________________
નં. ૨૨૮ સંગમસિંહનાં સુનાવ કલાનાં પતરાં (કલચુરી) સં. ૨૯૨ કાર્તિક સુ. ૧૫
ઈ. સ. ૫૪૦-૪૧ પ્રથમ આ પતરાં સદ્દગત મી. એ. એમ. ટી. જેકસને જ. બી. બી. આર. એ. એસ મા પ્રસિદ્ધ કર્યા હતાં. મી. જેકસને અસલ પતરાંની પ્રતિકૃતિ પ્રકટ કરેલી ન હતી. હવે હું મી. હેનરી કઝીન્સની કૃપાથી મળેલી છાપ ઉપરથી તે ફરી પ્રસિદ્ધ કરૂં .
પતરાંની સંખ્યા બે છે, અને મી. જેસન પ્રમાણે તે ભરૂચ ડિસ્ટ્રીકટના હાસોટ મહાલમાં સનાત કલા નામના ગામમાં ગાડાના ચીલાની સપાટી નીચેથી બેક્ટના અંતરે દટાઈ ગયેલાં હતાં ત્યાંથી મળી આવ્યાં હતાં. પહેલું પતરું આપ્યું છે. બીજાને મુદ્રા ઉખેડી લેવાથી અને ડાબા ખુણે ખંડિત થવાથી નુકશાન થયેલું છે. પહેલા પતરાની નીચેની કેર બીજા પતરાની ઉપરની કોર સાથે પડેલાં છે તામ્રકડીઓથી જોડાએલી હતી જેમાંની એક દરેક પતરાને જોડાઈ રહેલી હયાત છે. ડાબી કડીમાં પહેલી મુદ્રા ઉખેડી નાંખવામાં આવી છે અને તેથી ગુમાઈ ગઈ છે. અક્ષરે ઊંડા કતરેલા છે અને તેથી પતરાંની પાછળ પણ દેખાય છે.
બન્ને પતરાંનું માપ એક સરખું ૧૨ ૪ ૬” છે. પહેલામાં ૧૨ અને બીજામાં ૧૩ પંક્તિઓવાળું સારી કૃતિવાળું લખાણ છે. દરેક અક્ષરનું કદ આશરે ૪” છે. લિપિ દક્ષિણ ભાગની છે અને ગુજરાત ચૌલુકાનાં તેમ જ વલમી લેખનાં રૂપે સાથે લગભગ મળતી છે.
લેખ ભરૂકરછમાંથી જાહેર થયો છે, અને મહાસામન્ત મહારાજ સંગમસિહન છે. અને તેમાં મહાકાર્તિકીના પ્રસંગે ઘણુ બ્રાહ્મણન અન્તન્નમૅદાવિષયમાં તેણુબ્બા ગામનું દાન દીધાની ધ લેવામાં આવી છે. તારીખ સંખ્યામાં વર્ષ ૨૯૨ ના કાર્તિક સુ. ૧૫ ની છે.
આ દાનપત્રમાં જણાવેલાં ભૌગોલિક નામે પૈકી મહાસામન્ત મહારાજ સંગમસિંહનું રહેઠાણુ સ્થાન ભરૂકચ્છ એ હાલનું ભરૂચ છે. દાન આપેલું ગામ હુવા કાં સુનાવ કલા (૨૧૬૨૮' ઉત્તર અને ૭૨૫૪' પૂર્વ ) તરીકે કે પછી સુનાવ ખુરડ (૨૧° ૨૮' ઉ. અને ૭૨ પ૩રૂ તરીકે ઓળખાવવું જ જોઈએ. પતરાં સુનાવ કલામાંથી ઉપલબ્ધ થયાં છે.
એ. ઈ. વ. ૧૦ પા. ૭ર માં, ઑન
ને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com