________________
१३२
गुजरातना ऐतिहासिक लेख (પ્લે. ૪૮) ચાણક્ય, બૃહસ્પતિ, મર્યાધિ શુક્ર આદિ બુદ્ધિધામ મંત્રિઓને પહેલાં પૃથ્વી પર વિધાતાએ આ મંત્રિ(તેજપાલ)ને ઉત્પન્ન કરવાના અભ્યાસ માટે જ ખરેખર સભ્ય હતા નહીં તે તેજપાલ તેમના કરતાં અધિકતર કયાંથી હોય?
(ક. ૪૯) સમસ્ત પ્રાણુઓને અભ્યદય, નિવાસ, બલિએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતે, શ્રી વસ્તુપાલનો અનુજ તેજપાલ હતું. આ જોવાલાયક તેજપાલને જોઈ કામન્તકિ પિતાના ગુણગ્રામને અધિક ખ્યાલ રાખતા નથી અને ચાણક્ય પણ પિતાની મતિ માટે વિસ્મય પમાડતું નથી. વળી મહંત શ્રી તેજપાલની પત્ની શ્રીમતી અનુપમ દેવીના પિતૃવંશનું વર્ણન –
(. ૫૦) પ્રાગ્વાટ અવયને મુગટ, લહમીથી ભરપૂર ચદ્રાવતીનો નિવાસી, જેણે ભૂમિ તલનું પ્રશંસનીય કીર્તિથી પ્રક્ષાલન કર્યું હતું તે ધીરપુરૂષ શ્રી ગાગા જ હતે; જેના સદાચારના અનુરાગથી કાણુ આનન્દ્રિત થયું નથી કે જેણે મસ્તક ડેલાવ્યું નથી કે કેનાં રોમાંચ ઉદભૂત થયાં નથી ?
(શ્લે. પ૧) તેને સજજનાના પંથને અનુસરવાવાળે ધરણીગ નામનો પુત્ર જન્મે; જેણે ગુણસંપન્ન હેઈ, પોતાના સ્વામિના હૃદયમાં હારની પેઠે સ્થાન પ્રાપ્ત કર્યું.
(. ૫૨) તેને ત્રિભુવનમાં વિખ્યાત શિલવાળી ત્રિભુવનદેવી દયિતા હતી. આ બન્નેના દેહ જુદા હતા પણ મન એક જ હતું.
(પ્લે. પ૩) શીલમાં સાક્ષાત દક્ષની પુત્રી પાર્વતી જેવી તેમની પુત્રી અનુપમદેવીનું શ્રીતેજપાલ સાથે લગ્ન થયું હતું.
(શ્લો. ૫૪) સદાચાર રૂપી દિવ્ય કુસમ ધારતી લતા, આ અનુપમદેવી જે પિતાના કુળને નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય, દાન આદિથી ઇન્દુ સમાન ગુણગણુથી પિતાનાં સકલ કુલને પ્રકાશ આપતી હતી. તે શ્રેષ્ઠ મંત્રી તેજપાલની પત્ની થઈ
(હે. ૫૫) તેમને પુત્ર લાવણ્યસિંહ, ઈન્દ્રિયરૂપી દુષ્ટ અ પર અંકુશ રાખતો અને મદનપ્રિય યૌવન પ્રાપ્ત કર્યા છતાં પણ ફક્ત સદ્ધર્મને રસ્તે ચાલે છે.
(લે. ૫૬ ) શ્રીમાન તેજપાલના પવિત્ર પુત્ર શ્રીલસિહના ગુણેની સ્તુતિ કોણ નથી કરતું જે લક્ષમીના બંધનમાં ઉત્સુક હોવા છતાં ત્રણે જગમાં કીતિ પૂર્ણ પ્રસારી હતી. | (લે. પ૭) ગુણરુપી ધન નિધાનથી ભરેલ આ કળશ (લુણસિંહ) ઢકાલે નથી, તેમ જ ખલરૂપી સર્ષોથી ઘેરાએલો નથી; અને પુરૂષથી ઉપભોગ થતું હોવા છતાં હમેશાં વૃદ્ધિ જ પામે છે.
(લે. ૫૮) મલદેવ મંત્રીને લીલુકાથી થએલે પૂર્ણસિંહ નામે પુત્ર હતું. તેને અક્ષણદેવીથી ગુણેના નિવાસ સરખે આબાદી ભેગવતે પેથડ નામે પુત્ર હતા. | (લો. ૫૯) તેજ પાલ મંત્રીની પત્ની અનુપમા હતી. લાવણ્યસિંહ તેમને આયુષ્યમાન પુત્ર હતા. | (લો. ૬૦) તે પુત્ર અને તે પત્નીના ધમથે આ તેજપાલે અબુંદ ગિરિપર નેમી. નાથનું પવિત્ર મદિર બંધાવ્યું.
(લે. ૬૧) પૃથ્વી પર ઇન્દુ જેવા તેજપાલ મંત્રિએ શંખ જેવા ઉજજવળ શિલાઓની હારથી ચંદ્ર અને કુન્દ પુપોના જેવું રૂચિર, આગળ મડપવાળું, બાજુમાં ઉત્તમ જિનેના પર (બાવન) મંદિરવાળું અને અગ્રે બલાનકવાળું તે નેમીનાથનું મંદિર બંધાવ્યું હતું.
(લે. ૬૨ ) શ્રીમાન ચ૭૫ને પુત્ર ચઢપ્રસાદ હતો. તેને સેમપુત્ર હતું. તેને અશ્વરાજ નામે પુત્ર હતું તેને પવિત્ર આશયવાળા, જિનશાસનના ઉદ્યાનમાં ચઢતા મેઘ (વાદળ) જેવા શ્રીલૂણીગ, મંત્રિ મલદેવ, શ્રીવાસ્તુપાલ અને તેજપાલ નામના પુત્રો થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com