ઈંચ વ્યાસનાં તથા એક બીજાથી ૭ ઈંચ છેટે છે. કડીઓ ઉપલબ્ધ નથી. કોર ટીપીને જાડી કરવામાં આવેલ છે. તે કુ-૧ઈ. લાંબુ અને ૭ ઇંચ પહેણું છે. લખાણની દશ પંક્તિઓ છે. અને છેલી પંક્તિ ત્રણ ગણું મોટા અક્ષરોમાં શ્રી સીયકની સહી છે. નીચે ડાબી બાજુના ખુણામાં માળવાના પરમાર રાજાઓનાં દાનપત્રોમાં જેવામાં આવે છે તેવો ઉડત ગરૂડ ચિતરેલ છે. તેના ડાબા હાથમાં સર્પ છે અને જમણે હાથ મારવાને માટે ઉગામેલે છે. કાતરનારે બહુ જ બેદરકારીથી કામ કરેલું છે. અક્ષરો સીધા હોવાને બદલે ડાબી બાજુ અગર ઘણે ભાગે જમણી બાજુ વળેલા છે. તેનું કદ 3 ઈંચ ઉંચાઈ તેમ જ પહોળાઈમાં છે. વ્યાકરણની ઘણું ભૂલે છે અને અનુસ્વાર ઘણું વણે મૂકી દીધું છે. લિપિ દશમી સદીમાં વપરાતી જૂની નાગરી જ છે. પરમાર રાજા વાપતિ મુંજ અને ભેજનાં દાનપત્રોની લિપિ સાથે તે મળતી આવે છે પણ વિ. સં. ૧૦૦૫ નાં સીયકનાં તામ્રપત્રેની લિપિ કરતાં જરા જુદી છે. ભાષા સંરકૃત છે. પતરાના શરૂઆતના ભાગમાં પહેલીથી આઠમી પંક્તિ સુધીમાં શાપના ચાલુ ઑકે છે છેલ્લી પંક્તિમાં ઉપયોગી ઐતિહાસિક હકીકત છે. નવમી પંક્તિમાં વિ. સં. ૧૦૨૬ અશ્વિન વદિ ૧૫ દાનની તિથિ આપેલી છે અને દાપક (દાન દેવરાવનાર) તરીકે કહપકનું નામ છે, પહેલા પતરાના અભાવે સીયકનું વંશવૃક્ષ મળતું નથી પણ તે માળવાને પરમાર રાજા હતો એમાં શંકા નથી. વાકપતિ અને ભજનાં તામ્રપત્રની માફક ગરૂડ આમાં ચિતરેલ છે. આ તામ્રપત્રને સીયક, વાકપતિ મુંજ કે જેનાં બે દાનપત્ર વિ. સં. ૧૦૩૧ અને ૧૦૩૬નાં મળેલાં છે તેને બાપ થાય એમ કહી શકાય તેમ છે. આમાં અને વિ. સં. ૧૦૩૧ ના દાનપત્રમાં દાપક તે ને તે જ છે. વિ. સ. ૧૨૯ સુધી સીયકે રાજ્ય કર્યું એમ અટકળ કરી શકાય છે. કારણ કે ધારાને કવિ ધનપાળ પિતાના પાઈલછી નામના પ્રાકૃત કેશના શ્લોક ૨૭૬ માં લખે છે કે તે ગ્રંથ તેણે ઇ. સ. ૧૦૨૯ માં જ્યારે માળવાના લોકોએ માન્યખેટ લટયું ત્યારે ૧ એ. ઈ. સ. ૧૯ પા. ૧૭૭ ડી. બી. દિલકર ૨ ઈ. એ. વો. ૬ ૫. ૫૧ અને વ. ૧૪ ૫- ૧૬૦ ૩ એ. ઈ. વ. ૧૧ ૫. ૧૮૧ અને ઈ. એ. વ. ૬ પા. ૫૭ ૪ આમાં વદિ ૧૫ આપેલ છે ત્યારે આ જ રાજની વિ. સં. ૧૦૦૫ ના હરસોલાના દાનપત્રમાં વદિ ૩૦ એમ લખેલ છે તે ઉપરથી અટકળ થાય છે કે બને રીતિ ચાલુ હતી. વલભીનાં ૮૦ તામ્રપત્રમાંથી નવમાં પ્રથમ રીતે તિથિ આપેલ છે. ૧ ઈ. એ. વ. ૬ પા. ૫૧ અને વિ. ૧૪ પા. ૧૬૦ મે આપેલ વા૫તિ બે દાનપત્રોમાં આ શબ્દને દાપા વાંચેલો છે અને તેની પહેલાના આજ્ઞા શબ્દ સાથે જોડેલો છે. પરંતુ આ દાપા શબ્દ તકને બદલે વપરાએલો છે અને સ્વયમાજ્ઞા એટલે રાનની આશા છે અર્થમાં વપરાએલ છે, તે જ અર્થમાં “ કારાપક” શબ્દ પણ વપરાએલ છે. ઇ. એ. જે. ૧૯ પા. ૬૨ નોટ ૫૩ અને એ છે. વિ. ૯ પા. ૧૮૯ ૨ ઈ. એ, વિ. ૩૬ (૧૯૭૭ )'પા. ૧૬૯ ૭ એ, , , 1 પા ૨૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy