SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ भीमदेव २ जानुं दानपत्र પ્રસ્તાવનામાં કહ્યું છે તે મુજબ આ સ્થળે, હાલના કાઠિવાડમાં સુરાણ મડલ(હાલને સેરઠ પ્રાત)ની તથા વામનસ્થલી જે કાઠિવાડમાં જુનાગઢ સ્ટેટમાં હાલનું વંથળી છે, તેની નજીકમાં છે. પરંતુ ધર્મવલિંકા એ કદાચ અણહિલવાડનું જ બીજું નામ હશે. વંશાવળીમાં આપેલાં થળામાં અવન્તી એ માળવામાં ઉજજયિનીનું બીજું નામ છે. શાકંભરી એ રાજપૂતાનામાં જયપુર સ્ટેટને સંલર અથવા સાંભર માનવામાં આવે છે. ( ઇ. એ. . ૮ પા. ૫૯ નેટ ૬૪ અને વો. ૧૦ પા. ૧૬૧ ). સપાદલક્ષ પ્રદેશ એ ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ પંજાબમાં શિવાલિક પર્વતની હારને પ્રદેશ કહે છે. ઈએ. જે. ૧૦, પા. ૩૪૫; અને કાવી એ ભરૂચ ડિસ્ટ્રિકટનું હાલનું કાવી જણાય છે. આ લેખની તારીખ ૧ થી ૪ પંક્તિમાં શબ્દ અને દશાંશ સંખ્યામાં આપી છે, તેની વિગત–વિક્રમસંવત ૧૨૬૬-ચાલુ અથવા પૂરું થયેલું તે ચકખું બતાવ્યું નથી અને સિંહસંવત ૯૯ માસ માર્ગ એટટલે માર્ગશીર્ષ શુકલ પક્ષતિથિ ૧૪ તથા ગુરુવાર. તેની બરાબર અંગ્રેજી તારીખ ઈ. સ. ૧૨૦૮ અથવા ૧૨૦૯ માં, આપેલું વિક્રમ સંવત ઉત્તર અથવા દક્ષિણનું લઈ ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. પ્રોફેસર કે. એલ. છનાં ટેબલ ઉપરથી નીચે પ્રમાણે આવે છે. દક્ષિણ અને ઉત્તર)નાં વિક્રમ સંવત ૧૨૬૬, ચાલુમાં માર્ગશીર્ષ સુદ ૧૪, ૨૩ મી નવેમ્બર ઈ. સ. ૧૨૦૮ રવિવારે અણહિલવાડ માટે સૂર્યોદય પછી ૫ ઘડી અને ૫૮ પળે પૂરી થઈ. અને દક્ષિણનાં (અને ઉત્તરનાં) ચાલુ વિક્રમ સંવત ૧૨૬૭( ૧૨૬૬ ગત)માં માર્ગશીર્ષ સુદ ૧૪-જે તિથિ જોઈએ છે તે મુજબ, ઈ. સ. ૧૨૯ ના નવેંબર તા. ૧૨ તે ગુરૂવારે આશરે ૨૨ ઘડી અને ૩૧ પળે પૂરી થઈ એટલે લેખમાં આપેલી તારીખની બરાબર આ એગ્ય અંગ્રેજી તારીખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy