________________
भीमदेव २ जानुं दानपत्र
સારાંશ ૧ પ્રસ્તાવના–(અ) વંશાવલી. ( ૧ ) મૂલરાજ ૧ – ચાલુક્ય કુળ કમલ ક્ષેત્રને વિકસાવનાર પ્રતાપી સૂર્ય ( ૨ ) ચામુંડરાજ ( ૩ ) વલ્લભરેજ ( ૪ ) દુર્લભરાજ ( ૫ ) ભીમદેવ ૧ લે ( ૬ ) કર્ણદેવ, રૈલોક્યમાલ. ( ૭ ) જયસિહદેવ – અવન્તિપતિને વર્લરકોને જીતનાર અને સિદ્ધોને ચક્રવર્તિ ( ૮ ) કુમારપાલદેવ – શિવનો પરમ ભક્ત. ( ૯ ) અજયદેવ- સાપાદલક્ષના રાજાને ખંડીએ બનાવનાર ( ૧૦ ) મૂલરાજ. ૨. – ગજ્જૈનના રાજાને પરાજય કરનાર, પૃથ્વીને પ્રકાશિત કરનાર પ્રભાતને સૂર્ય ( ૧૧ ) ભીમદેવ ૨ – અભિનવ સિધરાજ, સાતમે ચક્રવર્તિ (બ) ભીમદેવ. ૨. અણહિલપાટકમાંથી ચાલીસા પથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૮૩, શ્રાવણ સુદી ૧૫ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે૨ દાન - નતાઉલી ગામ, તેની સીમા – (અ) પૂર્વમાં કર .... .... અને અવયા... ( બ ) દક્ષિણમાં અવયાણિજ અને ચુયાન્તિજ ગામે ( ક ) પંશ્ચિમે વડસરની તલપ ભૂમિ ( ૩ ) ઉત્તરે કુરાલ અને વડસર ગામે ૩ દાનનાં પાત્ર – માડલમાં મૂલેશ્વરનું મંદિર અને તેને જોડેલા મઠના યોગીઓ, નિય. પૂજા અને ભજનાર્થે; તેના ટૂરિસ્ટ તરીકે– સ્થાનપતિ વેદગર્ભ રાશિ ( માસ્કલ મઠને સ્થાન પતિ ) ૪ રાજપુરૂષ - દાનનો લેખક કાયસ્થ સાતીકુમારને પુત્ર આક્ષપટલિક સેમસીહ, દૂતક મહા સાંધિવિગ્રહિક ઠાકુર વહુદેવ.
છે, ૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com