SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशस्ति २ बीजी ७५ ૐ ગણપતિને નમસ્કાર હો ! (૧) માટા આનન્દપુર( નગર અથવા વડનગર)માં નિર્મલ કાપિઠેલ કુલ છે. તેમાં બ્રાહ્મણુ ધર્મના ઉદ્ધારકના ભારનું વાહન કરનાર ઉપાધ્યાય સામેશ્વર જન્મ્યા. તેને પવિત્ર વ્રુતિ વાળા, શ્રુતિનું પાત્ર આમઠ દિક્ષિત, નામે પુત્ર થયા. ને તેને સજ્જનેાના મનને આનન્દ આપનાર ગાવિન્દ નામે પુત્ર ઉત્પન્ન થયા. (૨) શ્રીના શારદા સાથેના પરસ્પર વિરોધ શમાવવાના શ્રમ, વિવિધ વિદ્યાવાળા જામાં શ્રેષ્ઠ, સુકૃત્યાના એક સ્થાન જેવા તેના પુત્ર નાનાકથી સિદ્ધ થયા. ( ૩ ) જે નાનાક આખા ઋગ્વેદ જાણતા હતા, જે વ્યાકરણમાં પ્રવીણ હતા જે સાહિત્યજ્ઞાની અને પવિત્ર શાસ્ત્રામાં નિપૂણ હતા અને જેણે સ્મૃતિ અને પુરાણુના સાગરને આળંગ્યા હતા. (૪) ધવલ કુળમાં શ્રેષ્ઠ, શ્રીસિદ્ધરાજની તુલનાવાળા અને સર્વ તેજોમાં તેજસ્વી વીસલ નૃપ આ સમયે વીરધવલથી જન્મ્યા હતા, અને જ્યારે તેણે માળવા પર ચઢાઈ કરી તે વખતે નભ, માળવામાં સળગાવેલા અગ્નિમાંથી નીકળતી ધૂમપરંપરાથી, અંધકારમય બન્યું. (૫) સર્વ સામંતેમાં અગ્ર ઉદાર નાનાકે સુકૃત્યથી પ્રાપ્ત કરાય તેવી અમાત્યપાવી મેળવી અને વેદ અને અન્ય શાસ્ત્રોમાં વિદ્વાનેાની અભિલાષવાળી પરીક્ષા આપી. (૬) એક સમયે ચેાદ્ઘાએના હૃદયમાં વસનાર, પવિત્ર ગાત્રવાળા ચક્રવત્તિ રાજા વીસલે સામેશ્વરની યાત્રા નાના પ્રકારના નિયમાથી કરી. (૭) સરસ્વતી અને સાગરના સંગમ પાસે સ્નાન કરીને, સેામેશ્વરની પૂજા કરીને, અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને સારાં અને અન્યને ભેટ પૂર્ણ જાણનાર, તેથે. વિદ્યાવિશેષ બ્રાહ્મણને, (૮) સુકૃત્યાના નિવાસ પવિત્ર પ્રભાસમાં, કવિ અને પડિત નાનાકને તેનાં ચરણ ધોઈ પેાતે અનાવલી બ્રહ્મપુરીના મહેલેામાંથી એક મહેલ આપ્યા. (૯) વેદ અને પુરાણની કસેાટીથી ખનેલા ઉજ્જવળ દ્વિજનાયથી, આ શહેરમાં વીસલની બ્રહ્મપુરી એક સુંદર માલા જેવી શાલે છે. (૧૦) સાગરને પ્રાપ્ત કરીને વિશ્વને વંદન કરવા યેાગ્ય સરસ્વતીના મસ્તક પર તે ભૃગુ” કુલના બ્રાહ્મણે ( પરશુરામે) ખરેખર પગ મૂકયા અને છેવટે સ્વાર્થી અન્યા, પણ તેનાથી ઉલટું આ નાનાક નાગર તે દેવીને શિષ નમાવી, નમન કરતા સાગરતીરે નિવાસ કરીને સકડા બ્રાહ્મણેાને ભાજન કરાવતા હતા. (૧૧) ગાવિન્દના આ પુત્ર પ્રથ્રુસ્ર સમાન હતા તેમાં અદ્ભુત શું છે? પણ વિચિત્ર એ હતું કે તેને શાન્તરસ સૌથી અધિક ગમતા હતા. (૧૨) તે નાનાક પૃથ્વી ઉપર અત્યંત ધન્ય છે; અને તેને સદા સજ્જનાથી માન મળવું એઈએ; કારણ કે તે સરસ્વતીનાં પવિત્ર જળમાં સ્નાન કરે છે, અને સેામેશ્ર્વરની પૂજા કરે છે, તેના સુકૃત અને શ્રીના સંગ્રડ જેવા તેના ઘરમાંથી અતિથિલેાકેા વ્યર્થ પાછા નથી જતા; અને તેની સંપત્તિ, સાધુ, અન્ધુ અને મિત્રાને સર્વને હમ્મેશાં સામાન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૩) સરસ્વતીના તીરે પ્રતિ પર્વ પુણ્યકર્મના ભંડાર જેવા, અને વેદ અને પુરાણના પાઠમાં નિપુણ બ્રાહ્મણા સાથે, ચોખાની કણકના પિણ્ડથી તે નાનાકથી શ્રાદ્ધ થતું જોઈ વીસલ નૃપ વર્ગમાં ઘણા જ આનન્દ પામે છે. શ્રદ્ધાપૂર્વક પોતાનું અતુલ www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy