SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ हरसोलना २ दानपत्रो ભેજનાં તિલકવાડાનાં તામ્રપત્ર ઉપરથી સમજાય છે કે જે ઉત્તર ગુજરાતને અમુક ભાગ જિત્યો હશે, કારણ વડોદરા રાજ્યના સંખેડા મહાલના રાજાએ તેની સત્તા સ્વીકારી હતી. પરમારને માલવા સાથે સંબંધ કયારે થયો તે ચેકસ નથી. વિ. સં. ૧૦૦૩ ના પરતાબગના લેખમાં લખેલ છે કે પ્રતિહાર રાજા મહેન્દ્રપાલ બીજાને અમલદાર માધવ ઉજજન ઉપર રાજ્ય ચલાવતો હતો. આ હકીતથી પરમારએ ધારનો કબજો લીધાની હકીકતને વિરોધ થતું નથી. પણ ઉજનની આસપાસને મુલક સીયકના છેવટના ભાગમાં અગર વાક્પતિ મુંજના શરૂઆતના વખતમાં મેળવ્યા હશે. ખેટક મડલના રાજાને સીયકના તાબાનો વર્ણવ્યું છે, પણ તેનું નામ કે વંશ આપેલાં નથી. શ. સં. ૮૩ર૮ ઈ. સ. ૧૦ )ના કપડવંજના તામ્રપત્રમાં લખેલ છે કે બ્રહાવાક વંશને પ્રચંડ રાષ્ટ્રકૂટ રાજા અકાલવર્ષની મેહેરબાનીથી ખેટક મડલનું રાજ્ય મેળવ્યું હતું અને હર્ષપુર હાલનું હરસેલ કે જ્યાંથી આ તામ્રપત્ર મળ્યાં છે ત્યાં રાજ્ય કરતા હતા. સીયકના સમયમાં ખેટક મડલમાં રાજ કરતે હતો તે પ્રચંડ વંશનો કઈ હશે. સ્થળ પકી ખેટક મડલ તે હાલનું ખેડા અને અમદાવાદનો અમુક ભાગ હે જોઈએ. મહિડ વાસક તે હાલનું મોડાસા અગર અમદાવાદના પ્રાંતિજ તાલુકાનું મંડાસા રહેવું જોઈએ. દાનમાં આપેલાં ગામો કર્ભાટક અને સહકા તે મોડાસાની પૂર્વમાં ૧૩ માઈલ ઉપરનું કામરેડ અને દક્ષિણમાં ૮ માઈલ ઉપરનું સીકા હશે. મહી ઉપરનું શિવનાથ કે જ્યાં રાજાને મુકામ હતું તે બી. બી. એન્ડ સી. આઇની આનન્દ ગોધરા રેલ્વે માં મહીને મળે છે ત્યાંનું સરનાલ હાવું નઈએતે જગ્યા અત્યારે પણ પવિત્ર મનાય છે અને ત્યાં ગલતેશ્વર નામનું શિવનું મંદિર છે. તે આર્કીઓલોજીકલ ખાતા તરફથી રક્ષિત છે. તે ઠાસરા તાલુકાના ઠાકોરના જનાદ ગામ પાસે છે અને આનદ ગોધરા રેલવેના અગાડિ સટેશનથી જવાય છે. આનન્દપુર તે નાગર બ્રાહ્મણનું મૂળ સ્થાન છે અને અત્યારે તે વડોદરા સ્ટેટના કડી પ્રાન્તના ખેરાળુ તાલુકાના વડનગર તરીકે પ્રસિદ્ધ છે. જો કે નાગર બ્રાહ્મણોનું વર્ણન વલભી લેખમાં છે પણ નાગરનું આ પહેલામાં પહેલું વર્ણન છે. છે ૧ પુના ઓરીએન્ટલ કોન્ફરન્સનાં પ્રોસીડીંસ ૨ એ. ઈઃ ૧૪ પા. ૧૭૭ ૩ આ સુચના મટિ મી. આ બેનરજીને ઉપકાર માન ન જાઓ. એ. પી. સ. ૨. સ. ૧૯૨૦-૨૧ પી. ૧ લેખ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy