SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ कक २ जानां साम्रपत्रो ભાષાન્તર જેનાં ચરણ કમળ સિદ્ધો, સૂર અને અસુરના અધિપતિઓના મુગટમણિથી ચુંબિત છે, જે (સત્વ, રજસ અને તમસ્ ના) ત્રણ ગુણસંપન્ન છે અને જે પાણીના સર્જન, પાલન અને પ્રલયના મુખ્ય કારણ રૂપ છે તે શ્રીમાન શમ્ભ સદા વિજયી છે! (પંક્તિ ૨ ) અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, કમલવૃંદ જેવા શ્રી રાષ્ટ્રકુટ કુલને સૂર્ય સમાન, અને અતિ પ્રબળ શત્રુઓની વનિતાના મુખકમળને શરદ પવન સમાન, ભૂમિ પર કષકરાજ નૃપ હતે. (પંક્તિ ૩) આ વિમળ નૃપને તેની રાણીથી ધ્રુવરાજ દેવ નામને, અતુલ બળ અને પ્રભાવવાળો પુત્ર જન્મ્યા હતે. શત્રુનાં સૈન્યબળને નાશ કર્યા પછી, અસિ ઉપર ઉન્નત થઈને તેના થશે સકળ ભુવનને વેત બનાવ્યું. તેની અસિના પ્રહારથી ગજેનાં ભેદેલાં કુમ્ભમાંથી ઝરતાં મૌક્તિકથી ભૂમિ આભૂષિત કરતી તેની રણક્ષેત્રની ચેષ્ટા સિંહનાં ચરિતનું સ્મરણ કરાવતી. લક્ષમીએ અવિવેક, ચપળતા, મુગ્ધભાવ, અને શાન્તિ અને સરસ્વતી સાથેના વિરોધના સ્વભાવિક દો તે ગુણ રત્નસાગરને આશ્રય લઈ, ત્યજી દીધા. રિપુના વંશનાં વન ભસ્મ કરી કાતર (બળહીન) તૃણું( બળહીન શત્રુ )ને ત્યજી, અને શત્રુઓના માતગની શિલા સમાન પ્રબળ પીઠ ભાંગી નાંખી, તેના પ્રતાપને અગ્નિ ચાર સાગરનાં જળની ઉર્મિઓ(જળતા તરંગો )ની અવધિ સુધી પહો હતા છતાં શાન્ત થયે નહિ. (પંક્તિ ૯) લહમીસંપન્ન અંગવાળે, સારાં ચકનાં ચિહ્નોવાળા કરવાળે (જેમ ગોવિંદ કરમાં ચક અને કમળ ધારે છે ) અને પિતાના પ્રબળ નૃપને અદેષિત વિકમથી નમન કરાવનાર (જેમ અસુર બલિ નૃપને [ ત્રણ ] અદેષિત પદથી ગાવિંદે વશ કર્યો હતો, અને પોતાના સહચરને દર્પ હણનાર( જેમ વદે સર્ષ [કાલિ ]ના મદને હ ) હોવાથી જે ખરેખર ગોવિંદ દેવ સમાન હતું તે વિદરાજ તેનો પુત્ર હતું. જેમ તેના અતિપ્રબળ શત્રુઓએ બાયેલી ભૂમિ અને જીવનની સર્વ આશા મૂકી દીધી, તેમ રણક્ષેત્રમાં તેના ધનુષની દેરીનો મેઘના નાદ સમાન ગંભીર નાદ સાંભળી હસેએ ( તેને સાચે મેઘનાદ જાણી) પૃથ્વી અને આયુષ્યની કરમાતી આશા ત્યજી દીધી. તે, પ્રણયિઓને કલ્પતરૂ સમાન હતે મિત્રોને મહાન ઉદયગિરિ સમાન હતેા જનનાં નેત્ર કમળને ઈન્દુ સમાન હતા મદથી ભીના કુમ્ભ પર બેસતા બ્રમરના ગુંજારવવાળા મત ગ તરફ સિંહ સમાન હતો. જેને મહેલ રણક્ષેત્રમાં બમ્પીવાન કરેલા શત્રુપર નાંખેલી સાંકળોના અવાજથી ગાજતા હતા, તેને હરના મસ્તક પરની નિર્મળ કળા સમાન યશ, હજુ પણ ત્રિભુવનમાં પ્રકાશે છે. (પંક્તિ ૧૪) તેનાથી શ્રી નાગવર્માની પુત્રીએ, જેમ પાર્વતીએ શંભુથી પિતાના અરિતારક અસુરને પરાજય કરનાર, શક્તિ (શઅ) ધારનાર, સકળ જગને આનન્દ આપનાર કુમારને જન્મ આપ્યો તેમ, પોતાના શત્રુઓના સામન્તોને હાંકી મૂકનાર બળવાન, અને સમસ્ત જનેને આનંદ આપનાર શ્રી કકકરાજને જન્મ આપે. મહાન પર્વત પર કિરણો ફેંકતે ન છતાં જનનાં નેત્રકમળને આનન્દકારી અને પોતાના રિપુ, તિમિરને હણનાર ઈદુ આકાશ શોભાવે છે તેમ, તેણે જે બાળ હતું છતાં, નૃપના મુગટમણિમાં ભળતા ૨૫વાળા ચરણ સહિત, જનેનાં નેત્રકમળને આનન્દ આપનાર અને તિમિર સમાન શત્રુઓને હણનાર હોં તેણે પોતાના કુળને સદ્દગુણોથી મંડિત કર્યું. તેને વિકમે ચલિત મદરગિથિી મંથન ૧ હિન્દી કવિઓની માન્યતા છે કે વર્ષાકાળના આગમન સાથે જ પ્રથમ મેલનાદ સાંભળતાં જીવનનો ભય ઉત્પન્ન થવાથી હસો હિંદુસ્તાન છોડી રિબેટમાં માનસ સરોવરમાં જઈ રહે છે. બ્લેક ખાસ તાત્પર્ય ધનુષનાદને મેષના સાથે સરખાવવાને . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy