________________
૨૨૬
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલો-ચૌલુકય કુળના કમલક્ષેત્રને વિકસાવનાર પ્રૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુંડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુર્લભરાજ. ૫ ભીમદેવ ૧. ૬ કર્ણદેવ. રૈલોકયમલ.
૭ જયસિહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવન્તિનાથને જિતનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે,
૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હરાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨–ગર્જનકના રાજાને યુદ્ધમાં હરાવનાર ૧૧ ભીમ-સાક્ષાત્ નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જયન્તાસિંહ-અણહિલપાટક રાજા, અભિનવ સિદ્ધરાજ.
(બ) જયન્તસિંહ વદ્ધિપથક અને અગભૂતા અથવા ગંભૂતાના પથકના રાજપુરૂને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાન-(૧) વદ્ધિ પથકમાં સામ્પાવાડા ગામ. તેની સીમા(અ) પૂર્વમાં શેષદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફિચડી અને હાંસલપુર ગામે. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાણેલેય, ખાંભિલ, આધિવાડા, ગામ અને ભટારક શ્રીશેષ દેવતની ભૂમિ (૨) ગંભૂતા અથવા અગંભતા પથકમાં શેષદેવતિમાં ભૂમિખંડ (જમીનને ટૂકડે) તેની સીમા(અ) પૂર્વે ઇટિલા કારી અને વહિચર ગામડાં (બ) દક્ષિણે ચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારિક શ્રીષદેવતની ભૂમિ. (૩) ઉત્તરે દેડિયાપક.
૩ દાનનું પાત્ર સોલંકી રાણા આનાઓ લુણપસાકે તેની માતા સલખણુદેવીના પુણ્યાર્થે સલખણુપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિર.
૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વો. ૬ ૫. ૨૦૩) ના સાશાની નોટ ૧૧ જુએ. ૨ કવાર્ટર માસ્તર જનરલનું નાસાનું કઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુંજપુરની પૂર્વે ગાયકવાડી સરહદ પર આવેલું છે છે વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામે લેવાનો સમ્ભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com