________________
નં૦ ૧૧૫
દફ્ ર્ જા અથવા પ્રશાન્તરાગનાં અનુગ્રાથી મળી આવેલાં તામ્રપત્રા'
( શક ) સંવત ૪૧૫ જ્યેષ્ઠ વદિ ૧૫
નીચે આપેલા લેખ એ તામ્રપત્રા ઉપર કેાતરેલા છે. આ પતરાં થાડાં વર્ષો ઉપર વડાદરા સ્ટેટના નવસારી પ્રાંતના પલસાણા તાલુકાના અનુગ્રા ગામમાંથી મળ્યાં હતાં. તે તથા ઈ. એ વે. ૧૨ પા. ૧૭૯–૧૯૦માં અને વા. ૧૩ પા. ૬૫-૬૯માં પ્રસિદ્ધ થયેલાં ખીજાં પતરાંઆ મને તથા ડૉ. ઈ. ડુલ્યને રાવ. સાહેબ મેહનલાલ, આર. ઝવેરી મારફત મળ્યાં હતાં. આની શેાધની હકીકત પ્રથમ લખાણમાં આપી છે.
પતરાંઓનું માપ આશરે ૧૦૪૭” છે. અને જાડાં ' છે. વજનદાર કડીઓ સુરક્ષિત સ્થિતિમાં તેની મૂળ જગ્યાએ જ છે. જમણી બાજુની કડીને મુદ્રા લગાડેલી છે. એ જ રાજાનાં પ્રસિદ્ધ થયેલાં ઉમેટા અને ઇલાવનાં પતરાંઓની માફ્ક તેના ઉપર “શ્રી હૃદ’” લેખ અને એક ચારસ ચિહ્ન છે, જે સમજાતું નથી. કેાતરકામ સારૂં છે. અક્ષરો ઊંડા કતરેલા અને સ્પષ્ટ છે. ફક્ત થાડા ને જ ખડું નુકશાન થયું છે, અગર કાટથી નાશ પામ્યા છે. લિપિ ખીજાં એ જ્ઞાનપત્રાની લિપિને બહુ જ મળતી આવે છે. ‘ ચાલવત્ ' ( ૫. ૧) શબ્દમાં વ નું ઉતાવળથી લખેલું રૂપ લખ્યું છે, તે ન જેવું લાગે છે. રાજાની સહિ પ્રાચીન નાગરી અક્ષરામાં લખેલી છે. આ અક્ષરા ઉમેટાનાં દાનપત્રમાં પણ છે. જોડણી અને વ્યાકરણુ ખીજાં એ દાનપત્રા જેટલાં જ ખરાબ છે. આના પહેલા ભાગ તે દાનપત્રા સાથે અક્ષરશઃ મળતા આવે છે.
આ નવા દાનપત્રની હકીકત આ પ્રમાણે છે. મહારાજાધિરાજ શ્રી દ૬ ૨ જો, જેણે પંચ “ મહારાજો ” મેળવ્યા હતા, જે શ્રીજયભટના પુત્ર અને શ્રી દક્ ૧ લાના પૌત્ર હતા, તેણે એક બ્રાહ્મણને તથ—ઉમ્બરા નામનું ગામ શકે ૪૧૫ ના જ્યેષ્ઠ શુદ્ધ અમાંસને દિવસે થયેલાં સૂર્યગ્રહણ વખતે તે દિવસે દાનમાં આપ્યું છે. આ ગામ તથ—ઉમ્બરાના મહાવૃદ્ધિશ અથવા પ્રાંતમાં આવ્યું છે. તેની સીમા:—પૂર્વે ઉષિલણ ગામ, દક્ષિણે ઇષિ, પશ્ચિમે સાંયિ, અને ઉત્તરે જરદ્ગ દાન મેળવનાર ભટ્ટ મહીધરના પુત્ર ભટ્ટ ગોવિન્દ હતા. તે કાન્યકુબ્જના ચતુર્વેદ્ઘિ, એટલે ગુજરાતના કાજીઆ બ્રહ્મણાની જ્ઞાતિના, કૌશિક ગોત્રના અને છન્દોગશાખાના અનુયાયીઓના એક મતના હતા. આ ગામ તેને પંચમહા યજ્ઞા અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવા માટે આપ્યું હતું. દાનની શરતે હંમેશમુજબની છે. દાનપત્રના લેખક રાજાના સેવક રેવાદિત,અથવા તેનું ખરૂં રૂપ, વૈવાદિત્ય-તે દામોદરના પુત્ર હતા. બીજાં એ દાનપત્રા મુજબ આમાં પણ તારીખ વિજયની છાવણી, અગર ‘વિશેષ' જે ભરૂકચ્છના દરવાજા મહાર હતી, તેમાંથી નાંખી છે.
લેખની નવીન હકીકતમાં ફક્ત તારીખ અને ભૌગોલિક નામેા એ એ જ છે. તે બાબત વધુ નોંધની જરૂર છે. તારીખમાં માસનાં નામની ભૂલ જણાય છે. ડૉ. શ્રામની ગણત્રી પ્રમાણે શક સંવત ૪૧૫ જેષ્ટ વદ અમાસને દિવસ ઈ. સ. ૪૯૩ ના મેની ૩૧ મીને મળતા આવે છે. આ દિવસે લેખમાં કહ્યા મુજબનું સૂર્યગ્રહણુ નહાતું. પણ બીજી અમાસને દિવસે, જીન ૨૯ મીએ, કુંડલાકાર ગ્રહણ હતું, જે હિંદુસ્તાનમાં દેખાયુ' નહાતુ તે આ ગ્રહણ હશે એમ લાગે છે. માસના નામની ભૂલ લેખકની હાય અથવા તો અધિક માસની ખેાટી ગણત્રીને લીધે થયેલી હાય, તે ગમે તેમ હા, પણ દ૬ ૨ જાના
• ઈ. એ. વા. ૧૭ પા. ૧૮૩–૨૦૦ જી. બ્યુહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com