SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ जयभट ३ जानां ताम्रपत्रो ભાષાન્તર તેને પુત્ર, મહાસામને અધિપતિ જે (તેના શત્રુઓના) ગજેના ભેદેલા કુમ્ભમાંથી વરસતાં મૌક્તિકથી છવાઈ ગયું છે .. .. જેના ઉંચે કરેલો જમણો કર યુદ્ધમાં કંપે છે ... .. . જે ખીલેલા ઘણું દશ હજાર . • ના કમળ સરવર સમાન છે, જે સકલ કલા સંપન્ન પૂર્ણ ઈન્દુ સમાન છે પણ કલંકથી મુક્ત છે—વિપક્ષ ભૂભૂતને રક્ષણ આપી, વિપક્ષ ભૂભૂત(પાંખ વિનાના પર્વતો)ને રક્ષનાર સાગર સમાન–સુદર્શન ચક્રમાં મૂકેલા સૈન્યથી પિતાના શત્રુઓનો નાશ કરે છે તેથી યુદ્ધના સુદર્શન ચક્રથી શત્રુઓનો નાશ કરનાર કૃષ્ણ સમાન પણ કૃણુસ્વભાવથી ત–ભૂતિનિચયથી (અલંકારના મહાન સમૂહથી) છવાઈ ભૂતિનિચય(ભસ્મના મહાન સમૂહ)થી છવાએલા શિવ સમાન .. ... ... જેના અંગને પ્રતાપ વૃદ્ધિ પામે છે ત્યારે અ૫ કરથી અંજલી પ્રજાને પોતાની પૂજા કરતી બનાવે છે તેથી વૃદ્ધિ પામતા અ૫ કર(મૃદુ કિરણ)થી જ પાસે નમન કરાવતા નવ ઈદુ સમાન .. . . અને જેણે અસિધારા વડે વલભીનાથની ઉત્સુક્તા શાંત કરી હતી જે અખિલ જગતના મહાન પંડિતોના અભિલાષન અનલ શાન્ત કરી અને તે અભિલાષનાં ફળ તેમને ) આપી દેવેની અંગનાઓના સમસ્ત મંડળથી ગીતમાં સ્તુતિ પામ્યા છે—જેના ચરણ કમળ અનેક નૃપના મુગટના મણિના કિરણોથી રક્ત થયા છે—અને જેણે પંચમહા શબ્દ પ્રાપ્ત કર્યા છે, તે શ્રી જયભટ્ટ . •• • • • • • હતો. તે કુશળ સ્થિતિમાં હતું ત્યારે સમસ્ત નૃપ, સામન્ત, ભેગક, વિષયપતિ, રાષ્ટ્ર, ગામ, મહત્તર આધિકારિક આદિને આ શાસન જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા, આલોક તેમજ પરલોકમાં પુયયશની વૃદ્ધિ માટે કેમજજુ ગામમાં સ્થાપેલા શ્રી આશ્રમદેવને, ગ, ધૂપ, પુષ્પ, દીપ, નિત્ય સંગીતસેવા, મંદિર સ્વચ્છ કરાવવા, ખંડિત, ફાટ પડેલા અને પડી ગએલા ભાગના સમારકામના ખર્ચ માટે, શ્રી ભરૂકચ્છ વિષયમાં કેમજજુ ગામમાં નૈઋત્ય સીમામાં ૫૦(પચાસ) નિવર્તનના માપને ભૂમિખંડ જેની સીમા–પૂર્વે કીરહ ગામજને માર્ગ, દક્ષિણે જખ્ખા ગામની સીમા પશ્ચિમે જખ્ખાથી ગેલિઅવલિ ગામ જતા માર્ગ ઉત્તરે સીધુરગ્રામ જતા માર્ગ અને વવૃક્ષની સમીપમાં વાપી; આ ચાર સીમાથી અંકિત ક્ષેત્ર, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, • • સહિત, લીલી અને (સુકી) શુષ્ક ઉત્પન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, દશઅપરાધના દંડના હક સહિત, ઉદ્દભવતી વેઠના હક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્તપ્રક્ષેપણ મુક્ત, પૂર્વ દે અને બ્રાહ્મણને કરેલાં દાન વર્જ કરી, ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથવી, સરિતાઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી, અષાડ શુદિ ૧૦ ને કકર્કટક રાશિમાં રવિએ ગમન કર્યું તે શુભ દિને (દાનને અનુમતિ માટે) પાણીના અઘંથી મેં આપ્યું છે. આથી જ્યારે આ તપવન આચારની સ્થિતિ અનુસાર ઉચિત રીતે તેને ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા તે સંબંધી આદેશ કરે ત્યારે કેઈએ પણ નિષેધ કરે નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નએ આ અમારા દાનને અનુમતિ આપવી અને ૨ક્ષવું જોઇએ. અને જે અજ્ઞાનના તિમિર પટલથી આવૃત થએલા ચિત્તથી તે જપ્ત કરશે અથવા જપ્ત થવા દેશે તે પંચમહાપાપ અને અલ૫ પાપોને દોષી થશે. અને ભગવાન વેદવ્યાસે નીચે પ્રમાણે કહ્યું છે – “ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમ અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy