SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ भीमदेव २ जानो शिलालेख ૬૧. ભાષાન્તર (૧) કલિયુગમાં કલ્પતરૂ સમાન શાશ્વત શ્રેયરૂપી અત્યંત સુખના ઉદધિના શશિ સમાન, અમરતાને એક જ હેતુ, જેની ઈચ્છાથી ત્રણ જગત જાગે છે અને નિદ્રા કરે છે અને જે ચંદ્રનું રક્ષણ કરનાર રસાયણ છે તે સેમેશ્વર તમારું શ્રેય કરો. ( ૨ ) વિશ્વની વિપત્તિઓનું ઘન તિમિર હણવા ઉદય થતા ઈન્દુણીની પ્રભાની આસપાસ જાણે કે કૂદતાં હોય નહી તેવો વિશ્વેશ્વરના ચરણની અતિ ઉજજવલ અને રમ્ય રક્ત આંગળીએના નખનાં કિરણે તેના જગતની તમારી અખિલ ભ્રાંતિનો નાશ કરે. ( ૩ ) હે સરસ્વતી માતા ! સર્વ પાપ હણુનાર વિશ્વના સ્વામિ ગંડના ચરિતનું ઉપનિષદનું જ્યાં સુધી હું વર્ણન કરું ત્યાં સુધી પૂર્ણ વિકસેલા કમળ સમાન રમ્ય આ મારૂં મુખ અલંકારિત કર. ( ૪-૫ ) કલિયુગમાં દુષ્ટ નૃપ નીચે ધર્મ અદશ્ય થતો જોઈ પિનાકપાણિએ પિતાનાં સ્થાનને ઉદ્ધાર કરવાના અભિલાષથી સંકેત પ્રમાણે પિતાના અંશનું અવતરણ કરવા વિચાર કર્યો, અને કાન્યકુજના રમ્ય દેશમાં ત્રણ યજ્ઞના અગ્નિને આહુતિ આપી પિતાનાં પાપ નાશ કરનાર. અને વેદના શ્લેક કે વેદાન્ત મનનથી ચિતાને અંત આણનાર શ્રેષ્ઠ દ્વિજના ગૃહમાં જગતના કલ્યાણ અર્થે જ જન્મ લીધે. ( ૬-૭ ) શ્રી વિશ્વનાથમાંથી અવતરેલ તપને નિધિ, પૂર્વના સંસ્કારથી ચૌદ વિદ્યામાં બાળપણમાં અધ્યયન વિના નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠના ભકતેને શિષ્ય આ બ્રિજ તપ માટે અવતિ ગયે. ( ૮ ) વિશ્વના રૂપમાં ગુણેનું કારણ, અને શાશ્વત સુખ રૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્વ સાથે પિતાની એક્તા વિષે ચેડાં મીંચેલાં નેત્રોથી કઠિન ધ્યાનમાં આ બ્રાહ્મણે ધણું દિવસો બલકે ઘણાં વરસ ગાળ્યાં. ( ૯ ) મન્દરાચલ ગિરિથી મન્થન થવાથી ક્ષુબ્ધ સાગર પેઠે શત્રુ નૃપ સમાન પદધિમાંથી ... ... ... બીને ચંડ થયો તે અહર્નિશ પ્રકાશને હતું ત્યારે તેની સેનામાંના નૃપતિએની પત્નીઓનાં અસંખ્ય વદનકમળમાં કયું મુખ પૂર્ણ વિકસેલા કુમુદનું સૌદર્ય ધારણ ન કરતું? ( ૧૦ ) ચન્દ્રાર્ધ શિર પર ધારનાર અવન્તિનું ભૂષણ શંકરે, તેના પાખંડ મતથી થએલી ભયંકરતાને વિચાર કરીને પિતાનાં શહેરનું રક્ષણ કરવાના અભિલાષથી કુમારપાલ નૃપને અને મઠના અધિપતિને સત્ય ઉપદેશ આપ્યો. ( ૧૧-૧૨–૧૩) દેવોના આ ગુરૂના ઘરમાં શશિ વિનાના સ્વર્ગ સમાન, સૂર્યવિનાના કમળ સમાન, કામદેવથી ત્યક્ત રતિ સમાન, કમલા (લક્ષમી) .. .. વાદળાંથી રક્ષિત સ્વયંવરમાં પિતાના પ્રિયતમને નિત્ય શૈધતી પ્રતાપદેવી નામની પુત્રી જન્મી હતી. સર્વ રૂપ અને વિવેકના નિવાસ સ્થાન ગુરૂ ગંડની પુત્રી ... ... યજ્ઞની ભૂમિમાંથી પ્રગટેલી સીતા સમાન હતી. ઉચ્ચ અન્વયની અને એક જ સ્થળે સંકીર્ણ સર્વસુખના નિવાસ સ્થાન રૂપ એવી તેણિની, સૌંદર્યના સરોવરમાં કમલિની શ્રીપતિ’ વિષ)ની પત્ની, બાળ સરસ્વતી અને સમરરિપુ(શંકર)ની .. • એમ કવિવરે વિવિધ કલ્પનાઓ કરે છે. ( ૧૪ ) સુરપતિના ગુરૂના ચાર પુત્રો પૃથ્વીના અલંકાર જેવા સાગર સમાન હતા અને સમસ્ત લક્ષમી અને યશનું નિવાસ સ્થાન હતા. તેમાં ચેક અપરાદિત્ય હતા તેમાંથી પિતાના. શત્રુઓના મનોરથોના મહા દુર્દેવ સમો ધર્માદિત્ય હતા. ( ૧૫ ) તેને ધર્મને માર્ગ અનુસરનાર અને પાપથી અસ્પર્શિત સેમેશ્વરદેવ પુત્ર હતે. તેને અનુજ કામદેવને દર્પ ઉતારનારે રૂપવાળ ભાસ્કર કહેવાતો હતે. ( ૧૬ ) શ્રી કાશીશ્વર, શ્રીમાલવપતિ, શ્રી સિદ્ધરાજ અને અન્ય નૃપે તેને ભૂમિ પર ધર્મને નાયક માની તેની શ્રદ્ધાથી પૂજા કરતા. વેદી સમાન ભૂમિ પર અગ્નિ જેવા પ્રકાશિત અને ઉજજવળ શ્રી ભાવબૃહસ્પતિ તેના વેદ સમાન ચાર પુત્ર સહિત બ્રહ્મા જેમ પૂજા સ્થાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy