SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ বলা ইনিভিজ ই રવીનાં લગ્નથી જોડાયા હતાં. ખાસ ઉપયોગી હકીકત એ છે કે, વિજયાનંદ જેમાં જન્મ્યા હતા તે અરિસિંહનું કુટુંબ ગુજરાતના વાઘેલાના રાજકુટુંબ સાથે જોડાયું હતું, કારણ કે, વાઘેલા મહારાજા વિરધવલે પોતાની પુત્રી પ્રીમલ દેવીનાં ક્ષેમાનંદ સાથે લગ્ન કર્યા હતાં. તેઓને પુત્ર વિજયાનંદ હતો. આ ત્રણ કુટુંબને સંબંધ નીચે પ્રમાણે છે – (ચૌલુક્ય) (રાષ્ટ્રકૂટ) લવણુપ્રસાદ ઉદ્દલ ? વીરધવલ વિંઝલદેવી=જગતસિંહ અરિસિંહ જૈત્રસિંહ પ્રીમ રવી પ્રીમલદેવી ક્ષેમાનંદ ભીમસિંહ-મીણલદેવી વિજયાનંદ નાગલદેવી નાગલરવી સામંતસિહ તેજસિંહ હરદેવી તારદેવી અરિસિંહના વડિલ બંધુ જગતસિંહે મણ્ડલિકને હરાવ્યાનું કહ્યું છે. આ મડલિક વંથલી(વામનસ્થલી )માં રાજ્ય કરતા ચડાસમા કુટુંબને હતું. તેણે મુસલમાનોને હરાવીને ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર સુવણથી મઢાવ્યું હતું. જગતસિંહે તેને હરાવી નસાડી મૂકયો હતો અને જગતસિંહના વંશજોએ વિજયાનંદના સમય સુધી ત્યાં રાજ્ય કર્યું હતું. મણ્ડલિકના એક વંશજ શ” મહીપાલે ને પાછું અમરસિંહ અને તેજસિંહ પાસેથી જિતી લીધું હતું. બીજે સ્થળે કહ્યું છે કે, ચૌલુક્ય ( વાઘેલા ) રાજા વીરધવલે પોતાના રાજ્યારોહણ પછી તરત જ વંથલી ઉપર ચઢાઈ કરી અને ત્યાં રાજ્ય કરતા પિતાના સાળા સાંગણ અને ચામુડ એ બે ભાઈઓને હરાવી મારી નાંખ્યા હતા, કારણ કે તેઓએ તેને ખંડણી આપવા ના કહી હતી. આ બધી હકીકત વલીના ઇતિહાસમાં કેટલીક મુશ્કેલીઓ ઉપસ્થિત કરે છે. પરંતુ એટલું માની શકાય છે કે, મડલિકને હરાવી કાઢી મૂક્યા પછી વરધવલે પિતાના સાળા સાંગણ અને ચામુડ એ બે ભાઈઓને ત્યાં નિમ્યા હતા, પણ તેઓએ ખંડણું આપવા ના કહ્યાથી તેઓને પણ મારી નાંખ્યા હતા, અને ક્ષેમાનંદને (કદાચ તેના પિતા અરિસિંહને) વંથલીમાં રાજ્ય કરવા નિમ્યો અને પિતાની પુત્રીનાં તેની સાથે લગ્ન કર્યા હતાં. લેખમાં બે બ્રાહ્મણ કુટુંબો શા કારણથી આપ્યાં છે તે કહ્યું નથી. પરંતુ શ્રીધર કવિ જેણે આ લેખ લખ્યું હતું, તે કપિછલ ગોત્રના કુટુંબને સગે હશે એમ લાગે છે. જે આ સત્ય હોય તે બને નાગરબ્રાહ્મણ કુટુંબે હેવાં જોઈએ, કારણ કે તે કુટુંબ આનંદપુર એટલે હાલના વડનગર જે સુવિખ્યાત નાગરબ્રાહ્મણ જ્ઞાતિનું મૂળ વતન હતું, ત્યાં રહેતું હતું એમ સ્પષ્ટ જણાવ્યું છે. વળી ઉપર નકલ કરેલો બીજે લેખ માધવ નામના બીજા કવિએ લખે હતે, તે પણ (વિચિત્રપુર એટલે વડનગરને) નાગરબ્રાહ્મણ હતે. “ ઓ એ. બા, એ. ઇ. પા.૧૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy