SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૬૮ આબુગરિના જૈન લેખે લેખ નં. ૨ વિક્રમ સંવત ૧૨૮૭ ફાલ્ગન વદિ ૩ રવિવાર લેખ નં૦૨ ની ફક્ત થોડી હકીકત એચ. એચ. વિલ્સને એશિયાટિક રિસર્ચ . ૧૬ પા. ૩૦૯ માં પ્રસિદ્ધ કરી હતી. પ્રોફેસર અબાજી વિઘણુ કાથવટે એ પોતાની “કીર્તિકેમુદી' ની આવૃત્તિમાં એપેન્ડિકસ “બી' માં તે સંપૂર્ણ પ્રસિદ્ધ કર્યો હતો. આશરે ૨૧૧” પહોળીxt૧૦” ઉંચી જગ્યામાં લખાયું છે. અક્ષરોનું કદ ” છે. ૧-૨ પંક્તિઓની શરૂવાતમાં તથા અંતમાં તથા ૩-૪ પંક્તિઓને અંતે, પત્થર કાપી નાંખવાથી અથવા ભાંગી જવાથી, લેખ નાશ પામ્ય છે. લિપિ નં. ૧ ના લેખના જેવી જ છે. લેખ સંસ્કૃત ભાષામાં છે. અને પંક્તિ ૩૦ માં એક શ્લેક સિવાય આખે ગદ્યમાં છે. લેખમાં નેમિનાથનું મંદિર બંધાવવાની સત્તાવાર હકીક્ત આપી છે. તેના સંબંધના ઉત્સવ તથા તેના સંરક્ષણ વિગેરે માટે નિયમે પણ તેમાં છે. ૧-૫ પંક્તિઓમાં કહ્યું છે કે, આજે રવિવારે [ વિક્રમ ] સંવત ૧૨૮૭ ના સામાન્ય ફાલ્ગનનાં કૃષ્ણ પક્ષ ૩ જને દિને જ્યારે સમૃદ્ધિવાળા અણહિલપાટકમાં મહારાજાધિરાજ ભત ઇમદેવ ) ચૌલુકય વંશના કમલને રાજહંસ, અને સમસ્ત રાજાવલીથી અલંકૃત, રાજ્ય કરે છે, . ... ... ... જ્યારે મહામડલેશ્વર રાજકુલ, શ્રી સેમસિંહદેવ, શ્રી વસિષ્ઠના કુંડમાંથી જન્મેલા શ્રી ધૂમરાજદેવના કુટુંબમાં જન્મેલો, રાજ્ય કરે છે ત્યારે તેજપાલે દેઉલવાલ ગામમાં પવિત્ર અબુ પર્વત ઉપર લૂણસિંહવસહિકા નામનું, પવિત્ર નેમિનાથ મંદિર બંધાવ્યું. તેને દેવકુલિકાઓથી શણગાર્યું, અને એક મહાન્ હસ્તિશાલાથી શોભાવ્યું હતું. તે મંદિર તેણે પિતાની સ્ત્રી અનુપમદેવી અને પુત્ર લુણસિંહને યશ અને ગુણુની વૃદ્ધિ અર્થે બંધાવ્યું હતું. આ લેખમાં પણ નં. ૧ ના લેખ મુજબ તેજપાલની વંશાવલી આપી છે. તે ઉપરાંત અહિ તેનું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “મહામંડલેશ્વર રાણક શ્રી વીરધવલદેવનો જે . ...રાત્રા નામના મહલ( પ્રાંત)માં ચૌલુક્ય વંશના શ્રી લવણપ્રસાદદેવને પુત્ર હતું, તેને સમસ્ત મુદ્રાવ્યાપાર ઉપર કહેલા મહારાજાધિરાજ શ્રી ભીમદેવના અનુગ્રહથી તે (તેજપાલ) કરતે હતે.” આ વર્ણન ખાસ ઉપયોગી હોવાનું કારણ એ છે કે, તેમાં ભીમદેવ ૨ જા અને વાઘેલા વંશને કેવી જાતને સંબંધ હતો તે દેખાય છે. સેમેશ્વર દેવના વર્ણનમાં આ સંબંધ બરાબર દેખાતો નથી. લેખ ઉપરથી ચેસ થાય છે કે, ભીમદેવ ૨ મહારાજાધિરાજ ગણુતા હતા અને લવણપ્રસાદ તથા વિરધવલ મહામંડલેશ્વરની પદવી અને રાણકના ઇલ્કાબથી સંતુષ્ટ હતા. દૈવગે વીરધવલ રાજ્ય કરતો હતો તે પ્રાંતનું નામ છેલા બે અક્ષરો“રાત્રા–સિવાય નાશ પામ્યું છે, અને તે હું અટકળવા અશક્ત છું. ચદ્રાવતીના પરમારે વિષે લેખમાં કહ્યું છે કે, ઇ. . ૧૨૩૦ માં સેમસિંહ રાજ્ય કરતે હતા, અને નં. ૧ ના લેખ ઉપરથી અનુમાન થાય છે તે મુજબ કૃષ્ણરાજ નહીં. વળી નં. ૧ ના લેખમાં પરમારની ગાથા કહી છે તે અહિં ધૂમરાજને લાગુ પાડી છે. ૧ એ. ઈ. વ. ૮ પા. ૨૦૪-ક પ્રો. એચ. લુડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy